Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંત આજે વિસ્ફોટક બેટિંગ કરીને ભારતને જંગી લીડ અપાવશે?:રિષભ સાથે અંશુલ ભારતની ઇનિંગને આગળ વધારશે, કિવી બોલર્સ પર ફટાફટ વિકેટો લેવાનું પ્રેશર રહેશે

    6 hours ago

    વેલિંગ્ટન ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમ મજબૂત સ્થિતિ સાથે મેદાનમાં ઉતરશે, જ્યાં તેણે ન્યૂઝીલેન્ડ સામે પહેલી ઇનિંગમાં 118 રનની લીડ મેળવી લીધી છે. 4 વિકેટ પર 486 રનથી આગળ રમતા ટીમ ઈન્ડિયાનો મુખ્ય ઉદ્દેશ્ય લીડને મોટા સ્કોરમાં પરિવર્તિત કરવાનો રહેશે. નોટઆઉટ 55 રન પર રમી રહેલા રિષભ પંત પર ઝડપી અને આક્રમક રમતથી ટીમને મજબૂતી અપાવવાની જવાબદારી રહેશે, જ્યારે નાઇટ વોચમેન અંશુલ કંબોજ (0) ચોથા દિવસની શરૂઆતમાં વિકેટ સાચવવાનો પ્રયાસ કરશે. ત્રીજા દિવસની રમત પૂરી થવાના ઠીક પહેલાં 98 રન પર બોલ્ડ થયેલા કેપ્ટન શુભમન ગિલની સદી ચૂક્યો. પરંતુ તે પહેલાં કે.એલ. રાહુલના 136 અને દેવદત્ત પડિકલના 80 રને ભારતને મજબૂત પાયો આપ્યો હતો. ચોથા દિવસે નીચલા ક્રમના બેટર્સ પંતને કેટલો સાથ આપે છે અને ભારત કેટલા રન ઉમેરે છે તેના પર મેચની દિશા નિર્ભર રહેશે, કારણ કે ભારત વિશાળ લીડ મેળવીને ન્યૂઝીલેન્ડ પર દબાણ વધારવા માંગશે. બીજી તરફ, પહેલી ઇનિંગમાં 368 રન પર ઓલઆઉટ થયેલી ન્યૂઝીલેન્ડ માટે ચોથા દિવસની શરૂઆત નિર્ણાયક રહેશે. પહેલી ઇનિંગમાં જસપ્રીત બુમરાહ (4 વિકેટ), આકાશ દીપ (3 વિકેટ), અંશુલ કંબોજ (2 વિકેટ) અને પ્રસિદ્ધ ક્રિષ્ના (1 વિકેટ)ના શાનદાર પ્રદર્શન બાદ ભારતીય બોલરોને ફરીથી તક મળશે, તેથી ન્યૂઝીલેન્ડના બોલરોએ વહેલી વિકેટો ઝડપીને ભારતને રોકવું પડશે અને ત્યારબાદ પોતાના બેટર્સે મેચમાં કમબેક કરવું પડશે. ત્રીજા દિવસે રાહુલની સદી, ગિલ અને દેવદત્તની ફિફ્ટી
    Click here to Read More
    Previous Article
    Telangana Student Missing After Going For A Walk In Boston, Family Seeks Help
    Next Article
    ટ્રમ્પનો પોતાની જ બેન્કને ટોણો:કહ્યું- ભારતના વ્યાજદર ઓછા એટલે વિકાસદર 7%, આપણે વ્યાજદર ઘટાડીએ તો વિકાસદર 15%એ પહોંચે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment