Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં માત્ર સામે જોવા બાબતે ખેલાયો ખૂની ખેલ:થોડા સમય પહેલા જ જેલમાંથી છૂટેલા શખ્સે યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, બે આરોપીની ધરપકડ

    6 hours ago

    રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એસ.કે ચોક નજીક સામે જોવા જેવી નજીવી બાબતમાં ખૂની ખેલ ખેલાયો હતો જેમાં ગની મેમણ નામના શખ્સે 34 વર્ષીય મનીષ નરેન્દ્રભાઈ પરમારને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવ અંગેની જાણ થતા ગાંધીગ્રામ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી દરમિયાન LCB ઝોન 2 ટીમે તાત્કાલિક ગણતરીની કલાકોમાં હત્યારા અબ્દુલ ગની અને મદદગારી કરનાર રિયાઝની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી ગની મેમણ વિરુધ્ધ સાયબર ફ્રોડના બે ગુના નોંધાઈ ચુક્યા છે અને થોડા સમય પહેલા જ જેલમાંથી છૂટી બહાર આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ શહેર એસીપી આર.એસ.બારીઆએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના સમયે એસ.કે ચોક નજીક આવેલા મઢુલી પાન પાસે મૃતક મનીષ પરમાર બેઠા હતા ત્યારે આરોપી અબ્દુલ ગની મેમણ સાથે સામે જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ ઉસકેરાયેલા અબ્દુલ ગની મેમણએ તેના મિત્ર રિયાઝને છરી લાવવા કહ્યું હતું જે બાદ મનીષ પરમારને છરીના ઘા ઝીંકી દેતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન રાજકોટ શહેર LCB ઝોન 2 ટીમે ગણતરીની કલાકોમાં આરોપી અબ્દુલગની ડાંગસીયા અને રિયાઝ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી અબ્દુલગની મેમણ વિરુધ્ધ અગાઉ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના બે ગુના નોંધાઈ ચુક્યા હોવાનું અને થોડા સમય પહેલા જ જેલમાંથી છૂટી બહાર આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી હત્યામાં વપરાયેલ છરી કબ્જે કરી અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. મૃતક મનીષભાઈ પરમાર ગાંધીગ્રામ શેરી નંબર 12માં રહેતા હતા અને છૂટક ડ્રાઇવિંગનું કામ કરતા હતા આ સાથે તેઓ ટિફિન સર્વિસનું પણ કામ કરતા હતા. તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હોવાનું સામે આવ્યું છે જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ રેલવે પોલીસની બેદરકારીનો વિડીયો વાયરલ:ભાણેજ ગુમ થતાં મામા ફરિયાદ કરવા પહોંચ્યા;ગોદડુ ઓઢી સુતેલા મહિલા PSO બોલ્યા - 24 કલાક પછી આવજો
    Next Article
    કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ:વડોદરામાં 764 બોટલ દારૂના જથ્થા સાથે 3 આરોપી ઝપાયા, 3 વોન્ટેડ; 7.58 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment