Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનિલ કપૂર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા:પેરિસમાં ઘર જેવો અનુભવ કરાવવા બદલ આભાર માન્યો, ભારત આવવાનું આમંત્રણ આપ્યું

    1 day ago

    બોલિવૂડ એક્ટર અનિલ કપૂરે તાજેતરમાં પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી. અનિલ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ મુલાકાતની તસવીરો શેર કરીને માહિતી આપી છે. અનિલ કપૂરે જણાવ્યું કે, આ દરમિયાન બંનેએ કલા, સંસ્કૃતિ, સિનેમા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઊર્જા અને આર્કિટેક્ચર જેવા વિષયો પર વાતચીત કરી. એક્ટરે રાષ્ટ્રપતિ મેક્રોનના કાર્યાલયમાં આવેલી નેપોલિયનના સમયગાળાની ઐતિહાસિક કલાકૃતિઓ પણ જોઈ. અનિલ કપૂરે પેરિસમાં ઉષ્માભર્યા સ્વાગત માટે મેક્રોનનો આભાર માન્યો અને તેમને ફરીથી ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું. જુઓ મુલાકાતની તસવીરો... ભારતમાં થયેલી પહેલી મુલાકાતને યાદ કરી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં અનિલ કપૂરે રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની પોતાની જૂની મુલાકાતને પણ યાદ કરી. તેમણે લખ્યું, 'જ્યારે હું પહેલી વાર ભારતમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યો હતો, ત્યારે અમારી વાતચીત એટલી સ્વાભાવિક રહી કે એવું લાગ્યું જાણે અમે વર્ષોથી એકબીજાને ઓળખતા હોઈએ. પેરિસમાં તેમને ફરી મળીને એ જ હૂંફનો અનુભવ થયો.' અનિલ કપૂરે આગળ જણાવ્યું કે, 'ઇતિહાસના પાઠથી લઈને આવનારી પેઢીઓના ભવિષ્ય સુધી, આ વાતચીત અત્યંત અર્થપૂર્ણ રહી.' પોસ્ટના અંતમાં તેમણે પોતાના ભત્રીજા અને પોતાને પેરિસમાં ઘર જેવું અનુભવ કરાવવા બદલ મેક્રોનનો આભાર માન્યો. ઇટાલીના પ્રખ્યાત રેસ્ટોરન્ટે પણ તસવીરો શેર કરી બીજી તરફ, યુરોપ પ્રવાસ દરમિયાન ઇટાલીના ફ્લોરેન્સ સ્થિત પ્રખ્યાત રેસ્ટોરન્ટ 'લા જિઓસ્ટ્રા' (La Giostra)ના હોસ્ટ સોલ્દાનો કુન્ઝ ડી'અસબર્ગો લોરેનાએ પણ ઇન્સ્ટાગ્રામ પર અનિલ કપૂર સાથેની એક તસવીર શેર કરી. હોસ્ટે લખ્યું કે, જ્યારે બોલિવૂડનો ગ્લેમર ફ્લોરેન્સની આત્મા સાથે મળે છે, ત્યારે ભારતીય સિનેમાના દિગ્ગજોની સાથેની આ સાંજ ખૂબ જ ખાસ બની જાય છે. સ્પાઈ યુનિવર્સની ફિલ્મ 'આલ્ફા'માં જોવા મળ્યા હતા વર્કફ્રન્ટની વાત કરીએ તો અનિલ કપૂર છેલ્લે આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'આલ્ફા'માં જોવા મળ્યા હતા. શિવ રવૈલના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના સ્પાઈ યુનિવર્સની પહેલી ફીમેલ-લીડ ફિલ્મ છે. આ એક્શન થ્રિલરમાં અનિલ કપૂરે 'રૉ' ચીફ લેફ્ટનન્ટ કર્નલ વિક્રાંત કૌલની ભૂમિકા ભજવી હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી.
    Click here to Read More
    Previous Article
    Indian Man Falls In Love With England's Village: "No Noise, No Show Off"
    Next Article
    ઈરાને કહ્યું- યુરેનિયમ દેશની બહાર જવા નહીં દઈએ:અમેરિકા ખાતરી આપે કે સમજૂતી બાદ હુમલો નહીં થાય; ટ્રમ્પે કહ્યું- પરમાણુ હથિયારો નહીં બનાવવા દઉં

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment