Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સોનાંના ભાવ ઘટતાં મોદીએ પોતાની સલાહ યાદ અપાવી, ટ્રમ્પે ભારતનું ઉદાહરણ આપી પોતાની જ બેન્કને ટોણો માર્યો, દિલજીતે અમદાવાદ ગજવ્યું

    13 hours ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર હૈદરાબાદ, મુંબઈ અને ગુરુગ્રામમાં મેટાની ઓફિસોની બહાર પ્રદર્શન અને તોડફોડના રહ્યા. અમદાવાદમાં દિલજીતના કોન્સર્ટમાં હજારો લોકો પહોંચ્યા. વાંચો મોર્નિંગ ન્યૂઝ બ્રીફ… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. નેપાળના વડાપ્રધાન બાલેન શાહ ભારતની મુલાકાતે આવશે. 2. ACC મેન્સ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે બપોરે ૩.૩૦ વાગ્યાથી મેચ. 📰 કાલના મોટા સમાચારો 1. 'મેં સોનું ઓછું ખરીદવા કહ્યું હતું, લોકોના પૈસા બચી ગયા': કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં PMએ કહ્યું- 'AI તમારી રોજગારી નહીં છીનવી શકે, સ્કિલ્સની જરૂરિયાત હંમેશાં રહેશે' PM નરેન્દ્ર મોદીએ શનિવારે લખનૌમાં ચાલી રહેલા 5મા રાષ્ટ્રીય કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં હાજરી આપી. PMએ અહીં દેશભરમાંથી આવેલા નેશનલ ટોપર્સનું સન્માન કર્યું. વડાપ્રધાને કહ્યું કે કહ્યું- ITIમાં શીખેલું તમારું કૌશલ્ય આજે ભારતની ઊર્જા છે, તમે જ વિકસિત ભારત બનાવશો. આ વાત સારી રીતે સમજી લો, જેના પાસે કૌશલ્ય છે તેની પાસેથી રોજગાર કોઈ છીનવી શકતું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ગુજરાતના પાટા પર 2027માં 'બુલેટ'ની રફ્તાર:સુરત-વાપી વચ્ચે 280 kmphની ઝડપે દોડશે બુલેટ ટ્રેન, 8 સ્ટેશનનું સિવિલ વર્ક પૂર્ણ; રેલમંત્રી અશ્વિનીએ ટાઇમટેબલ જાહેર કર્યું દેશની પહેલી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ક્યારે દોડશે, તે અંગેની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનના પ્રથમ રૂટનું ટાઈમટેબલ જાહેર કરી દીધું છે. રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, દેશની પ્રથમ બુલેટ ટ્રેન 2027ના છેલ્લા ક્વાર્ટરમાં (ઓક્ટોબરથી ડિસેમ્બર) શરૂ થઈ જશે. આ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનો પ્રથમ સેક્શન ગુજરાતના સુરતથી વાપી વચ્ચે ખુલ્લો મૂકવામાં આવશે. પ્રોજેક્ટની અત્યાર સુધીની પ્રગતિ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર વિવિધ તબક્કામાં તૈયાર થશે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. મેટાની ઓફિસ પર લખ્યું ‘RSSનો દીકરો મેટા’:યુથ કોંગ્રેસ નેતાઓના એકાઉન્ટ સસ્પેન્ડ કરતાં મુંબઈ-હૈદરાબાદ સહિત 3 શહેરોની મેટા ઓફિસમાં તોડફોડ-હોબાળો હૈદરાબાદ, મુંબઈ અને ગુરુગ્રામમાં મેટાની ઓફિસોની બહાર પ્રદર્શન અને તોડફોડના મામલે ઇન્ડિયન યુથ કોંગ્રેસ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. મુંબઈ પોલીસે શનિવારે યુથ કોંગ્રેસના ચાર નેતાઓ વિરુદ્ધ FIR નોંધાવી. યુથ કોંગ્રેસે શુક્રવારે વિપક્ષી નેતાઓના સોશિયલ મીડિયા અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના વિરોધમાં ત્રણ શહેરોમાં મેટાની ઓફિસોની બહાર પ્રદર્શન કર્યું હતું. હૈદરાબાદમાં પ્રદર્શનકારીઓ મેટાની ઓફિસની અંદર ઘૂસી ગયા અને ત્યાં તોડફોડ કરી. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ટ્રમ્પનો પોતાની જ બેન્કને ટોણો:કહ્યું- ભાતના વ્યાજદર ઓછા એટલે વિકાસદર 7%, આપણે વ્યાજદર ઘટાડીએ તો વિકાસદર 15%એ પહોંચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના 7% GDP ગ્રોથનું ઉદાહરણ આપીને પોતાના દેશની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં વ્યાજ દરો ઓછા છે, તેથી તેની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. જો અમેરિકામાં પણ વ્યાજ દરો ઘટાડવામાં આવે તો અહીંનો ગ્રોથ 15થી 20% સુધી પહોંચી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, શેખ હસીનાનાં સમર્થકોનાં 50 ઘરો સળગાવાયા:બે દિવસ પહેલા PM રહમાનની પાર્ટીના 2 નેતાઓની હત્યા કરવામાં આવી, પૂર્વ સાંસદોના પણ ઘર સળગાવ્યા બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. નરાઇલ જિલ્લામાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ, કાર્યકરો અને સમર્થકોનાં આશરે 50 ઘરો અને દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી. આ ઘટના શુક્રવારે કાલિયા ઉપજિલ્લાના બેન્દર ચાર ગામમાં બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હુમલા શુક્રવારે બપોરથી મોડી રાત સુધી ચાલુ રહ્યા હતા. હુમલાખોરોએ અનેક ઘરોમાં તોડફોડ કરી અને ત્યાં રાખેલું ફર્નિચર, કિંમતી સામાન તથા અન્ય વસ્તુઓ લૂંટી લીધી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. દિલજીત દોસાંજના કોન્સર્ટમાં અમેરિકા-પંજાબથી ફેન્સ પહોંચ્યા: આખું સ્ટેડિયમ ભરાઈ ગયું, ચાહકોએ ગીતો ગાઈ ચિયર અપ કર્યું આજે 21 નવેમ્બરના રોજ અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટમાં દેશભરમાંથી ફેન્સ મોદી સ્ટેડિયમ પહોંચ્યા. પંજાબથી સ્પેશિયલ દિલજીતને ચિયર અપ કરવા ફેન્સ અમદાવાદ પહોંચ્યા. આ ઉપરાંત બ્લેક કૂર્તા અને પાઘડીમાં યુવતીઓ કોન્સર્ટ જોવા પહોંચી. મેટ્રો ટ્રેન અને પ્રાઈવેટ વ્હીકલમાં ધીમે-ધીમે ચાહકો સ્ટેડિયમ પહોંચતા જ પોલીસ દ્વારા એન્ટ્રી આપવામાં આવી. મોદી સ્ટેડિયમ પહોંચતા જ યંગસ્ટર્સ કોન્સર્ટની ટિકિટ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. તેમજ કેટલાક ફેન્સે તો દિલજીતના ગીતો ગાઈ પબ્લિકનો ઉત્સાહ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ બેન્ડ 'કોલ્ડ પ્લે' કરતા દિલજીતના કોન્સર્ટમાં પબ્લિક ખૂબ ઓછી જોવા મળી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન સામાન્ય કરતાં 4-5° નીચું:અમરેલી 11.4 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર, માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાના કારણે છેલ્લા બે દિવસથી શિયાળાની ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સુધી નીચું ગગડ્યું છે. સમગ્ર રાજ્યમાં અમરેલી 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું છે, જ્યાં પારો સામાન્ય કરતાં 5 ડિગ્રી નીચો રહ્યો છે. ત્યારબાદ કચ્છના નલિયામાં 11.8 ડિગ્રી (સામાન્ય કરતાં 3.6 ડિગ્રી નીચું) અને પાટનગર ગાંધીનગરમાં 12 ડિગ્રી (સામાન્ય કરતાં 4.3 ડિગ્રી નીચું) તાપમાન નોંધાતા વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ મુંબઈમાં યુવક-યુવતી સાથે મારપીટ, યુવકને લાતો-મુક્કા માર્યા:છોકરી સાથે પણ હાથાપાઈ; ગાર્ડનમાં ફોટો પાડતી વખતે હુમલો કર્યો; 8ને કસ્ટડીમાં લેવાયા, સગીરો સામે FIR (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ ચાલુ મેચે સ્ટેડિયમમાં આર્મી હેલિકોપ્ટરથી ફાયરિંગ:₹46 કરોડનો ઈનામી અને FBIનો મોસ્ટ વોન્ટેડ ડ્રગ માફિયા ઝડપાયો; ખેલાડીઓ-દર્શકોમાં નાસભાગ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ પોખરણમાં બઘીરા AT1નું પ્રદર્શન:અદાણી ડિફેન્સે દિવસ-રાત 4 એન્ટી-ટેન્ક મિસાઇલો ઝીંકી, 8 કિમી સુધીની મારક ક્ષમતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ અમેરિકન રિપોર્ટ- LAC પર સૈન્ય હાજરી વધારી રહ્યું છે ચીન:ભારતની પ્રગતિને પડકાર માને છે; ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનનો સાથ આપ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ PPF એકાઉન્ટ તમારા બાળકને બનાવશે લખપતિ:500 રૂપિયાથી ખોલી શકો છો ખાતું, જાણો આ સાથે જોડાયેલી ખાસ બાબતો અને નિયમો (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ધર્મઃ વ્યાકુળ વેપારીને સંતની શિખામણ:મનમાં ખૂંપેલા ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા અને લાલચના કાંટા શાંતિથી જીવવા નહીં દે; જાણો પ્રેરક કથા (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. સ્પોર્ટ્સઃ પિતાએ પુસ્તકો વાંચીને કુશાગ્રને ક્રિકેટ શીખવ્યું:ધોની અને ઈશાનથી પ્રેરણા મળી; નેપાળ સામે સદી ફટકારીને ભારતને જીત અપાવી (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ બકરીઓની બ્યુટી કોમ્પિટિશન રાજસ્થાનના પુષ્કર મેળામાં આ વખતે બકરાઓ-બકરીઓની અનોખી બ્યુટી કોન્ટેસ્ટ યોજાઈ. કોઈ ‘બેસ્ટ રાજા’ બન્યું તો કોઈ ‘બેસ્ટ સુંદરી’. સુંદરતા, કદ-કાઠી અને નસ્લના આધારે વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા. અન્ય ત્રણ બકરીઓને પણ ઇનામ મળ્યું. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ન લિન્ક પર ક્લિક, ન OTP, છતાં પૈસા ઉપડી ગયા:ગુજરાતના બે કિસ્સાએ દેશને ચોંકાવ્યો; હેકીંગથી બચવાની 4 ટ્રીક કઈ 2. ‘કરણ-અર્જુન’ જેવી પાક્કી ભાઈબંધી 'હમ આપકે હૈ કોન'માં ફેરવાઈ!:સલમાને શાહરુખને ધક્કો માર્યો ને બોડીગાર્ડ્સે ગન તાણી; ઐશ્વર્યાના ઘરે જઈ ભવાડો કર્યો 3. દીપડાની ભૂખ ભાંગશે 'દેશી ચિકન':ગામમાં ઘૂસતા શિકારી પ્રાણીઓને રોકશે વન વિભાગ, રીંછના ગઢમાં શરૂ કર્યો પ્રયોગ 4. આજનું એક્સપ્લેનર:શું 10 ગ્રામ સોનાનો ભાવ રુ. 1 લાખ થઈ જશે! ઓલટાઇમ હાઈથી 32% તૂટી ચૂક્યું; ખરીદવું કે હજી વધુ રાહ જોવી 5. 'ઘરે બોલવાનું બંધ નથી થતું ને ક્લાસમાં મોઢું નથી ખુલતું':'બાળકનો આ ડર છે કે સંકોચ, ભૂલકાંઓનો આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો?' ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળઃ વૃષભ અને મીન રાશિની વર્કિંગ વુમન માટે પ્રગતિના યોગ, સિંહ રાશિએ ખર્ચ પર કાબૂ રાખવો (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    India vs New Zealand LIVE Score, 1st Test Day 4: Jasprit Bumrah Strikes As NZ Lose Big Wicket In 1st Over, India On Fire
    Next Article
    Pentagon Imposes Limits On Military Ties With Canada Amid Strained Relations

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment