Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગડથી વાવડીના ખેતર રસ્તાની સફાઈ અને સમારકામની માંગ:ખેડૂતો-ગ્રામજનોએ સરપંચને લેખિત રજૂઆત કરી; બાવળનાં ઝાડ દૂર કરી રસ્તો પહોળો કરવા કહ્યું

    8 घंटे पहले

    બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામથી નાની અને મોટી વાવડી તરફ જતા કાચા ખેતર રસ્તાની હાલત ખરાબ છે. રસ્તા પર બાવળનાં ઝાડ ઊગી ગયાં છે અને અનેક જગ્યાએ રસ્તો સાંકડો તથા ખાડાવાળો છે. આ રસ્તેથી ટ્રેક્ટર અને ટ્રોલી સહિતનાં ખેતીનાં વાહનો લઈ જવામાં ખેડૂતોને મુશ્કેલી પડે છે. કેટલીક જગ્યાએ વાહનોની અવરજવર પણ મુશ્કેલ બની છે. ખેડૂતો અગાઉ પણ આ અંગે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આથી રવિરાજ નટુભાઈ મકવાણાની આગેવાનીમાં ખેડૂતો અને ગ્રામજનોએ બગડ ગ્રામ પંચાયત ખાતે સરપંચને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં રસ્તા પર ઊગી ગયેલાં બાવળનાં ઝાડ દૂર કરવા, રસ્તાની સફાઈ અને પહોળાઈ કરવા, ખાડા પૂરવા તથા અવરજવર માટે યોગ્ય રસ્તો બનાવવા માંગ કરી છે. રવિરાજ મકવાણાએ જણાવ્યું કે ખેડૂતો માટે આ રસ્તો જરૂરી છે. વારંવાર રજૂઆત છતાં કામ ન થતું હોવાનું તેમણે કહ્યું. તેમણે તંત્રને સ્થળ તપાસ કરીને વહેલી તકે કામ કરવાની માંગ કરી છે. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની અને આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. રજૂઆત કરનારાઓમાં રવિરાજ નટુભાઈ મકવાણા, બગડ ગામના ખેડૂતો અને ગ્રામજનો સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    આગામી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા અમદાવાદ પ્રવાસે:18-19 નવેમ્બરે જિલ્લા-શહેર પ્રમુખો સાથે બેઠક, પૂર્વ ધારાસભ્યો સાથે અલગ મિટિંગ; સંગઠનમાં ફેરફારની શક્યતા
    Next Article
    ખેરગામના ડેબરપાડામાં 832 દારૂની બોટલો સાથે કાર ઝડપાઈ:રૂ. 3.82 લાખનો મુદ્દામાલ જપ્ત; ત્રણ શખ્સો વોન્ટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment