Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલીતાણામાં ઉછીના પૈસા માંગતા યુવક પર હુમલો:એક હજાર રૂપિયાની ઉઘરાણી કરનાર યુવકને બે શખસે માર માર્યો, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

    6 hours ago

    પાલીતાણાના પચાસ વારીયા હુસૈની ચોક પાસે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા 27 વર્ષીય વિશાલભાઈ રાજુભાઈ વાંગલેએ ચારેક દિવસ પહેલાં પ્રતાપ આલજીભાઈ ધારૈયાને રૂપિયા 1 હજાર હાથ ઉછીના આપ્યા હતા. 16 નવેમ્બરની સાંજે વિશાલભાઈએ આ પૈસાની ઉઘરાણી કરી હતી. ત્યારબાદ રાત્રે આશરે 8.30 વાગ્યે પ્રતાપના કૌટુંબિક ભાઈ ગૌતમ દુધાભાઈ ધારૈયાએ વિશાલભાઈને ફોન કર્યો હતો અને કામ હોવાનું બહાનું બતાવી પચાસ વારીયા પાણીના ટાંકા પાસે બોલાવ્યા હતા. પૈસા આપવાની ના પાડી હુમલો વિશાલભાઈ પાણીના ટાંકા પાસે પહોંચતા જ ત્યાં હાજર ગૌતમ અને પ્રતાપે 'તારા હજાર રૂપિયા દેવાના નથી' તેમ કહી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. વિશાલભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ વિશાલભાઈને મોઢાના ભાગે મુક્કા માર્યા હતા અને તેમનું માથું પાણીના ટાંકાના બીમ્બ સાથે ભટકાડ્યું હતું, જેના કારણે યુવકને નાક અને મોઢાના ભાગે લોહીયાણ ઇજાઓ પહોંચી હતી. છરી બતાવી પતાવી દેવાની ધમકી મારામારી અને બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. લોકોને ભેગા થતા જોઈ ગૌતમે પોતાની પાસે રહેલી છરી કાઢી હતી અને 'જો હવે પછી અમારી પાસે પૈસા માંગીશ તો તને છરીના ઘા મારી પતાવી દઈશ' તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને શખસો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. યુવકને ભાવનગર ખસેડાયો, પોલીસ ફરિયાદ આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિશાલભાઈને પ્રથમ સારવાર માટે પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે તેમને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પાલીતાણા ટાઉન પોલીસે ગૌતમ ધારૈયા અને પ્રતાપ ધારૈયા વિરુદ્ધ BNS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'ચંકી પાંડેની દીકરી હોવા પર ગર્વ છે':અનન્યા પાંડેએ કહ્યું- નેપોટિઝમને નકારતી નથી; અમારી પેઢીને કોઈ કારણ વિના બદનામ કરવામાં આવે છે
    Next Article
    પરિક્રમામાં જનારા યાત્રીઓ માટે મહત્વનાં સમાચાર:મુસાફરોની સુવિધા માટે રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે બે જોડી મેળા સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો, 18થી 26 નવેમ્બર સુધી નિર્ધારિત દિવસોમાં થશે સંચાલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment