Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથના ગોલોકધામમાં તુલસી વિવાહનો સાંજી ઉત્સવ યોજાયો:મહિલાઓએ સાંજી ગીતો ગાઈને ઉજવણી કરી;નવી પેઢીને સનાતન પરંપરા અને લોકસંસ્કૃતિથી જોડવાનો પ્રયાસ

    7 hours ago

    સોમનાથના ગોલોકધામ તીર્થ ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિષ્ણુ-વૃંદા તુલસી વિવાહ મહોત્સવના બીજા દિવસે સાંજી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગત રાત્રીના ભગવાન વિષ્ણુ અને વૃંદા દેવીના વિવાહ પ્રસંગને ભારતીય લગ્નપરંપરા મુજબ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહિલાઓએ મંગલગીતો ગાયાં હતાં અને ભગવાન વિષ્ણુ તથા વૃંદા દેવીને પીઠી લગાવવાની વિધિ કરવામાં આવી હતી. મહિલાઓએ સાંજી ગીતો ગાઈને ભાગ લીધો તુલસી વિવાહના પ્રસંગે આયોજિત સાંજી ઉત્સવમાં મહિલાઓએ ભાગ લીધો હતો, જ્યાં પરંપરાગત લગ્નપ્રસંગોમાં ગવાતાં મંગલગીતો, લગ્નગીતો અને સાંજી ગીતોની રજૂઆત કરવામાં આવી હતી. મહિલાઓએ ગીતોના તાલે હરિ અને વૃંદા દેવીના વિવાહની ખુશીઓ વ્યક્ત કરી હતી અને ભારતીય લોકસંસ્કૃતિમાં લગ્નપ્રસંગે ગવાતાં ગીતોનું નિદર્શન આ ઉત્સવમાં જોવા મળ્યું હતું. ભગવાન વિષ્ણુ અને વૃંદા દેવીને પીઠી લગાવાઈ મહોત્સવના બીજા દિવસે ભગવાન વિષ્ણુ અને વૃંદા દેવીને પીઠી લગાવવાની પરંપરાગત વિધિ યોજાઈ હતી, જેમાં શાસ્ત્રોક્ત પરંપરા સાથે ભક્તોએ ભાગ લીધો હતો. લગ્નપ્રસંગ પૂર્વે કરવામાં આવતી પીઠીની વિધિ દ્વારા ભગવાન હરિ અને વૃંદા દેવીના વિવાહને લોકજીવનની પરંપરાગત લગ્નવિધિઓ સાથે જોડવામાં આવ્યો હતો. નવી પેઢીને સનાતન પરંપરા અને લોકપરંપરાથી જોડવાનો પ્રયાસ ભારતીય સંસ્કૃતિમાં ભગવાન વિષ્ણુ અને તુલસી સ્વરૂપા વૃંદા દેવીના વિવાહની પરંપરા ભક્તિ, પવિત્રતા, પ્રકૃતિ પ્રત્યેની આસ્થા અને સામાજિક સમરસતાનો સંદેશ આપે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલોકધામ તીર્થ ખાતે આયોજિત આ મહોત્સવ ભારતીય લોકપરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવાનું માધ્યમ બની રહ્યો છે, જ્યાં ભક્તોએ સાંજી ઉત્સવ અને પીઠીની વિધિમાં ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    લોનના હપ્તા મુશ્કેલી વધારશે:ડિસેમ્બરમાં બે મોટા ઝટકા લાગી શકે, FD અને SIP પર પણ કાતર ફરવાની તૈયારી, મોંઘવારીમાં વધું બગડશે તમારું બજેટ
    Next Article
    "Times Are Changing": PM Modi Says AI Cannot Take Jobs Of Skilled Workers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment