Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર પરિક્રમા પ્રારંભ ભવનાથ અંબાજી મંદિર ભક્તોની ભારે ભીડ:ભવનાથ ક્ષેત્રમાં વહેલા પહોંચેલા પરિક્રમાર્થીઓ ગિરનાર પર્વત પહોંચ્યા, અંબાજી મંદિર પરિસર ખાતે ભાવિકોનો જમાવડો,

    8 hours ago

    ​જૂનાગઢના ગિરનાર પર્વત પર આજરોજ વહેલી સવારથી જ લીલી પરિક્રમાનો અદભૂત અને ભક્તિમય માહોલ જામી ગયો છે. વહીવટી તંત્ર દ્વારા આ પરિક્રમાનો વિધિવત પ્રારંભ આજ રાતથી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ શ્રદ્ધાળુઓના અપાર ઉત્સાહ અને ભક્તિભાવને કારણે ગત રાત્રિથી જ હજારોની સંખ્યામાં ભાવિકો ભવનાથ તળેટી ખાતે ઉમટી પડ્યા હતા. ભવનાથ ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત વધતા અને ભીડનું દબાણ સર્જાતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અંતર્ગત પરિક્રમાના પ્રવેશદ્વાર એવા ઇટવા ગેટને આજે વહેલી સવારે છ વાગ્યે જ ભાવિકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. ​સવારે છ વાગ્યે ગેટ ખુલતાની સાથે જ રાત્રિના સમયથી રાહ જોઈને બેઠેલા હજારો પરિક્રમાર્થીઓમાં આનંદની લહેર ફરી વળી હતી અને 'જય ગિરનારી'ના ગગનભેદી નાદ સાથે ભક્તોએ પરિક્રમાના રૂટ તરફ પ્રયાણ કર્યું હતું. ભવનાથ તળેટીમાં બહુ મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓમાંથી ઘણા પરિક્રમાર્થીઓ સીધા ગિરનાર પર્વતના પગથિયાં ચડીને પર્વત ઉપર પહોંચ્યા હતા. ગિરનાર પર્વત પર આવેલા સુપ્રસિદ્ધ માં અંબાજી મંદિર પરિસર ખાતે આજે વહેલી સવારથી જ હૈયે હૈયું દળાય તેટલી વિશાળ માનવમેદની જોવા મળી રહી છે. ​અંબાજી મંદિર પરિસરના સામે આવેલા દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મંદિરના પ્રાંગણમાં અને પગથિયાં પર ભાવિકોનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. પર્વત પર પહોંચેલા શ્રદ્ધાળુઓએ અત્યંત શ્રદ્ધાપૂર્વક માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો આગળ વધીને ભગવાન દત્તાત્રેયના શિખર પર પણ દર્શનાર્થે પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર ગિરનાર પર્વત ભક્તિના રંગે રંગાઈ ગયો છે. ​સમગ્ર ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર પર્વત પર વહેલી સવારથી જ પરિક્રમાનો માહોલ પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે. રાજ્યભરમાંથી અને દેશના અન્ય ખૂણેથી આવેલા શ્રદ્ધાળુઓના કારણે જૂનાગઢના માર્ગો અને તળેટી વિસ્તાર ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ વહેલી સવારથી ગેટ ખોલવામાં આવ્યા બાદ સમગ્ર રૂટ પર અને મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા તેમજ ભીડ નિયંત્રણ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભક્તોની અપાર શ્રદ્ધા અને ઉત્સાહના કારણે ગિરનારની પાવન ભૂમિ પર આજ વહેલી સવારથી જ એક અલૌકિક ધાર્મિક ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ-અમરેલીમાં અકસ્માતમાં 6ના મોત, 52 ઘાયલ:ધોરાજીથી સુરત જાન લઈને જતી લક્ઝરી ટેન્કર સાથે ટકરાઈ, સ્ટેટ હાઈવે પર બાઇક સાથેના એક્સિડન્ટમાં એસટી ખાડામાં ઉતરી
    Next Article
    Top Court Dismisses Tamil Nadu Pleas For Cauvery Water Release From Karnataka

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment