Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રંગેચંગે નીકળ્યો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો:દેવ ઉઠી અગીયારસના પાવન દિવસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો, શુભ કાર્યોની આજથી શરૂઆત થશે

    2 दिन पहले

    દર વર્ષની પરંપરા પ્રમાણે આજે દેવ ઉઠી અગીયારસના પાવન દિવસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. શહેરના એમ.જી. રોડ પર આવેલા પ્રસિદ્ધ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો ભવ્ય વરઘોડો રાજમાર્ગો પર નીકળતા ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. વર્ષોની પરંપરા અનુસાર ગાયકવાડ પરિવાર વિઠ્ઠલનાથજી ભગવાનનું પૂજન અને આરતી બાદ વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું હતું . રાજકીય અગ્રણીઓ સહિત શહેરીજનો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો સાંજે નિજ મંદિરે પરત ફરતા રાત્રે 11 વાગ્યે દરમિયાન તેમના તુલસીજી સાથે લગ્ન થશે. લગ્ન બાદ રાત્રે 12 વાગ્યા દરમિયાન ચાંલ્લા વિધિ થશે. જેમાં ભક્તો મોડી રાત સુધી લાઈનમાં ઉભા રહીને વિઠ્ઠલનાથજી અને તુલસીજીને તિલક કરશે. વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના સોના-ચાંદીની પાલખીઓમાં બેસાડી પાલખી યાત્રા નીકળવાના આવી હતી. ચાતુર્માસ દરમિયાન ભગવાન સુપ્ત હોવાથી લગ્ન, મુહૂર્ત, મુંડન અને સ્થાપના જેવા તમામ માંગલિક કાર્યો પર વિરામ હોય છે. દેવઉઠી એકાદશીએ ભગવાન જાગૃત થતા આ તમામ કાર્યો ફરીથી શરૂ થાય છે. આજના દિવસે માંગલિક કાર્યોમાં પુનઃ આરંભ થયો છે. વિવિધ આરતીઓનો સમય - મંગળા આરતી: સવારે 3 વાગે - શૃંગાર આરતી: સવારે 7 વાગે - રાજભોગ આરતી:સવારે 8 વાગે - વરઘોડાની આરતી: સવારે 9 વાગે - શયન આરતી: રાત્રે 8 વાગે વરઘોડાનો રૂટ વરઘોડો માંડવીથી નીકળી લહેરીપુરા ગેટ, ન્યાયમંદિર, રાવપુરા ટાવર, કોઠી ચાર રસ્તા, આરાધના સિનેમાથી કામનાથ સ્મશાન પાસે આવેલા શ્રીમંત ગહિનાબાઈ બાગ, લીંબુવાડી પહોંચશે.જ્યાં શ્રી ગહિનાબાઈ મહાદેવ અને શ્રી હરિની ભેટ થશે. બપોરે 1 વાગે આરતી થયા બાદ 2 વાગે વરઘોડો બહુચરાજી રોડથી નાગરવાડા, ઘી કાંટા ટાવર, આરાધના થિયેટર થઈ જ્યુબિલીબાગ, લહેરીપુરા, ન્યાયમંદિર થઈને સાંજે 5 કલાકે વિઠ્ઠલનાથજી મંદિર પરત પહોંચશે. મંદિરમાં રાત્રે 10 થી 12 વાગ્યા દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ મુજબ તુલસી વિવાહનું આયોજન થશે.
    Click here to Read More
    Previous Article
    લીલી પરિક્રમા વચ્ચે જૂનાગઢના વિસાવદરમાં સિંહણે ખેડૂતને ફાડી ખાધો:રબારીકા ગામમાં ખેતરમાં હુમલો કરતા મોત, વન વિભાગે પાંજરા ગોઠવ્યા
    Next Article
    The Vvaan, Ye Prem Mol Liya To Maatrubhumi: Why Bollywood Is Finally Warming Up To Bihar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment