Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો મિચેલ સેન્ટનર:પાંચમી વન-ડેમાં જમણા હાથમાં ફ્રેક્ચર; ડીન ફોક્સક્રોફ્ટને તક

    5 hours ago

    ન્યૂઝીલેન્ડને ભારત સામે ગુરુવારથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ સિરીઝ પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમના વ્હાઇટ-બોલ કેપ્ટન અને અનુભવી સ્પિન બૉલિંગ ઑલરાઉન્ડર મિચેલ સેન્ટનર જમણા હાથમાં ફ્રેક્ચર થતાં સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. રવિવારે ભારત સામેની પાંચમી અને છેલ્લી વન-ડેમાં બેટિંગ દરમિયાન સેન્ટનરના હાથ પર બોલ વાગ્યો હતો. ત્યારબાદ કરાવવામાં આવેલા સ્કેનમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ હતી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા મીડિયા રિલીઝ જાહેર કરીને આ માહિતી આપવામાં આવી હતી. સેન્ટનરના સ્થાને ડીન ફૉક્સક્રોફ્ટનો ટીમમાં સમાવેશ સેન્ટનર બહાર થયા બાદ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સના સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર ડીન ફોક્સક્રોફ્ટને ટોમ લાથમની આગેવાની હેઠળની ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે. ફોક્સક્રોફ્ટે મે મહિનામાં આયર્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પ્રથમ ટેસ્ટની એક ઇનિંગ્સમાં 98 રન બનાવ્યા હતા. 129 બોલની આ ઇનિંગ્સમાં તેણે 6 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તેની બેટિંગ સરેરાશ 98 અને સ્ટ્રાઇક રેટ 75.96 રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા સિરીઝમાં રમવા અંગે પણ શંકા ન્યૂઝીલેન્ડ ક્રિકેટના જણાવ્યા મુજબ, સેન્ટનરની મેદાન પર પરત ફરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી રહી છે. ભારત સામેની ટેસ્ટ સિરીઝ બાદ ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે. બોર્ડ ઓસ્ટ્રેલિયા સિરીઝમાં સેન્ટનરની ઉપલબ્ધતા અંગે બાદમાં અપડેટ આપશે. વન-ડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડ 1-3થી હારી ગયું હતું ભારત સામેની પાંચ મેચની વન-ડે સિરીઝમાં પણ ન્યૂઝીલેન્ડની ટીમ ઈજાઓથી પરેશાન રહી હતી. સિરીઝમાં તેના ઘણા પ્રમુખ ખેલાડીઓ ઉપલબ્ધ નહોતા. ટીમે આ સિરીઝ 1-3થી ગુમાવવી પડી હતી.
    Click here to Read More
    Previous Article
    $582mn suspicious payments linked to Jeffrey Epstein
    Next Article
    સોનાના ભંડાર પર મુસ્લિમ તાનાશાહ:38 વર્ષના ઇબ્રાહિમે અમેરિકા-ફ્રાન્સની સેનાને ભગાડી, જજ-પત્રકારોને બંદૂકો પકડાવી, આફ્રિકામાં ક્રૂરતા અને ક્રાંતિનો ડેડલી કોમ્બો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment