Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલ આંબલીયાને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી:ઉમેદવારોની પસંદગી માટે સ્ક્રીનિંગ કમિટીમાં સ્થાન મળતાં કહ્યું- જમીન સાથે જોડાયેલા નેતાઓને પ્રાધાન્ય આપીશું

    7 hours ago

    ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને સતત સરકાર સામે અવાજ ઉઠાવતા કોંગ્રેસના નેતા પાલ આંબલીયાને હવે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તેમની સ્ક્રીનિંગ કમિટીમાં નિમણૂક કરવામાં આવી છે. આ કમિટી ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી લડનારા સંભવિત ઉમેદવારોનાં નામોની ચકાસણી કરીને યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે ભલામણ કરશે. આ નિમણૂક અંગે દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં પાલ આંબલીયાએ કહ્યું કે, ‘એક સામાન્ય માણસને સીધા આખા રાજ્યના ઉમેદવારો નક્કી કરવાની જવાબદારી આપવામાં આવે, આનાથી મોટી ગૌરવની વાત બીજી શું હોઈ શકે?’ વધુમાં પાલ આંબલીયાએ જણાવ્યું કે, તેમનું કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ નથી. તેઓ ખેડૂતોના પ્રશ્નો માટે સતત લડતા રહ્યા છે અને તેમના કામની કેન્દ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધી ગુજરાતમાં કહીને ગયા હતા કે રેસના ઘોડા અલગ તારવવામાં આવશે. મારી આ નિમણૂક પરથી એ વાત સાબિત થાય છે.’ ગુજરાતમાં ખેડૂતોની લડત યથાવત્ રહેશે ઉત્તરાખંડની નવી જવાબદારી મળવાથી ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો માટેની તેમની લડત પર અસર થશે કે કેમ? તે અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો માટે જે લડત ચલાવી રહ્યા છે તે યથાવત્ ચાલુ રહેશે. સ્ક્રીનિંગ કમિટીના સભ્ય તરીકેની જવાબદારીમાં ઉત્તરાખંડમાં લાંબો સમય રોકાવાની જરૂર પડતી નથી. કમિટી સમક્ષ સંભવિત ઉમેદવારોની પેનલ હશે, જેમાં સ્થાનિક રાજકીય સમીકરણો, ઉમેદવારનો જનાધાર અને જીતવાની શક્યતાઓ સહિતનાં પાસાં ધ્યાનમાં રાખીને પસંદગી કરવાની રહેશે. પાર્ટીએ અગાઉની જવાબદારીઓ ઉપરાંત થોડો વધુ સમય માગ્યો છે. જૂથવાદ કરતાં જમીન પર કામ કરતા નેતાઓને પ્રાધાન્ય અપાશે ઉત્તરાખંડ કોંગ્રેસમાં જૂથવાદ અને આંતરિક મતભેદોની ચર્ચા અંગે પૂછતાં પાલ આંબલીયાએ કહ્યું કે, હું ઉત્તરાખંડ જઈશ અને ત્યાંની પરિસ્થિતિ જોઈશ, ત્યારબાદ જ આ અંગે કંઈ કહી શકું.' તેમણે ઉમેર્યું કે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે દરેક રાજકીય પક્ષમાં નેતાઓ પોતપોતાનું લોબિંગ કરતા હોય છે. તેને સીધું જૂથવાદ કે વિભાજન કહી શકાય નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, સ્ક્રીનિંગ કમિટીમાં તેમની પસંદગીનો મુખ્ય હેતુ એવા ઉમેદવારોને તક આપવાનો છે, જેઓ ખરેખર જમીન સાથે જોડાયેલા હોય અને લોકોમાં જનાધાર ધરાવતા હોય. કોંગ્રેસની વિચારધારા સાથે સતત કામ કરનારા, લોકોની વચ્ચે રહેનારા અને જરૂરિયાતમંદોની મદદ કરનારા નેતાઓને પ્રાધાન્ય મળે તેવા પ્રયાસો રહેશે. માત્ર ખેડૂતો જ નહીં, તમામ સમાજના પ્રતિનિધિઓને તક મળે તેવો પ્રયાસ ઉત્તરાખંડમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલા નેતાઓને પ્રાધાન્ય મળશે કે કેમ? તેા સવાલના જવાબમાં આંબલીયાએ કહ્યું કે, ગુજરાતમાં તેઓ ખેડૂતોના મુદ્દે લડત ચલાવે છે તેનો અર્થ એવો નથી કે ઉત્તરાખંડમાં માત્ર ખેડૂતો માટે લડતા નેતાઓની જ પસંદગી કરવામાં આવશે. ગરીબો, વંચિતો અને પીડિતો સહિત તમામ સમાજના એવા લોકોને તક મળવી જોઈએ, જેઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે અને જમીન પર રહીને લોકો માટે કામ કરે છે. પરિવાર સાથે કાશ્મીર પ્રવાસે, પાર્ટીનો આદેશ આવશે તો સીધા ઉત્તરાખંડ જશે નિમણૂક અંગે જાણ કેવી રીતે થઈ તે અંગે તેમણે જણાવ્યું કે, અમદાવાદના કૃતાર્થભાઈનો ફોન આવ્યો હતો. ત્યાર બાદ જ્યારે AICCનો સત્તાવાર પત્ર વોટ્સએપ પર મળ્યો ત્યારે તેમને નિમણૂકની જાણ થઈ હતી. હાલ તેઓ પરિવાર સાથે કાશ્મીર જવા માટે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે. જોકે, પાર્ટી તરફથી દિલ્હી કે ઉત્તરાખંડ પહોંચવાનો આદેશ મળશે તો તેઓ ત્યાંથી સીધા જ જવાબદારી સંભાળવા પહોંચી જશે.
    Click here to Read More
    Previous Article
    કબીરવડમાં 104મો સંત સમાગમ મેળો યોજાશે:22થી 24 નવેમ્બર દરમિયાન મેળો; સંત સમાજે સફાઈ, જાહેર શૌચાલય અને પાયાની સુવિધાઓ સુધારવાની માગ કરી
    Next Article
    Statement by SPG President Lalji Patel | પાટીદાર નેતાઓનો ન કરવો જોઈએ વિરોધ | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment