Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘારોડ વિસ્તારમાં પોલીસના બે અલગ-અલગ દરોડા:વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, બે ફરાર

    1 day ago

    શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની ડ્રાઈવ દરમિયાન પોલીસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ આપનાર અને અન્ય એક બુટલેગર સહિત બે શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, શીતળામાના મંદિર સામેથી એક ઝડપાયો ઘોઘારોડ પોલીસ સ્ટેશન નો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રાત્રિના સમયે ઘોઘારોડ પર આવેલા શીતળામાના મંદિર સામેના ગ્રાઉન્ડમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઉભો હોવાનું જણાતા પોલીસે તેની તલાશી લીધી હતી. તેની પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીમાંથી મધ્યપ્રદેશ બનાવટની 'લંડન પ્રાઈડ પ્રીમિયમ વ્હિસ્કી'ની એક બોટલ કિંમત રૂ.613 મળી આવી હતી. પોલીસે પંચોની હાજરીમાં બોટલ કબજે કરી કુણાલ જયમલભાઈ હડીયલ ઉં.વ.31, રહે. ગવર્મેન્ટ ક્વાર્ટર, જેલ ગ્રાઉન્ડ પાસેની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આ દારૂની બોટલ અશોક નોનવેજવાળાએ આપી હોવાની કબૂલાત કરતા પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આડોડીયાવાસમાં દરોડો, 10 ચપટા ઝડપાયા બીજા બનાવમાં પોલીસે સાંજના સમયે આડોડીયાવાસ વિસ્તારમાં રહેતા અજય ઉર્ફે ભગત મોહનભાઈ રાઠોડના કબજા ભોગવટાના છાપરામાં રેઈડ કરી હતી., દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો, પરંતુ છાપરાની તલાશી લેતા તેમાંથી '8 P.M. સ્પેશિયલ રેર વ્હિસ્કી'ના 180 એમ.એલ.ના કંપની સીલપેક 10 નંગ ચપટા કુલ કિંમત રૂ.1250 મળી આવ્યા હતા. પોલીસે મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપી અજય ઉર્ફે ભગત વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે..
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ગાંજો-ચરસ સાથે ત્રણ ઝડપાયા:ANTFએ ₹21,815નો જથ્થો જપ્ત; ચાર સામે NDPS એક્ટ હેઠળ ગુનો
    Next Article
    Video: This Is What Cardamom Looks Like Before It Reaches Your Kitchen

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment