Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર બસમાં આગ લાગી:ચાલક તરફનું પાછળનું ટાયર ફાટ્યા બાદ દુર્ઘટના; ઉદેપુરથી અમદાવાદ જતાં સાબરદાણ સામે ઘટના

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ જતા નેશનલ હાઇવે પર સાબરદાણ સામે આજે સવારે ખાનગી બસમાં આગ લાગી હતી. ઉદેપુરથી મુસાફરોને લઈને અમદાવાદ જતી આ બસનું ટાયર ફાટ્યા બાદ આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે બસમાં સવાર તમામ મુસાફરો પોતાનો સામાન લઈને સુરક્ષિત બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નહોતી. હાજીપુર બ્રિજ ઊતર્યા બાદ પાછળનું ટાયર ફાટતાં આગ લાગી હિંમતનગરથી પ્રાંતિજ જતા રસ્તે હાજીપુર બ્રિજ ઊતર્યા બાદ એઆર અંજલિ બસ ટ્રાવેલ્સની બસનું ચાલક તરફનું પાછળનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટ્યા બાદ તરત જ બસમાં આગ લાગી હતી, જે જોઈને બસમાં સવાર તમામ મુસાફરો સમયસૂચકતા વાપરીને પોતાનો સામાન લઈને બસમાંથી બહાર નીકળી ગયા હતા. 2 ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો બસમાં આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 2 ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને બસમાં ફરીથી આગ ન લાગે તે માટે બસને ઠંડી કરવાની કામગીરી કરી હતી. 112ની ટીમ અને હાઇવે ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમન કર્યું હાઇવે પર બસમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં 112ની ટીમ અને હાઇવે ટ્રાફિક પોલીસ પણ સ્થળે પહોંચી હતી. હાઇવે પર વાહનોની અવરજવર ખોરવાય નહીં તે માટે પોલીસે ટ્રાફિકનું નિયમન કર્યું હતું અને ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરના બખરલા-બીલડી સીમમાં કારમાંથી દારૂની 336 બોટલો ઝડપાઈ:બગવદર પોલીસે દારૂ અને કાર સહિત ₹8,78,000નો મુદ્દામાલ જપ્ત કર્યો;કારચાલક ફરાર
    Next Article
    અમેરિકામાં ભારતીયો પર તવાઈ:ટ્રમ્પના શાસનમાં 6,111 ભારતીયોની રેકોર્ડબ્રેક ધરપકડ, 2,349ને દેશનિકાલ; ગ્રીન કાર્ડ હોવા છતાં 60 વર્ષીય મહિલાને જેલમાં પૂરાયા!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment