Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ અમેરિકામાં કહ્યું - ભારતીય લોકશાહી અમારા માટે પવિત્ર:જો અમે ચૂંટણીનો બૉયકૉટ કરીશું, તો તે જ ક્ષણે ભારતીય લોકશાહીને ખતમ થઈ જશે

    11 hours ago

    રાહુલ ગાંધીએ કહ્યું, 'ભારતીય લોકશાહી અમારા માટે પવિત્ર છે. મારા માટે, ભારતીય લોકશાહીમાં કોઈ સમસ્યા છે એવું કહેવું પણ મુશ્કેલ છે. જો અમે ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય લઈશું, તો એ જ ક્ષણે ભારતીય લોકશાહી ખતમ થઈ જશે.' રાહુલે કહ્યું, 'અમે લોકશાહીને ખતમ કરવા માંગતા નથી. અમારી વ્યૂહરચના છે કે અમે લડીએ અને ભારતના લોકોને જણાવીએ કે દેશમાં શું ચાલી રહ્યું છે. વિપક્ષને ચૂંટણી પ્રક્રિયામાં ઘણું નુકસાન સહન કરવું પડ્યું છે. તેમ છતાં અમે ચૂંટણીનો બહિષ્કાર નહીં કરીએ.' રાહુલ ગાંધીએ આ વાત ગુરુવારે યુનિવર્સિટી ઑફ શિકાગોમાં પ્રોફેસર રોબર્ટ પેપ સાથે થયેલા સંવાદ દરમિયાન કહી. રાહુલ બે દિવસીય અમેરિકા પ્રવાસે છે. બુધવારે તેમણે કોલંબિયા યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાહુલની વાતચીતની 4 મોટી વાતો, કહ્યું- લોકો નિર્ભય બની પોતાની વાત રજૂ કરે 1. 'ચૂંટણી બહિષ્કારનું પગલું નથી ઉઠાવી રહ્યા: અમે જાણીજોઈને ચૂંટણી બહિષ્કારનું પગલું નથી ઉઠાવી રહ્યા અને અમને વિશ્વાસ છે. ચૂંટણી પંચ પોતે હવે અંદરથી અમને માહિતી આપી રહ્યું છે. તેથી આ માળખું ક્યારે ધરાશાયી થશે, એ માત્ર સમયની વાત છે. ચૂંટણી પંચમાં વરિષ્ઠ લોકો હવે કહી રહ્યા છે કે અમે આ વધુ કરી શકતા નથી.' 2. બિન-લોકતાંત્રિક ભારત સ્વીકાર્ય નથી: અમે બિન-લોકતાંત્રિક ભારત સ્વીકારવા માટે તૈયાર નથી. આ માત્ર કોંગ્રેસ પાર્ટીની વાત નથી. આ ભારતના મોટાભાગના લોકોની લાગણી છે. 3. લોકો નિર્ભય બનીને પોતાની વાત કહી શકે: વિપક્ષ એ સુનિશ્ચિત કરશે કે લોકોને નિર્ભય બનીને પોતાની વાત કહેવાની સૌથી મોટી શક્તિ ફરીથી બહાલ થાય. આ શક્તિ આગળ પણ ભારતની સૌથી મોટી શક્તિ બની રહેશે. અમે આ લડાઈ લડી રહ્યા છીએ અને મને એ કહેતાં આનંદ થાય છે કે અમે આ લડાઈ જીતી રહ્યા છીએ. 4. 2024ની ચૂંટણીની કાયદેસરતા પર સવાલ: 2024ની લોકસભાની ચૂંટણી પણ કાયદેસર નહોતી. 2024ની ચૂંટણીમાં મતદારો જ ગેરકાયદેસર હતા. ઘણા નકલી મતદારો હતા. આવી સ્થિતિમાં ચૂંટણી કાયદેસર કેવી રીતે હોઈ શકે? હું ફરીથી જણાવીશ કે એક બ્રાઝિલિયન મહિલા, જે ક્યારેય ભારત આવી જ નહોતી, તેણે ભારતમાં એક વિધાનસભાની ચૂંટણીમાં 23 વખત મતદાન કર્યું. રાહુલે કહ્યું- જો તમે દિલ્હીમાં રહો છો તો સમય ઓછો છે આબોહવા સંકટનો સામનો કરવા માટે ભારત પાસે કેટલો સમય છે, તેવા સવાલ પર રાહુલે મજાકિયા અંદાજમાં કહ્યું કે જો તમે દિલ્હીમાં રહેતા હો, તો તમારી પાસે સમય નથી. હું મારા ઘરમાં એર પ્યુરીફાયર (હવા સાફ કરનારાં મશીનો) લગાવી રહ્યો છું, કારણ કે મને આખો દિવસ માથાનો દુખાવો રહે છે. દિલ્હી જેવા શહેરોમાં પ્રદૂષણને કારણે જેટલા લોકો પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે, તે અત્યંત ચિંતાજનક છે. નાનાં-નાનાં બાળકોને ફેફસાંની બીમારીઓ થઈ રહી છે. લોકો કેન્સર જેવી બીમારીઓથી મૃત્યુ પામી રહ્યા છે. ઇઝરાયલ સાથે ભારતના સંબંધો અંગેના સવાલ પર તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં ઇઝરાયલમાં જે કંઈ થયું, હું તેની નિંદા કરું છું. મને લાગે છે કે તે અત્યંત ભયાનક હતું. આવું ક્યારેય થવું ન જોઈએ હતું. પરંતુ ગાઝામાં જે કંઈ થઈ રહ્યું છે, હું તેની પણ નિંદા કરું છું. કોઈ એક પક્ષની ભૂલને અવગણી શકાય નહીં. બંને પક્ષની ભૂલોની નિંદા થવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    Who Is Krishna Rao? Meet Anthropic's Quiet Power Player And His Role In Building The AI Powerhouse
    Next Article
    India vs New Zealand LIVE Score, 1st Test Day 1: Henry Nicholls, Glenn Phillips Make Strong Recovery As NZ Reach 140/5 At Tea

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment