Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમન મેનની કમર ભાંગશે!:ફ્રિજ, બિસ્કિટ-મીઠું સુધીના ભાવ આસમાને પહોંચી શકે; ડીલર્સની નવી માગથી ઈંધણના ભાવ વધશે!

    10 hours ago

    દિવાળીની સીઝન પૂરી થતાં જ હવે ઘરના બજેટને સંભાળવાની તૈયારી કરી લો. કન્ઝ્યુમર ગુડ્સ બનાવતી કંપનીઓ સ્માર્ટફોન, ટીવી, ફ્રિજ અને રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવ ફરીથી વધારવા જઈ રહી છે. વધતા ઇનપુટ ખર્ચની ભરપાઈ કરવા અને પોતાના માર્જિનને બચાવવા માટે કંપનીઓ ભાવવધારા સાથે પેકેટ્સનું વજન પણ ઘટાડી રહી છે. આનાથી સામાન્ય પરિવારોના બજેટ પર સીધું દબાણ વધી શકે છે. રોજિંદા ઉપયોગની જરૂરી વસ્તુઓ: બિસ્કિટના પેકેટ નાના થશે, મીઠું-સોસ પણ મોંઘાં થશે ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) ક્ષેત્રની કંપનીઓ પર ખર્ચનું દબાણ સતત વધી રહ્યું છે. ગયા ત્રિમાસિક ગાળામાં રિફાઇન્ડ પામ ઑઇલ, ખાંડ, દૂધ અને પેકેજિંગ લેમિનેટ્સના ભાવમાં 7% સુધીનો વધારો થયો છે. આ ખર્ચની ભરપાઈ કરવા માટે કંપનીઓ હવે ભાવ વધારી રહી છે. બ્રિટાનિયાના CEO રક્ષિત હરગાવેએ કહ્યું કે કંપનીએ પાછલી ત્રિમાસિક ગાળામાં 3.5%નો વધારો કર્યો હતો અને ફિક્સ્ડ-પ્રાઇસ પેકમાં જથ્થો ઘટાડ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં એનાલિસ્ટ્સ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે કિંમતોમાં વધુ વધારાની તૈયારી ચાલી રહી છે. આ થવાનું જ છે અને અમારા માટે આવું કરવું જરૂરી બની ગયું છે. ઇલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સિસ: સેમસંગ, શાઓમી અને ગોદરેજે ભાવ વધાર્યા ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ બનાવતી અગ્રણી કંપનીઓએ કિંમતોમાં વધારો શરૂ કરી દીધો છે. હાયર ઇન્ડિયાના CEO સતીશ એનએસએ જણાવ્યું કે કાચા માલની કિંમતો ઊંચી જળવાઈ રહી છે અને નફો જાળવી રાખવો મુશ્કેલ બનતો જઈ રહ્યો છે. વેચાણ 20%થી વધુના સારા દરે વધી રહ્યું છે, પરંતુ નફા પર પ્રતિકૂળ અસર પડી રહી છે. કંપનીઓ અત્યાર સુધી ભાવ વધારવા માટે શા માટે રાહ જોઈ રહી હતી? ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપના એપ્લાયન્સિઝ બિઝનેસ હેડ કમલ નંદીના જણાવ્યા મુજબ, મેન્યુફેક્ચરર્સે જાણીજોઈને તહેવારોની સીઝન પૂરી થાય ત્યાં સુધી ભાવવધારો અટકાવી રાખ્યો હતો. આ પહેલાં ઉદ્યોગે સપ્ટેમ્બરમાં તમામ કેટેગરીમાં ભાવ વધાર્યા હતા. મોટાભાગની લિસ્ટેડ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓએ નાણાકીય વર્ષ 2027ના પ્રથમ છમાસિક ગાળામાં (H1 FY27) કોમોડિટીના ભાવ વધવાને કારણે માર્જિન પર દબાણ નોંધાવ્યું હતું. તે સમયે માગ જાળવી રાખવા માટે કંપનીઓએ વધેલા ખર્ચનો સંપૂર્ણ બોજ ગ્રાહકો પર નાખ્યો ન હતો. હવે કંપનીઓ સંપૂર્ણ ખર્ચ ગ્રાહકો પર ટ્રાન્સફર કરીને પોતાની નફાકારકતા સુધારવાની આશા રાખી રહી છે. કિંમતો વધવાના 3 મોટા કારણો: AIની માગથી લઈને મોંઘા પરિવહન સુધી દરેક પ્રોડક્ટ કેટેગરીમાં કિંમતો વધવા પાછળ અલગ-અલગ કારણો છે… આગળ શું: આગામી 7-10 દિવસમાં કિંમતોમાં વધુ વધારો થશે, વેચાણ પર અસર નિશ્ચિત ઉદ્યોગના એક્ઝિક્યુટિવ્સનો અંદાજ છે કે આગામી 7થી 10 દિવસમાં તમામ ઇલેક્ટ્રોનિક બ્રાન્ડ્સ પોતાની કિંમતોમાં વધારો કરશે. આ નવો વધારો લાગુ થયા બાદ આ વર્ષે કુલ મળીને સ્માર્ટફોન 40%થી વધુ, ટેલિવિઝન 20%થી વધુ અને ઘરેલુ ઉપકરણો 15%થી 20% સુધી મોંઘા થઈ જશે. કિંમતોમાં થયેલા આ વધારાની અસર બજારની માગ પર પણ દેખાવા લાગી છે. ઑલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિયેશનના ચેરમેન કૈલાશ લખ્યાણીએ જણાવ્યું કે ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ દિવાળી પછી મોબાઇલ ફોનના વેચાણ (વોલ્યુમ)માં 40%નો ઘટાડો થયો છે. આ પહેલાં આ વર્ષે અનેક વખત કિંમતો વધવાને કારણે દિવાળી દરમિયાન પણ વેચાણમાં વાર્ષિક ધોરણે 20%નો ઘટાડો નોંધાયો હતો. કૈલાશ લખ્યાણીએ કહ્યું કે હાલના વધારાની માગ પર વધુ અસર પડશે. હવે 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં 5G ફોન મળવો મુશ્કેલ બની ગયો છે, જેના કારણે વેચાણ પર ખરાબ અસર પડશે. 'ગ્રેમેજ રિડક્શન' શું હોય છે? જ્યારે કંપનીઓ કોઈ પ્રોડક્ટની કિંમત (જેમ કે 5 રૂપિયા અથવા 10 રૂપિયાના બિસ્કિટ પેકેટ) વધારતી નથી, પરંતુ એટલી જ કિંમતે પેકેટની અંદરની વસ્તુનું વજન (ગ્રામેજ) ઘટાડી દે છે, ત્યારે તેને વ્યવસાયની ભાષામાં 'ગ્રામેજ રિડક્શન' અથવા 'શ્રિન્કફ્લેશન' કહેવામાં આવે છે. કંપનીઓ આવું એટલા માટે કરે છે કે ગ્રાહકોને સીધી રીતે મોંઘવારીનો અનુભવ ન થાય અને તેમનું વેચાણ જળવાઈ રહે. અહીંથી પેટ્રોલ-ડીઝલ ડીલર્સે કમિશનમાં વધારાની માગ વિશે વાંચો… દેશભરના પેટ્રોલ-ડીઝલ પંપ માલિકો અને રસોઈ ગેસ (LPG) ડીલર્સે પોતાનું કમિશન વધારવાની માગ તેજ કરી છે. સંચાલન ખર્ચ (Operating Costs) વધ્યો હોવાનું જણાવીને આ ડીલર્સે પેટ્રોલિયમ મંત્રાલય (Oil Ministry) સમક્ષ પોતાની વાત રજૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલ પંપ સંચાલકોએ કમિશનમાં 30%થી 40% સુધીનો વધારો માગ્યો છે. બીજી તરફ, LPG ગેસ એજન્સી સંચાલકોએ પણ પોતાના માર્જિનમાં મોટા વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. ગેસ ડીલર્સ ઈચ્છે છે કે પ્રતિ સિલિન્ડર મળતું કમિશન હાલના ₹75થી વધારીને ઓછામાં ઓછું ₹122 કરવામાં આવે અને તેમાં ₹122નો વધારો કરવામાં આવે (અર્થાત્ કુલ આશરે ₹197 પ્રતિ સિલિન્ડર). પેટ્રોલ પર ₹1.50 અને ડીઝલ પર ₹2.50 પ્રતિ લિટર વધારાનો પ્રસ્તાવ મીડિયા અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું કે પંપ સંચાલકોએ ઈંધણ પ્રમાણે અલગ-અલગ વધારાની માગ કરી છે: પેટ્રોલ: ડીલર્સે પ્રતિ લિટર કમિશનમાં ₹1.50નો વધારો કરવાની માગ કરી છે. ડીઝલ: ડીઝલના વેચાણ પરનું કમિશન વધારીને ₹2.50 પ્રતિ લિટર કરવાની માગ કરવામાં આવી છે. LPG સિલિન્ડર: ગેસ ડીલર્સને હાલમાં એક સિલિન્ડરની ડિલિવરી અને સંચાલન પર ₹75 કમિશન મળે છે, જેમાં તેમણે ઓછામાં ઓછો ₹122 પ્રતિ સિલિન્ડરનો વધારો માગ્યો છે. ડીલર્સની દલીલ: પંપ અને એજન્સી ચલાવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે પેટ્રોલ પંપ માલિકો અને ગેસ ડીલર્સનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પંપ અને ગોડાઉન ચલાવવાનો ખર્ચ ઘણો વધી ગયો છે. કર્મચારીઓના પગાર, વીજળીના બિલ, બેંક ચાર્જ, જાળવણી અને અન્ય વહીવટી ખર્ચમાં સતત વધારો થયો છે, જ્યારે તેમનું કમિશન તે પ્રમાણમાં વધ્યું નથી. ઓછા માર્જિનને કારણે ઘણા નાના અને ગ્રામ્ય વિસ્તારોના પંપ સંચાલકો માટે ખર્ચ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. 2024માં થયો હતો છેલ્લો ફેરફાર, 18થી વધુ દરખાસ્તો પેન્ડિંગ પેટ્રોલ અને ડીઝલ ડીલર્સના કમિશનમાં છેલ્લે વર્ષ 2024માં સુધારો કરવામાં આવ્યો હતો. ડીલર્સનું માનવું છે કે બે વર્ષ બાદ વર્તમાન મોંઘવારી અને ખર્ચને ધ્યાનમાં રાખીને તેમાં ફરીથી ફેરફાર કરવાની તાતી જરૂર છે. સૂત્રોએ એ પણ માહિતી આપી છે કે દેશની ત્રણેય સરકારી તેલ વિપણન કંપનીઓ (OMCs)- ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) પાસે કમિશન સુધારા સાથે સંબંધિત 18થી વધુ પ્રસ્તાવો પહેલેથી જ પેન્ડિંગ છે. હવે આગળ શું: શું સામાન્ય માણસના ખિસ્સા પર પડશે અસર? હવે આ સમગ્ર મામલે પેટ્રોલિયમ મંત્રાલય અને સરકારી તેલ કંપનીઓએ નિર્ણય લેવાનો છે. જો સરકાર અને તેલ કંપનીઓ ડીલર્સની આ માગણીઓ સ્વીકારી લે છે, તો તેના બે રસ્તા હોઈ શકે છે- કાં તો તેલ કંપનીઓ પોતાના નફામાંથી આ વધેલા કમિશનનો બોજ ઉઠાવે, અથવા પછી તેને પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના છૂટક ભાવોમાં ઉમેરવામાં આવે. બીજા વિકલ્પની સ્થિતિમાં સામાન્ય ગ્રાહકો માટે ઈંધણ અને ગેસ સિલિન્ડર મોંઘા થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    यमुना पर बीते पांच साल से रिपोर्टिंग: आपका साथ है, इसलिए सवाल जारी हैं
    Next Article
    આઝમ ખાનને હાઈકોર્ટમાંથી ફરી જામીન, આવતીકાલે મુક્તિ શક્ય:31 ઓક્ટોબરે જેલમાંથી બહાર આવતાની સાથે જ EDએ કસ્ટડીમાં લીધા હતા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment