Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તલવારો જોવા નથી રાખી, જરુર પડ્યે ઉપયોગ પણ કરું છું':ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના સ્નેહમિલનમાં મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન, કહ્યું- 'ભૂતકાળમાં કાળા કપડા પહેરીને ફર્યો છું'

    5 hours ago

    'કોળી સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ' દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના નિવેદન બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે.તેની વચ્ચે આજે (22 નવેમ્બર) ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં કોળી સમાજના દિગ્ગજ નેતા અને ગુજરાતના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ આગવા અંદાજમાં વિરોધીઓને જવાબ આપ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, મને ભગવાને ઘણું આપ્યું છે, હું અહીં પૈસા કમાવવા આવ્યો નથી. આ તલવારો એમને એમ નથી રાખી. જરુર પડે ત્યારે ઉપયોગ પણ કરું છું. જેને સમજવું હોય તે સમજી લે. 'હું ખાલી વાતો નથી કરતો કામ કરીને બતાવું છું' પરસોત્તમ સોલંકીએ કહ્યું કે, હું ખાલી વાતો નથી કરતો, કામ કરીને પણ બતાવું છું. હું વચનો આપનારો નહીં પણ કામ કરનારો માણસ છું. 30 વર્ષ સુધી મિનિસ્ટર બનાવજો એવું મેં કોઈને કહ્યું નથી, મંત્રી બનાવે તો ઠીક નહીં તો આપણા મલકમાં પાછા. 'વ્હાઈટ કપડા તમારા માટે પહેર્યા છે, ભૂતકાળમાં કાળા કપડા પહેરીને ફર્યો છું' વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, કાર્યક્રમમાં મને કેટલાક લોકો તલવાર ભેટમાં આપે છે. મારે કહેવું છે કે, આ તલવાર એમને એમ નથી રાખી. જરુર પડે ત્યારે ઉપયોગ પણ કરું છું. જેને સમજવું હોય તે સમજી લે. હું જે વ્હાઈટ કપડા પહેરું છું તે તમારા માટે પહેરું છે. ભૂતકાળમાં કાળા કપડા પહેરીને પણ ફર્યો છું. કોઈને તકલીફ પડે તો આવી જજો - પરસોત્તમ સોલંકી કાર્યકર્તાઓેન સંબોધતા વધુમાં કહ્યું કે, મેં કોઈના પૈસા ખાધા નથી, ભગવાને મને ઘણું આપ્યું છે.ભૂતકાળમાં બોમ્બેમાં મારા પર 32 કેસ હતા છતાં મને છોડવો પડ્યો હતો.કોઈને તકલીફ પડે તો આવી જજો, કોઈને ખબર પણ નહીં પડે અને કામ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી પાકિસ્તાન સામે 11 રન બનાવીને આઉટ:ભારતનો સ્કોર-25/1; રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં પાકે 314 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    સંડેર ખોડલધામ સંકુલમાં ‘દીકરીનો માંડવો’ સમૂહલગ્નોત્સવ:યુગલને વ્યક્તિદીઠ ₹15 લાખનો અકસ્માત વીમો અને ₹3.50 લાખથી વધુની ઘરવખરી ભેટ, 2028માં ફરી સમૂહ લગ્ન યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment