Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહે કહ્યું- કાશ્મીર હવે સ્થાનિક આતંકવાદીઓથી મુક્ત:દેશમાંથી આતંકવાદ-ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ખતમ કરી દઈશું, ભાગેડુ ગુનેગારોને ભારત લાવવું જરૂરી

    11 hours ago

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જણાવ્યું કે, કાશ્મીર હવે સ્થાનિક સ્તરે ભરતી કરાયેલા આતંકવાદીઓથી મુક્ત થઈ ગયું છે. શાહે આ વાત નવી દિલ્હીમાં આયોજિત આતંકવાદ વિરોધી સંમેલનમાં કહી હતી. શાહે એમ પણ કહ્યું કે, દેશમાંથી આતંકવાદ, સંગઠિત ગુનાખોરી અને ડ્રગ્સ સંબંધિત સમસ્યાઓને ખતમ કરી દઈશું. જે ગુનેગારો વિદેશ ભાગી ગયા છે, તેમને ભારત પરત લાવવા જરૂરી છે. અમે 2019થી 36 દેશોમાંથી 303 ફરાર ગુનેગારોને દેશમાં પરત લાવ્યા છીએ. બુધવારે કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોહમ્મદ લતીફ ભટને ઠાર માર્યો હતો. તેના પર 15 લાખ રૂપિયાનું ઈનામ હતું અને તે 11 નવેમ્બરે CRPF પોસ્ટ પર થયેલા હુમલામાં વોન્ટેડ હતો. આ હુમલામાં 3 જવાન ઘાયલ થયા હતા. શાહે કહ્યું- આતંકવાદી ફંડિંગ નેટવર્ક તોડવા પર ભાર શાહે કહ્યું કે, સમગ્ર આતંકવાદી ફંડિંગ નેટવર્કને તોડી પાડવું જરૂરી છે. આ માટે નાણાકીય તપાસ સાથે જોડાયેલી એજન્સીઓ સાથે વધુ સારું સંકલન બનાવવું પડશે. શાહના જણાવ્યા મુજબ, હવે દેશમાં દરેક પોલીસ સ્ટેશન સુધી આતંકવાદનો સામનો કરવાની એકસમાન વ્યૂહરચના લાગુ કરવામાં આવી રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી દેશમાં આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે. શાહે વધુમાં કહ્યું કે, 11 રાજ્યોની પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને એક જ રાતમાં PFI નેટવર્કને મોટો ઝટકો આપ્યો. આ અભિયાન સમગ્ર વિશ્વ માટે કેસ સ્ટડી બની ગયું છે. લતીફ મસ્જિદમાં છુપાયો હતો સંઘર્ષ પહેલાં જવાનોએ લતીફ ભટને વીડિયો કૉલ કરીને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. તે એક મસ્જિદમાં છુપાયો હતો. પોલીસ અધિકારીએ તેને કહ્યું, 'અમે તારી સાથે છીએ, જીવન હજુ બાકી છે.' લતીફે જવાબ આપ્યો, 'મારે અલ્લાહને મળવું છે. હું ખૂબ ખુશ છું. હું આત્મસમર્પણ નહીં કરું.' સુરક્ષાદળોના જણાવ્યા અનુસાર, લતીફે ઉમર નિસાર ડાર સાથે 11 નવેમ્બરે નૌપોરા અખરાનમાં CRPFની પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. ત્યારથી બંને ફરાર હતા. 16 નવેમ્બરે અખરાનના લારૂ વિસ્તારમાં પોલીસે બંને આતંકીઓને ઘેરી લીધા હતા. ગોળીબારમાં ઉમર માર્યો ગયો, પરંતુ લતીફ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. તેના પગમાં ગોળી વાગી હતી. ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. બે દિવસ બાદ ફરીથી તે દેવસર વિસ્તારના જાંગલપોરા ગામની એક મસ્જિદમાં છુપાયો હોવાની માહિતી મળી હતી.
    Click here to Read More
    Previous Article
    Kids Under 12 Can No Longer Use Lifts, Escalators Alone. Here's What Maharashtra's New Rule Says
    Next Article
    Charges Dismissed Against Boxer Mayweather Over Bad Check In Las Vegas

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment