Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૈસા આપવાનો વીડિયો બનાવતાં ભડક્યા શરદ કપૂર:મિત્ર હેમાએ કહ્યું- હાથમાં નોટોનું બંડલ આપી પાછું લઈ લીધું, ખરાબ પરિસ્થિતિની મજાક ન બનાવો

    5 घंटे पहले

    એક્ટર શરદ કપૂરે સોશિયલ મીડિયા પર સામે આવેલા તે વીડિયો અંગે નારાજગી વ્યક્ત કરી, જેમાં એક વ્યક્તિ તેમના હાથમાં નોટોનું બંડલ આપતો નજરે પડ્યો હતો. મંગળવારે શરદે કહ્યું કે તેમને ખબર નહોતી કે તે વ્યક્તિ કોણ છે? અચાનક તેણે પૈસા પકડાવીને વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું. બીજી તરફ, શરદની મિત્ર હેમા ચૌધરીએ દાવો કર્યો કે વીડિયો બનાવનાર વ્યક્તિએ પૈસા પાછા પણ લઈ લીધા હતા. હેમા ચૌધરીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સામે આવેલા વીડિયોમાં શરદ કપૂરે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, પોતાના ચાહકો અને મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપનાર લોકોનો આભાર માન્યો. શરદે કહ્યું, "સોશિયલ મીડિયા પર ઘણી બધી ખોટી વસ્તુઓ બતાવવામાં આવે છે. હાથમાં પૈસા આપ્યા, ખબર જ ન પડી કે કોણ શું કરી રહ્યું છે. અચાનક કોઈ કહે છે કે તેને પકડો અને પછી વીડિયો બનાવવા લાગે છે." તેમણે વધુમાં કહ્યું કે તેમને સમજાયું જ નહીં કે તે વ્યક્તિ કોણ હતો અને શું કરી રહ્યો હતો. શરદના જણાવ્યા મુજબ, હવે તેઓ આવા લોકોને મળવાનું પસંદ કરશે નહીં. હેમા ચૌધરીએ પણ નારાજગી વ્યક્ત કરી શરદ કપૂરની નજીકની મિત્ર અને એનિમલ એક્ટિવિસ્ટ હેમા ચૌધરીએ પણ આ વીડિયો પર નારાજગી વ્યક્ત કરી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જણાવ્યું કે શરદને હજુ સુધી કોઈ મોટી આર્થિક મદદ મળી નથી. હાલમાં તેમની તબીબી સંભાળની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હેમાએ લોકોને અપીલ કરી કે શરદને પરેશાન ન કરે અને તેમની ખાનગી સ્થિતિને સોશિયલ મીડિયા પર તમાશો ન બનાવે. હેમાએ કહ્યું કે શરદ મુશ્કેલ પરિસ્થિતિમાં હતા ત્યારે તેમની આસપાસના લોકો પણ તેમની મદદ માટે આગળ આવ્યા નહોતા, પરંતુ હવે કેટલાક લોકો તેમને લંચના બહાને પોતાની સાથે લઈ જઈ રહ્યા છે અને તેમની પાસેથી વીડિયો બનાવડાવી રહ્યા છે. હેમાએ તે વાયરલ વીડિયો પર પણ નારાજગી વ્યક્ત કરી, જેમાં એક વ્યક્તિ શરદના હાથમાં નોટોની થપ્પી આપતો દેખાયો હતો. તેમણે કહ્યું, "કોઈને રોકડા પૈસા આપીને વીડિયો બનાવવો એ મદદ નથી, તેને દેખાડો કહેવાય. તમે તેમની ખરાબ સ્થિતિનો તમાશો બનાવી રહ્યા છો." હેમાએ આ પણ સવાલ કર્યો કે આવા વીડિયો અને બ્લોગ બનાવીને લોકો કેટલા ફોલોઅર્સ અને કેટલી કમાણી કરી રહ્યા છે. હેમાએ કહ્યું- શરદ હજુ પણ આઘાતમાં છે હેમાએ કહ્યું કે શરદ હાલમાં આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને વારંવાર સવાલો પૂછવા, ઇન્ટરવ્યૂ લેવા અને વીડિયો બનાવવો યોગ્ય નથી. હેમાના જણાવ્યા મુજબ, જ્યારે તેમણે શરદને વાયરલ વીડિયો વિશે પૂછ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે તેમને ખબર જ નહોતી કે તે વ્યક્તિ કોણ હતો. તેણે હાથમાં પૈસા પકડાવ્યા અને વીડિયો બનાવવા લાગ્યો. શરદે એમ પણ કહ્યું કે બાદમાં તે વ્યક્તિએ પૈસા પાછા છીનવી લીધા હતા. શરદે કામ માગવા માટે અપીલ કરી હતી હકીકતમાં, તાજેતરમાં શરદ કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને કામ આપવા માટે અપીલ કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ ફરીથી પોતાની કારકિર્દી શરૂ કરવા માંગે છે અને કામ કરીને પોતાની મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માંગે છે. સલમાન અને સોનુ સૂદે મદદનો હાથ લંબાવ્યો શરદની અપીલ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી મદદ માટે લોકો આગળ આવ્યા છે. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે સલમાન ખાન શરદ કપૂરની આર્થિક મદદ કરી રહ્યા છે. એસોસિએશને સલમાનનો આભાર માનતાં કહ્યું કે મુશ્કેલ સમયમાં કોઈ કલાકારનો સાથ આપવો અન્ય લોકોમાં પણ આશા જગાવે છે. તેનાથી એવા કલાકારોને હિંમત મળે છે, જેઓ પોતાના ખરાબ સમયમાં પોતાને એકલા અનુભવતા હોય છે. બીજી તરફ, અભિનેતા સોનુ સૂદે પણ શરદ કપૂર સાથે મુલાકાત કરી. AICWA મુજબ, સોનુએ તેમની સાથે એક પ્રોજેક્ટ અંગે વાત કરી છે, જેના કારણે શરદ ફરીથી કામ શરૂ કરી શકે છે. આ ઉપરાંત સોનુ તરફથી તેમના માટે તબીબી સહાયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 'જોશ'થી મળી ઓળખ, ઘણી ફિલ્મોમાં કર્યું કામ શરદ કપૂરે 1996માં મહેશ ભટ્ટની ફિલ્મ 'દસ્તક'થી બોલિવૂડમાં પગ મૂક્યો હતો. જોકે, તેમને સૌથી વધુ ઓળખ વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ 'જોશ'થી મળી. આ ફિલ્મમાં તેમણે શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને ચંદ્રચૂડ સિંહ સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં શરદે પ્રકાશ શર્માની નકારાત્મક ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા માટે તેમને ફિલ્મફેર અવોર્ડમાં બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલ કેટેગરીમાં નૉમિનેશન પણ મળ્યું હતું. આ ઉપરાંત તેઓ 'તમન્ના', 'હથિયાર', 'યે હૈ જલવા', 'LOC કારગિલ', 'લક્ષ્ય' અને 'જય હો' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. વર્ષ 2019માં આવેલી ફિલ્મ 'જબરિયા જોડિ'માં પણ તેમણે કામ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Who is Surendra Singh Azad, the man booked over a video of dead fish in the Yamuna?
    Next Article
    સોનામાં સતત 5મા દિવસે કડાકો, ₹1.34 લાખ થયું:ચાંદી 17 હજાર ઘટીને ₹1.69 લાખ પર આવી, વેચવાલીના કારણે ભાવ ઘટી રહ્યા છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment