Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીને ધમકાવી ખંડણી પડાવનાર કલ્પેશ ઉર્ફે ભોડી ભરવાડનું રિકન્સ્ટ્રક્શન:સરદારનગરમાં ગેસ એજન્સી સંચાલકને છરી બતાવી ખંડણી પડાવનાર આરોપીનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન, પોલીસે ઉઠક-બેઠક કરાવી

    7 घंटे पहले

    કાયદેસરના પૈસા માંગવાની દાઝમાં વેપારી પાસેથી રૂ. 4 લાખ પડાવનાર ‘ભોડી’ ભરવાડ ઝડપાયો ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં ગેસ એજન્સી ચલાવતા એક વેપારી પાસેથી કાયદેસર રીતે ગેસના બાટલાના પૈસા લેવાની દાઝ રાખી, માથાભારે શખ્સે ગળે છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી કટકે-કટકે રૂ.4 લાખની ખંડણી વસૂલી હતી, આ અંગે વેપારીએ ભરતનગર પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાંથી પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા જેમાંથી મુખ્ય આરોપી કલ્પેશ ઉર્ફે ભોડી ભરવાડ ને ઘટનાસ્થળે લાવી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, કલ્પેશને ઉઠક બેઠક કરાવી હતી, કનેક્શન ન હોવા છતાં ધમકી આપી બાટલો મંગાવ્યો આ બનાવ અંગે ભરતનગર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના હિલડ્રાઇવ વિસ્તારમાં રહેતા અને સરદારનગર સર્કલ પાસે ઇન્ડિયન ઓઇલની ગેસ એજન્સી ચલાવતા જીતેન્દ્રભાઈ મનુભાઈ વ્યાસ ઉં.વ.50એ ફરિયાદ નોંધાવી હતી કે,ગત તા.3/10 ના રોજ માલધારી સોસાયટીમાં રહેતા કલ્પેશ ઉર્ફે ભોડી ભોપાભાઈ ભરવાડે ફોન કરી તાત્કાલિક ગેસનો બાટલો માંગ્યો હતો. કનેક્શન ન હોવા છતાં ધમકી આપી બાટલો મંગાવ્યો હતો, જેના એજન્સીના નિયમ મુજબ રૂ.950 લેવામાં આવ્યા હતા. ગળે છરી મૂકી રૂ.4 લાખ પડાવ્યા મારા માણસ પાસેથી પૈસા કેમ લીધા તેમ કહી આરોપી ભોડી ભરવાડે બીજા દિવસે તા.4/10 વેપારીને ધમકાવીને બોલાવ્યા હતા અને એક્ટિવા પર બેસી અધેવાડા નજીક અવાવરું જગ્યાએ લઈ જઈ ગળે છરી મૂકી રૂ.1 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ મોબાઈલ તૂટી ગયો હોવાનું બહાનું કાઢી બીજા દિવસે વધુ રૂ.50 હજાર પડાવી લીધા હતા., થોડા દિવસ બાદ ફરી ગેસના બાટલાના રૂ.1000 લેવાની દાઝ રાખી આરોપીએ રૂ.5 લાખની માંગણી કરી હતી અને સમાધાન પેટે સ્મશાનમાં આવેલા મંદિરે સમ ખવડાવી વધુ રૂ.2.50 લાખ મળી દોઢ લાખ રોકડા અને એક લાખ રિક્ષાચાલક મારફતે પડાવી કુલ રૂ.4 લાખની ખંડણી વસૂલી હતી. ઘરે આવીને જાનથી મારી નાખવાની ધમકી સતત ઉઘરાણી અને ત્રાસથી કંટાળી વેપારીએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. જેથી ઉશ્કેરાયેલા આરોપી કલ્પેશ ઉર્ફે ભોડી ભરવાડ ગત તા.1/11 ના રોજ બે અજાણ્યા શખ્સો સાથે વેપારીના ઘરે ઘૂસી ગયો હતો અને ગાળો આપી પોલીસને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આરોપી માથાભારે હોવાથી વેપારી ડરી ગયા હતા, પરંતુ પરિવારજનોએ હિંમત આપતા અંતે જીતેન્દ્ર વ્યાસે કલ્પેશ ઉર્ફે ભોડી ભરવાડ અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે આધારે પોલીસે કલ્પેશ ઉર્ફે ભોડી ભરવાડ તથા પરેશ ઉર્ફે પરુ જગદીશભાઈ મુલચંદાણી ને ઝડપી લીધા હતા જ્યારે હજુ એક અજાણ્યા શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મેટાની ઓફિસ પર લખ્યું ‘RSSનો દીકરો મેટા’:યુથ કોંગ્રેસ નેતાઓના એકાઉન્ટ સસ્પેન્ડ કરતાં મુંબઈ-હૈદરાબાદ સહિત 3 શહેરોની મેટા ઓફિસમાં તોડફોડ-હોબાળો
    Next Article
    Delhi's Air Quality Better This Year Than In Last 10 Years: Rekha Gupta

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment