Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં જલારામ બાપાની જન્મજયંતી ઉજવાઈ:શોભાયાત્રા, બાઈક રેલી અને રક્તદાન કેમ્પ યોજાયા; મંદિરમાં પૂજા, કથા અને મહાઆરતી થઈ

    6 hours ago

    વેરાવળમાં સંત જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતી બે દિવસ સુધી ઉજવાઈ. આ પ્રસંગે શોભાયાત્રા, બાઈક રેલી, રક્તદાન કેમ્પ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા. વેરાવળ શ્રી લોહાણા મહાજન અને શ્રી ભગવાનજી સુંદરજી નથવાણી વિદ્વાન આશ્રમ સંચાલિત નૂતન શ્રી જલારામ મંદિરના સંયુક્ત ઉપક્રમે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તે શહેરના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થઈ હતી. તેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને ભક્તો જોડાયા હતા. જન્મજયંતીના એક દિવસ પહેલાં ભગવાનજી સુંદરજી નથવાણી ટ્રસ્ટ સંચાલિત નૂતન જલારામ મંદિરથી બાઈક રેલી કાઢવામાં આવી હતી. જન્મજયંતીના દિવસે સવારે જલારામ મંદિરમાં પૂજન અને આરતી થઈ હતી. નાસિક ઢોલ-નગારાં સાથે મહાઆરતી યોજાઈ હતી. શ્રી લોહાણા ખાતે સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરાયું હતું. બપોરે જલારામ મંદિરથી નગર શોભાયાત્રા નીકળી હતી. શહેરના વિવિધ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને વેપારીઓએ તેનું સ્વાગત કર્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીએ જલારામ મંદિર સામે રક્તદાન કેમ્પ યોજ્યો હતો. સાંજે લોહાણા બોર્ડિંગ ખાતે સમૂહ જલારામ પ્રસાદનું આયોજન થયું હતું. તેમાં જ્ઞાતિજનો અને આમંત્રિત મહેમાનો જોડાયા હતા. જલારામ મંદિરમાં જલારામ પૂજા, સત્યનારાયણ કથા અને જલારામ બાપાને ૫૬ ભોગ ધરાવાયો હતો. સાંજે મહાઆરતી પણ થઈ હતી. દિવાળી દરમિયાન લોહાણા મહાજને યોજેલી રંગોળી સ્પર્ધાની વિજેતા દીકરીઓને સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરાઈ હતી. લોહાણા મહાજન અને નૂતન જલારામ મંદિર સમિતિએ કાર્યક્રમમાં સહકાર આપનારા તથા શોભાયાત્રાનું સ્વાગત કરનારા લોકોનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કુંભારવાડામાં યુવક પર ધોકા વડે હુમલો, છરી બતાવી ધમકી આપી:નાના ભાઈને અગાઉ છરી માર્યાની દાઝ રાખી બે સગા ભાઈએ માર માર્યો
    Next Article
    કબીરવડમાં 104મો સંત સમાગમ મેળો યોજાશે:22થી 24 નવેમ્બર દરમિયાન મેળો; સંત સમાજે સફાઈ, જાહેર શૌચાલય અને પાયાની સુવિધાઓ સુધારવાની માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment