Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોલ્ડ પ્લેવાળા ગીત ગાય તો પ્રોબ્લમ નથી, હું અહીંયાનો છું':દારુ પરના ગીતોનો વિરોધ કરનારને દિલજીતે જવાબ આપ્યો, 'તું મુજે કબૂલ' ગીત પર ફેન્સને ઘેલા કર્યા

    21 hours ago

    21 નવેમ્બરના અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટમાં દેશભરમાંથી ફેન્સ મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. પંજાબથી સ્પેશિયલ દિલજીતને ચિયર અપ કરવા ફેન્સ અમદાવાદ પહોંચ્યા હતા. આ ઉપરાંત બ્લેક કૂર્તા અને પાઘડીમાં યુવતીઓ કોન્સર્ટ જોવા પહોંચી હતી. મેટ્રો ટ્રેન અને પ્રાઈવેટ વ્હીકલમાં ધીમે-ધીમે ચાહકો સ્ટેડિયમ પહોંચતા જ પોલીસ દ્વારા એન્ટ્રી આપવામાં આવી હતી. જોકે, ફેન્સને 3 વાગ્યાથી મોદી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવી રહી હતી, પરંતુ દિલજીતનો કોન્સર્ટ રાત્રે 8 વાગ્યા આસપાસ શરૂ થયો હતો. જેના કારણે ફેન્સને 4થી 5 કલાક સુધી રાહ જોવી પડી હતી. આ કોન્સર્ટ દરમિયાન દારુ પરના ગીતો ગાવાને લઈને છેડાયેલા વિરોધનો દિલજીત દોસાંજે સ્ટેજ પરથી વિરોધકર્તાઓને જવાબ આપ્યો હતો. બહાર કલાકાર આવીને ગાય તો તકલીફ નથી, મારાથી છે: દિલજીત દોસાંજ દિલજીતે જણાવ્યું હતું કે, કોલ્ડ પ્લેવાળા અહીં આવીને ગાઈ છે તો કોઈને પ્રોબ્લેમ નથી. દિલજીત ગાય તો પ્રોબ્લમ છે. આ ડબલ સ્ટાન્ડર્ડ કેમ છે? કોઈ બહાર કલાકાર આવીને ગાય તો તકલીફ નથી. મને કહે છે તું બહારથી આવ્યો છે. મારો જન્મ તો અહીંયા થયો છે, હોનોલુલુમાં થોડો પેદા થયો છું. મોદી સ્ટેડિયમ પહોંચતા જ યંગસ્ટર્સ કોન્સર્ટની ટિકિટ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. તેમજ કેટલાક ફેન્સે તો દિલજીતના ગીતો ગાઈ પબ્લિકનો ઉત્સાહ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ બેન્ડ 'કોલ્ડ પ્લે' કરતા દિલજીતના કોન્સર્ટમાં પબ્લિક ખૂબ ઓછી જોવા મળી રહી છે. જોકે, ફેન્સ પહોંચે તે પહેલાં જ પંજાબી સિંગર દિલજીત દોસાંજ ITC નર્મદા હોટલથી મોદી સ્ટેડિયમ રવાના થયો હતો. બોડીગાર્ડ સાથે દિલજીત સ્ટેડિયમ પહોંચ્યો હતો. જ્યાં ક્રૂ મેમ્બર્સ સાથે રિહર્સલ અને મજાક-મસ્તી કરતો પણ જોવા મળ્યો હતો. મોદી સ્ટેડિયમ પહોંચતા જ ફેન્સની મોજ-મસ્તીની તસવીરો દિલજીત અમારા પંજાબનો હીરો છે: ફેન્સ પંજાબથી કોન્સર્ટ જોવા આવેલા એક ફેન્સે કહ્યું કે દિલજીત અમારા પંજાબનો હીરો છે. અહીં રિવરફ્રન્ટ, અક્ષરધામ મંદિર, કાંકરિયા લેક સહિતની જગ્યાઓ પર ફર્યા છીએ તેમજ અમદાવાદમાં સ્વચ્છતા સારી છે. દિલજીતનું ઇક કુડી સોંગ અમારું ખૂબ જ ફેવરિટ છે: પ્રિયંકા સુરતથી આવેલા પ્રિયંકા ચોપડા અને ભૂમિકાએ જણાવ્યું હતું કે, દિલજીતના અમે નાનપણથી ખૂબ જ મોટા ફેન છીએ અને તેનું ઇક કુડી સોંગ અમારું ખૂબ જ ફેવરિટ છે. ------------------------- આ પણ વાંચો… દિલજીત દોસાંજને ગિફ્ટ આપવા અમદાવાદના ફેન્સે બનાવી ખાસ પેઇન્ટિંગ અમદાવાદનો આર્ટિસ્ટ પૌમિલ ખત્રીએ 15 દિવસની મહેનત કરીને દિલજીત દોસાંજની ખાસ પેઇન્ટિંગ બનાવી છે. આ પેઇન્ટિંગ દિલજીત દોસાંજને રૂબરૂ મળીને ગિફ્ટ કરવાનું પૌમિલનું બે વર્ષથી સ્વપ્ન છે. આજે તે ખાસ પેઇન્ટિંગ ગિફ્ટ કરવા ITC નર્મદા હોટેલ ખાતે પહોંચ્યા છે. પેઇન્ટિંગમાં દિલજીતનો ચહેરો પોપ આર્ટથી બનાવ્યો છે અને પાઘડી છે તે રિયલ લાગે તે માટે કપડાથી બનાવી છે. તેમજ જે શર્ટ છે તે એક્રેલિક પેઇન્ટથી બનાવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    Anant Singh Daughter Wedding:बेटी Shivangi के Tilak में अनंत सिंह ने क्या दिया ? |Defender Gift
    Next Article
    1,111 કાર અને 111 ઘોડીઓ,1હાથી સાથે ઠાકોરજીની શાનદાર જાન:ભક્તોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો, રાજકોટમાં આહીર સેનાએ ભવ્ય રીતે તુલસી વિવાહ ઉજવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment