Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનિયાએ કહ્યું- દેશની વાસ્તવિક તાકાત તેના લોકો:ઇન્દિરા ગાંધી માનતા હતા કે શાંતિ, સ્વતંત્રતા અને વિકાસ એકબીજા સાથે જોડાયેલા છે, તેના લાભ ગરીબો સુધી પહોંચવા જોઈએ

    6 hours ago

    કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, દેશની વાસ્તવિક શક્તિ તેના લોકો હોય છે. ઇન્દિરા ગાંધી માનતાં હતાં કે, શાંતિ, સ્વતંત્રતા અને વિકાસ એકબીજા સાથે જોડાયેલા છે અને તેનો લાભ ગરીબ તથા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવો જોઈએ. સોનિયા ગુરુવારે દિલ્હીમાં 2025ના ઇન્દિરા ગાંધી શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કાર સમારોહમાં સંબોધન કરી રહ્યાં હતાં. તેમણે મોઝામ્બિકની માનવાધિકાર કાર્યકર અને સમાજસેવિકા ગ્રાસા માશેલને આ પુરસ્કાર એનાયત કર્યો. આ સમારોહ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જયંતીના અવસરે યોજાયો હતો. સોનિયાએ કહ્યું કે, ગ્રાસા માશેલનું જીવન અને કાર્ય ઇન્દિરા ગાંધીના વિચારોને દર્શાવે છે. તેમણે મોઝામ્બિકના સ્વતંત્રતા સંગ્રામથી લઈને મહિલાઓ અને બાળકોના અધિકારો માટે કામ કર્યું છે. સોનિયા બોલ્યાં- શાંતિનો અર્થ માત્ર સંઘર્ષનો અંત આવવો નથી સોનિયા ગાંધીએ કહ્યું કે, ગ્રાસા માશેલના કામનાં પરિણામો આજે પણ માનવતાવાદી સહાય સાથે જોડાયેલા અભિયાનો માટે માર્ગદર્શક છે. શાંતિનો અર્થ માત્ર સંઘર્ષ કે લડાઈનો અંત આવવો નથી. તેનાથી પ્રભાવિત સમુદાયોને ફરીથી પોતાનું જીવન ઊભું કરવા અને ભવિષ્ય તરફ આગળ વધવાની તક પણ મળવી જોઈએ. સોનિયાએ કહ્યું કે, ઇન્દિરા ગાંધી અને ગ્રાસા માશેલ બંને માનતાં હતાં કે લોકો પોતાનું ભવિષ્ય જાતે નક્કી કરવાની શક્તિ ધરાવે છે. તેમના જીવનમાંથી શીખવા મળે છે કે નેતૃત્વનો અર્થ અન્યાયને પડકારવાની હિંમત અને પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા છે. તેમણે કહ્યું કે, ગ્રાસા માશેલનું જીવન હિંમત, સંવેદના અને સેવાનું ઉદાહરણ છે. ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ તરફથી સોનિયાએ તેમને અભિનંદન પાઠવ્યા અને તેમના કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો. તેમણે આશા વ્યક્ત કરી કે, માશેલનું ઉદાહરણ એવી દુનિયા બનાવવા માટે પ્રેરણા આપશે, જ્યાં દરેક બાળક, દરેક મહિલા અને દરેક સમુદાય સન્માન, તકો અને આશા સાથે જીવી શકે. ----------------------------- આ સમાચાર પણ વાંચો… સોનિયા બોલ્યાં- રાજીવ રહ્યા નહીં ત્યારે હું તૂટી ગઈ હતી:રાહુલ-પ્રિયંકાએ મને સંભાળી, તેઓ જ મારા માતા-પિતા બની ગયા હતા; મને ઇન્દિરાજીથી ડર લાગતો હતો સોનિયા ગાંધીની પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’નું સોમવારે દિલ્હીમાં લોન્ચિંગ કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં સોનિયાના જીવન પરની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી, જેને જોઈને તેઓ ભાવુક થઈ ગયાં. આ દરમિયાન તેમણે કહ્યું- રાજીવ ગાંધી રહ્યા ન રહ્યા ત્યારે હું તૂટી ગઈ હતી. રાહુલ-પ્રિયંકાએ મને સંભાળી, તેઓ જ મારા માતા-પિતા બની ગયાં હતાં. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Turkish Court Bars Jailed Istanbul Mayor From Presidential Election: Report
    Next Article
    Dhanush's OM Surpasses Raayan In Advance Bookings, Eyes His Biggest Opening

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment