Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના શહેરીજનો માટે ડિજિટલ સુવિધા:હવે મિલકતવેરાનું બિલ 'ડિજીલોકર'માં સુરક્ષિત રાખી શકાશે,સંપૂર્ણપણે માન્ય ગણવામાં આવશે

    6 hours ago

    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધામાં વધારો કરતો એક મહત્વપૂર્ણ ડિજિટલ નિર્ણય લેવામાં આવ્યો છે હવે નાગરિકો પોતાના મિલકતવેરા (પ્રોપર્ટી ટેક્સ) બિલને ભારત સરકારની 'ડિજીલોકર' એપમાં ઈલેક્ટ્રોનિક સ્વરૂપે સુરક્ષિત રાખી શકશે. મહાનગરપાલિકાના કોમ્પ્યુટર વિભાગ દ્વારા મિલકત કરની ઓનલાઈન સિસ્ટમને ડિજીલોકર સાથે જોડવામાં ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે. આ સુવિધા શરૂ થવાથી મિલકતધારકો પોતાનું હાલનું બિલ ડિજીલોકરમાં સંગ્રહ કરી શકશે અને જરૂર પડ્યે ગમે ત્યાં ડિજિટલ સ્વરૂપે રજૂ કરી શકશે. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ડિજીલોકર મારફત રજૂ કરવામાં આવેલું 'મિલકત વેરા બિલ' સંપૂર્ણપણે માન્ય ગણવામાં આવશે. જેથી શહેરીજનોને પોતાના બિલ ડિજીલોકરમાં સાચવવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ડિજીલોકરમાં મિલકતવેરાનું બિલ કેવી રીતે સાચવવું? 1.સૌપ્રથમ તમારા મોબાઈલમાં DigiLocker એપમાં લોગઈન કરો. 2.એપના સર્ચ બોક્સ (Search Box) માં Bhavnagar Municipal Corporation ટાઈપ કરીને સર્ચ કરો. 3.ત્યારબાદ ઉપલબ્ધ વિકલ્પોમાંથી "Property Related Document" નો વિકલ્પ પસંદ કરો. હવે ડોક્યુમેન્ટ ટાઈપમાં Property Tax Bill સિલેક્ટ કરો. 4.તમારી મિલકતનો 14 આંકડાનો એસેસમેન્ટ કી નંબર (Assessment Key) દાખલ કરી 'Get Document' પર ક્લિક કરવાથી તમારું બિલ ડિજીલોકરમાં સેવ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    ગિરનારની 'લીલી પરિક્રમા' વહેલી શરૂ, બે લાખથી વધુ શ્રદ્ધાળુ રવાના:ભારે ભીડને પગલે વિધિવત મુહૂર્ત પહેલાં જ ઈટવા ગેટ ખોલી દેવાયો, રાતે સાધુ-સંતો પ્રારંભ કરાવશે
    Next Article
    पायलट पिता को देख बेटी ने भी लगाए पंख, NDA में 11वीं रैंक हासिल कर एयरफोर्स ज्वाइन करेगी लखनऊ की सुमीरा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment