Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોયલી ગામે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઝડપાયો:દુકાન સામે અશોભનીય ચેનચાળા કર્યા, જાતિ વિશે અપમાનજનક શબ્દો બોલનાર આરોપીની અટકાયત

    6 hours ago

    વંથલી પોલીસ સ્ટેશનથી સાત કિલોમીટર દૂર આવેલા કોયલી ગામમાં એક ગંભીર બનાવ બન્યો છે. આ કેસના ફરિયાદી પોતાની દુકાને હાજર હતા, તે દરમિયાન ગામનો જ એક શખ્સ ત્યાંથી બાઈક લઈને પસાર થયો હતો. તેણે દુકાન પાસે બાઈક ઊભું રાખીને હોર્ન વગાડ્યું હતું અને ફરિયાદીને ચેનચાળા કરી ખરાબ ઈશારા કર્યા હતા. ​આરોપી ફરિયાદીને ઉદ્દેશીને ભૂંડી ગાળો બોલવા લાગ્યો હતો ​આ પ્રકારે અશોભનીય વર્તન કરવા અંગે જ્યારે ફરિયાદીએ તેને પૂછપરછ કરી કે, તું આવું શેના માટે કરે છે, ત્યારે આરોપી આ બાબતનું મનદુઃખ રાખીને ત્યાંથી પોતાના ઘરે ગયો હતો. થોડા સમય બાદ તે ફરીથી ઘરેથી પરત આવ્યો હતો અને ફરિયાદીને ઉદ્દેશીને ભૂંડી ગાળો બોલવા લાગ્યો હતો. ફરિયાદીને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહ્યા હતા ​આરોપીએ ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાથી તેમને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ ગુનાની સઘન તપાસ ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને પોલીસ સ્ટેશન લાવ્યો છે અને ગુનાના કામે તેની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. આરોપી પર અગાઉ પ્રોહિબિશન અને મારામારીના ગુનાઓ ​આ ગુનાના આરોપીનું નામ પાર્થ દુદા મેર છે, જે કોયલી ગામનો જ રહેવાસી છે. પોલીસ તપાસ દરમિયાન તેના અગાઉના ગુનાહિત ઇતિહાસની પણ માહિતી સામે આવી છે, જેમાં તેના ઉપર પ્રોહિબિશનના ગુનાઓ, મારામારીના એકથી બે ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે. આરોપીએ બાઈક ઊભું રાખી હોર્ન વગાડી ખરાબ ઈશારા કર્યા હતા ​આ અંગે વંથલી પીઆઈ એન.એન. તળાવિયાએ જણાવ્યું હતું કે, વંથલી તાલુકાના કોયલી ગામમાં આ બનાવ બન્યો છે. ફરિયાદી પોતાની દુકાન ચલાવી રહ્યા હતા, ત્યારે આરોપીએ બાઈક ઊભું રાખી હોર્ન વગાડી ખરાબ ઈશારા કર્યા હતા. મનદુઃખ રાખી ઘેર જઈ પાછા આવી ગાળો બોલી જાતિ વિષયક અપમાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ગુનો નોંધાયો છે. ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર આ ગુનાની તપાસ કરી રહ્યા છે અને પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મવડીમાં નામચીન પ્રિતેશ ઉર્ફે દિકુડાનો આતંક:પથ્થરના ઘા ઝીંકી રિક્ષા અને ઘરમાં તોડફોડ, મકાન ખાલી કરીને જતાં રહેજો નહીંતર બધાને પતાવી દઈશ કહી ધમકી આપી
    Next Article
    Kutch Tourist | કચ્છમાં દેશ - વિદેશના સહેલાણીઓની જામી ભીડ । Gujarati News | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment