Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવિકોની ભીડ વચ્ચે ગેટ વહેલો ખૂલે તેવી શક્યતા:ગિરનાર પરિક્રમા પૂર્વે ગેટ નજીક ભારે ઘસારો: ભારે ભાવિકોની ભીડ વચ્ચે ગેટ વહેલો ખોલવા માંગ.

    6 hours ago

    ​જૂનાગઢના ગિરનાર જંગલમાં યોજાતી 36 કિલોમીટરની પરિક્રમા આવતીકાલે મોડી રાત્રે વિધિવત શરૂ થવાની છે, પરંતુ હાલ પરિક્રમાના ગેટ નજીક બહોળી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. લોકોની માંગ છે કે વહેલી તકે ગેટ ખોલી અંદર પ્રવેશ અપાય, જ્યારે તંત્રના નિર્ણય મુજબ ગેટ વિધિવત સમયે જ ખુલશે તેવી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યો અને દેશ-વિદેશથી યાત્રાળુઓ પુણ્યનું ભાથું બાંધવા આવી રહ્યા છે અને ભીડ સતત વધી રહી છે. ત્યારે આવતીકાલે ગેટ વહેલો ખૂલે તેવી શક્યતા સેવાઈ રહી છે. ​દેવભૂમિ દ્વારકાથી આવેલા કરશનભાઈએ જણાવ્યું હતું કે વહેલો ગેટ ખોલે તો સારું, કારણ કે બહોળી પબ્લિકને રહેવાની કે સૂવાની કોઈ સુવિધા નથી. તેમના મતે આટલી મોટી ભીડ વચ્ચે સુવિધાના અભાવે ગેટ વહેલો ખોલવામાં આવે તો યાત્રાળુઓને રાહત મળે. ​જામનગરથી આવેલા યાત્રાળુ જયદીપ મકવાણાએ જણાવ્યું હતું કે તેઓ મિત્ર મંડળ સાથે ગિરનાર પરિક્રમામાં પુણ્યનું ભાથું બાંધવા આવ્યા છે અને કાલ સવારથી ભવનાથમાં છે. તેમના જણાવ્યા મુજબ ભવનાથની તમામ હોટલો અને ધર્મશાળાઓ પેક છે તથા મેઈન ગેટથી ઈટવા ઘોડી સહિતના વિસ્તારોમાં એટલી ભીડ ઉમટી છે કે સૂવા-બેસવાની સગવડ નથી. તેમણે નમ્ર અપીલ કરી હતી કે પરિક્રમાનો ગેટ કે ઈટવા ગેટ આજે રાત્રે 12 વાગ્યે અથવા કાલ વહેલી સવારે ખોલી નાખવામાં આવે તો ભક્તોને તકલીફ ન પડે. ​જયદીપ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ઓછા વરસાદને કારણે જંગલમાં પાણીની તકલીફ હોવાનું જાણવા મળ્યું છે, આથી લોકો સ્ટેપ બાય સ્ટેપ અંદર જાય તો ભક્તોને તકલીફ ન પડે અને તંત્રને સંકલન તથા વ્યવસ્થા જાળવવામાં સરળતા રહે. તેમણે ઉમેર્યું હતું કે તેમની આ 11મી પરિક્રમા છે અને 2025માં અતિ વરસાદથી પરિક્રમા થઈ શકી નહોતી, જ્યારે 2024માં દશમને દિવસે સવારે અને 2023માં નોમના દિવસે મધ્યરાત્રિએ ગેટ ખુલ્યો હતો, તેથી પોલીસ અને કલેક્ટર તંત્રને આજે મધ્યરાત્રિએ કે વહેલી સવારે ઈટવા ગેટ ખોલી ભક્તોને જવા દેવા અપીલ કરી છે. ​થાનગઢથી આવેલા વસંતબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે અહીં આવીને ઘણી પરેશાની દેખાય છે અને ચાર-પાંચ કલાકથી વેટિંગમાં બેઠા હોવા છતાં ગેટ ખોલતા નથી. તેમના મતે છ-સાત વર્ષમાં ક્યારેય આવું બન્યું નથી, વડીલો સહિત ભક્તો ખાધા-પીધા વગર રાહ જોઈને પરેશાન છે. તેમણે કલેક્ટર સહિતને દરવાજો ખોલવા વિનંતી કરતા કહ્યું કે 19-20ની રાત્રે ગેટ ખોલવાની તંત્રની જાહેરાત બાદ આવતીકાલની વાત કહેવાય તો આટલી પબ્લિક ક્યાં જાય અને કેટલી હેરાન થાય. ​થાનગઢ, સુરેન્દ્રનગરથી ગીતાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે દર વખતે નોમના દિવસે પરિક્રમા ખુલે છે, આજે દશમથી હજી ખુલ્યું નથી અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટમાં આશરે 20 થી 25 લાખ પબ્લિક હેરાન થાય છે. તેમણે કહ્યું કે કર્મચારીઓ અને જૂનાગઢવાસીઓ સહિત બધા પરેશાન છે, તેથી રાતના 12 વાગ્યે ગેટ ખોલી પરિક્રમા ચાલુ થાય તેવી સૌની ઈચ્છા છે.
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi at University of Chicago: पाकिस्तानी छात्र को राहुल गांधी का जवाब। Rahul to Pak student
    Next Article
    Turkish Court Bars Jailed Istanbul Mayor From Presidential Election: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment