Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ સ્ટે. ચેરમેનની મેયરને રજુઆત:રાજકોટનાં પંચનાથ પ્લોટમાં શ્યામલાલજી હવેલીની જગ્યામાંથી ભાડુતોનો કબ્જો છીનવી લેવા પ્રયાસનો આરોપ, મેયરે તપાસ બાદ પગલાં લેવાની ખાતરી આપી

    1 day ago

    રાજકોટ મનપાનાં પૂર્વ સ્ટે. ચેરમેન બીપીન અઢીયાએ આજે મેયર ડો. નેહલ શુક્લને રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, પંચનાથ રોડ પર આવેલી શ્યામલાલજી હવેલી ખાતે વર્ષ 1965થી પોતાની દુકાન છે. જેમાં હાલ નવા મકાનમાલિક બનેલા નિકુંજ તેમજ માધવ મહેતા જગ્યા ખાલી કરાવવા ખોટી રીતે હેરાન કરતા હોવાનો આરોપ લગાવી આ મામલે ત્વરિત પગલાં લેવાની માંગ કરી હતી. આ બાબતે મેયરે પણ તપાસ કર્યા બાદ જરૂરી પગલાં લેવા માટેની ખાતરી આપી હતી. મેયરને રજૂઆત કરતા અઢિયા પરિવારે જણાવ્યું હતું કે, અહીં અનેક પરિવારો પેઢીઓથી પોતાના વ્યવસાયો ચલાવી રહ્યા છે. જેના આધારે તમામનું ગુજરાન ચાલે છે. આ જગ્યાએ વર્ષો પહેલાથી અમારી બિપિન સોપ ફેક્ટરી આશરે 60 વર્ષથી કાર્યરત છે. આ વ્યવસાય બિપીનભાઈ અઢિયા ચલાવે છે. તેમણે છેલ્લા અનેક દાયકાઓથી સમાજ અને સમુદાયની સેવા કરી છે. સમાજ પ્રત્યેની તેમની લાંબા સમયની જાહેર સેવા છતાં અઢિયા પરિવાર હાલમાં કથિત હેરાનગતિ તથા તેમના વ્યવસાયની જગ્યામાં વારંવાર થતી દખલગીરીના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. માલતીબેન બિપીનભાઈ અઢિયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, પંચનાથ મેઈન રોડ ઉપર ભગત પેંડાવાળાની સામે અમારી દુકાન છે. 1965થી એટલે કે અંદાજે 61 વર્ષ પહેલાથી મારા સસરા સાબુનો વ્યવસાય સંભાળતા અને હવે તેમના પતિ સંભાળે છે. 5 દુકાનના ગાળા અમારી પાસે છે અને અંદર બે ભોંયરા આવેલા છે, જેની એન્ટ્રી તેમની દુકાનમાંથી જ થાય છે. એક દિવસ ખોલીને જોયું તો નવા માલિક બનેલા નિકુંજ અને માધવ મહેતાએ ત્યાં દિવાલ ચણી દીધી અને કબજો જમાવવા કોશિશ કરી હતી. અગત્યના ડોક્યુમેન્ટ, શોપના તાવડા, ચોકી, પિત્તળની ડાઈ સહિતની વસ્તુઓ ચોરાઈ ગઈ છે અને પોતાનો સામાન મૂકી ગયા છે. રોજ હેરેસમેન્ટ અને ધાકધમકી અપાય છે, જે પતિની ઉંમર પ્રમાણે સહન થઈ શકે તેમ નથી. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તે માટે મેયરને રજૂઆત કરી છે. બિપીન કાંતિલાલ અઢિયાએ જણાવ્યું હતું કે, મારી પાસે સંતાનોને આપવા માટે આ દુકાન સિવાય કશું નથી. નવા ભાડૂત બનેલા માધવ જયેશઈ મહેતા અને નિકુંજભાઈ દાદાગીરી કરે છે. વર્ષ 1965થી ચાલતી દુકાનમાં હું પ્રોપરાઈટર છું. તેમજ ઇનકમ ટેક્સ અને સોપ એક્ટનું લાયસન્સ પણ 1965થી છે અને ભાડું ભરવા તૈયાર છીએ. પરંતુ દુકાન પાસે ગેરકાયદે બાંધકામ કરી નોટિસ પણ મળી હોવા છતાં બાથરૂમ-સંડાસ બનાવાયા છે, જેનું પાણી નીચે પડે છે અને ઓફિસ ઉપર સીલિંગ-પંખા પડતા જાનહાનિ થતા સહેજમાં બચી ગયા હતા. ત્યારે આ હેરાનગતિમાંથી મુક્તિ અપાવવા મેયરને રજુઆત કરી છે. અને તેઓએ પણ જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે.
    Click here to Read More
    Previous Article
    Vodafone Idea Turns A Corner, But Citi Prefers Bharti Airtel, Hexacom; Sees Telecom Tariff Hikes Soon
    Next Article
    સીએમ ભૂપેન્દ્ર પટેલના દાહોદ પ્રવાસનો બીજો દિવસ:ગરબાડા તાલુકા પંચાયત કચેરીમાં અરજદારોને સાંભળ્યા, આંગણવાડીમાં ભૂલકાઓ સાથે ખડખડાટ હસી પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment