Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુભાષનગરના યુવકને ધાકધમકી આપી શખસે એક હજાર પડાવ્યા:એક્ટીવા અને સોસાયટીના કેમેરાની તોડફોડ કરી, શખ્સ સામે ફરિયાદ

    6 घंटे पहले

    ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા યુવકના પત્નીએ શખસના પુત્ર સામે ફરીયાદ દાખલ કરાવી હતી જે ફરિયાદની દાઝ રાખી શખ્સે ફરીયાદમાં વકીલ ખર્ચ થયાનું કહી યુવક પાસે બળજબરીથી રૂા.પાંચ હજારની માંગણી કરી એક હજાર પડાવી લઈ યુવક અને તેના પિતાને ધાક ધમકી આપી શખસે એક્ટીવા અને સોસાયટીના કેમેરા તોડી નાખી નુક્સાન પહોંચાડ્યુ હતું. બનાવ અંગે ઘોઘારોડ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારી નાંખવાની ધમકી આપી બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા 50 વારીયામાં રહેતા અમિતભાઈ જેન્તીભાઈ પુરોહીતે ઘોઘારોડ પોલીસ મથકમાં ભરત નાનજીભાઈ બારૈયા (રે. સ્મશાન પાસે, સુભાષનગર) સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેની પત્નીએ ભરત બારૈયાના દીકરા સામે અગાઉ ફરીયાદ કરી હતી જે વાતની દાઝ રાખી ભરતને તેઓને ફોન કરી બિભત્સ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેના પિતાને રસ્તામાં રોકી તેના પત્નિીએ કરેલી ફરીયાદના લીધે તેને થયેલ વકીલનો ખર્ચ પેટે રૂા. પાંચ હજાર બળજબરીથી માંગીને ધોકો ઉગામી મારી નાખવાની બીક બતાવી રૂા.એક હજાર કઢાવી લીધા હતા બાદ રૂા. ચાર હજાર બે દિવસમાં નહી આપીએ તો તેને તેમજ તેના પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ શખ્સે તેના એક્ટીવા અને આવાસ યોજનાના કેમેરાની તોડફોડ કરી અંદાજિત 30 હજારનું નુકસાન પહોંચાડયુ હતું. જે તોડફોડનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જે ફરીયાદ અનુસંધાને પોલીસે શખસ સામે BNS એક્ટ 308(4), 308(5), 352, 351(3), 324(2), 126(2), તેમજ જીપી એક્ટ 135, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    સિરિયલ લૂંટના આરોપીને PIએ પગમાં ગોળી ધરબી:સુરતમાં 45 મિનિટમાં 5 લૂંટ, કોન્સ્ટેબલના પેટમાં ચપ્પુ હુલાવી પરવેઝ અંસારી ભાગ્યો'તો, લિંબાયતમાં 6 મહિનામાં બીજુ હાફ એન્કાઉન્ટર
    Next Article
    મોંઘવારી મુદ્દે સુરત આપનું વિરોધ પ્રદર્શન:દૂધ અને જીવનજરૂરી ચીજોના ભાવવધારા મુદ્દે કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર અને આવેદનપત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment