Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાજલી ગામે ચાર બકરાંનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાયો:વેરાવળમાં સુમરા રહીમ સિલારની વાડીએ હુમલો; વન વિભાગે પકડ્યા બાદ સિમર એનિમલ કેર સેન્ટરમાં મોકલ્યો

    7 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં માનવ વસાહત અને વાડી વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવરજવર વચ્ચે વેરાવળ તાલુકાના કાજલી ગામે ચાર બકરાંનો શિકાર કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે. વાડીમાં દીપડાએ ચાર બકરાંનો શિકાર કરતાં પશુપાલકને મોટું નુકસાન થયું હતું. જોકે, વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરી પાંજરું ગોઠવતાં દીપડો પકડાઈ જતાં સ્થાનિક સ્તરે રાહત જોવા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વેરાવળ તાલુકાના કાજલી ગામે રહેતા સુમરા રહીમ સિલારની વાડીએ ગત રાત્રિના સમયે દીપડો આવી ચઢ્યો હતો. દીપડાએ વાડીમાં બાંધેલા ચાર બકરાં પર હુમલો કરી તેમનો શિકાર કર્યો હતો. એકસાથે ચાર બકરાંનો શિકાર થતાં વાડી માલિકને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાને પગલે વાડી માલિક દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને ઘટનાસ્થળે પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી. વાડી વિસ્તારમાં દીપડાની હાજરી અને ફરીથી પશુઓ પર હુમલો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા સ્થળ પર પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગની આ કામગીરી સફળ રહી હતી અને આજે જ દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો. પાંજરે પુરાયેલા દીપડાની તપાસ દરમિયાન તે અંદાજે ત્રણથી પાંચ વર્ષનો નર દીપડો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ વન વિભાગની ટીમ દ્વારા દીપડાનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને તેને વધુ દેખરેખ તથા સંભાળ માટે સિમર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ સમગ્ર રેસ્ક્યૂ કામગીરી વનપાલ એલ.પી. વરુ, વનરક્ષક ડી.બી. ચૌધરી તથા ટ્રેકર ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. વન વિભાગની ટીમે સમયસર કાર્યવાહી કરી દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. કાજલી ગામની વાડીએ ચાર બકરાંનો શિકાર કરનાર દીપડો પકડાઈ જતાં વાડી માલિક સહિત આસપાસના વિસ્તારમાં રાહતની લાગણી ફેલાઈ છે. વન્યજીવ અને માનવ વસાહત વચ્ચેના સંઘર્ષના બનાવો સામે વન વિભાગની ત્વરિત કામગીરી મહત્ત્વપૂર્ણ બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં નિખિલ ગુપ્તાની સજા અંગે આજે સુનાવણી:આતંકવાદી પન્નૂની હત્યાના કાવતરાનો આરોપ; કોર્ટમાં હાજર રહેશે ખાલિસ્તાની આતંકવાદી
    Next Article
    Ramayana Box Office Collection Day 15: Film To Become Second Fastest To Enter Rs 650 Crore Hindi Net Club

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment