Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરની અધ્યક્ષતામાં ફરિયાદ સમિતિની બેઠક મળી:પાણી પુરવઠા, પેન્શન અને જળસંચયના કામોની સમીક્ષા; પડતર અરજીઓનો ઝડપથી નિકાલ કરવા સૂચના

    7 घंटे पहले

    કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ‘સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક મળી. તેમાં નાગરિકોની સમસ્યાઓ અને પડતર અરજીઓની સમીક્ષા કરવામાં આવી.બેઠકમાં પાણી પુરવઠાનાં બાકી કામો, જિલ્લામાં ક્ષયરોગ નાબૂદીના અભિયાન અને જનહિતનાં મુદ્દાઓની સમીક્ષા થઈ. કલેક્ટરે આઈટીઆઈમાં કૌશલ્ય વિકાસ અને તાલીમાર્થીઓની સંખ્યા વધારવા સૂચના આપી.‘જળ સંચય જન ભાગીદારી’ યોજના હેઠળ લોકોની ભાગીદારીથી જળસંચયનાં કામો હાથ ધરવા પણ કલેક્ટરે જણાવ્યું. નિવાસી અધિક કલેક્ટરે ‘અટલ સ્વાન્તઃ સુખાય’ યોજના હેઠળ પુરસ્કાર આપવાની યોજના વિશે ઉપસ્થિત લોકોને માહિતી આપી.નાગરિકોની બાકી અરજીઓ, નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન કેસ અને આગામી 24 મહિનામાં નિવૃત્ત થનારા કર્મચારીઓના પેન્શન કેસ તૈયાર કરવા સૂચના અપાઈ. નવા કર્મચારીઓના પગાર ફિક્સેશન, સરકારી લેણાંની વસૂલાત અને ત્રણ મહિનાથી વધુ સમયથી પડતર અરજીઓનો ઝડપથી નિકાલ કરવા પણ જણાવાયું.જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે પશુ રસીકરણ કેમ્પ યોજવા અને જિલ્લા પંચાયતના તમામ વિભાગોને સંકલનથી કામ કરવા કહ્યું. ‘સ્વામિત્વ યોજના’ હેઠળ ગામતળમાં રહેણાંક માટે નંબર 2ની જગ્યાએ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ આપવાની જોગવાઈ અને આલીદ્રા ગામના નવા-જૂના સર્વે નંબર સહિતના મુદ્દા બેઠકમાં રજૂ થયા.કલેક્ટરે જનપ્રતિનિધિઓના પ્રશ્નો પર સંબંધિત વિભાગના અધિકારીઓને ઝડપથી ઉકેલ લાવવા માર્ગદર્શન આપ્યું. બેઠકમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, પ્રાંત અધિકારીઓ અજય શામળા અને જે.વી. કાકડિયા સહિત માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, આરોગ્ય, શિક્ષણ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    ભુજના સાહિલ અજડીયાને પાસા હેઠળ અટકાવ્યો:28 જેટલા ગુનાઓ અને ફરિયાદોના આધારે સુરતની લાજપોર જેલમાં મોકલાયો
    Next Article
    "Traditions Won't Be Compromised": Amit Shah To Arunachal Dam Protestors

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment