Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જલારામ જયંતીના સિદ્ધિ યોગમાં કરો પેઢીનું મુહૂર્ત:બાકી રહી ગયેલા વેપારીઓ માટે મોટો અવસર, જાણો ચોઘડિયા અને પૂજાની રીત

    7 hours ago

    તા. 16 નવેમ્બર, સોમવારના રોજ હિન્દુ પંચાંગ અનુસાર કારતક સુદ સાતમના પવિત્ર પર્વે સિદ્ધિ યોગના દિવ્ય સંયોગમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતીની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરનો વેપારી વર્ગ સ્વયંભૂ પોતાના વેપાર-ધંધા બંધ રાખીને જલારામ મંદિરોમાં દર્શન, પૂજન-અર્ચન, અન્નકૂટ દર્શન તથા મહાપ્રસાદના ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બનશે. અન્નદાન અને સેવાનો મહિમા સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાનું સમગ્ર જીવન અન્નદાન, ભક્તિ અને માનવસેવાને સમર્પિત રહ્યું છે. "જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" ની ઉક્તિને પોતાના જીવનચરિત્રથી સાર્થક કરનાર પૂજ્ય બાપા સ્મરણ માત્રથી ભક્તોના કાર્ય સિદ્ધ કરનાર છે. સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુર ખાતે બાપાની પરંપરા મુજબ આજે પણ અવિરત નિઃશુલ્ક ભોજન સેવા ચાલી રહી છે. જયંતી નિમિત્તે ભક્તો બાપાના ચરણોમાં કોટિ-કોટિ વંદન પાઠવી રહ્યા છે. બાકી રહી ગયેલા વેપારીઓ માટે પેઢીનું શ્રેષ્ઠ મુહૂર્ત જાણીતા જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર, વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષ માટે જે વેપારીઓએ હજુ સુધી પોતાની પેઢી કે દુકાનનું મુહૂર્ત કર્યું ન હોય, તેઓ જલારામ જયંતીના આ પવિત્ર અને સિદ્ધિ યોગના દિવસે પોતાના ધંધાના સ્થળે શુભ કાર્યનો પ્રારંભ કરી શકે છે. જલારામ જયંતી: ચોઘડિયા મુજબ શુભ મુહૂર્ત તા. 16 નવેમ્બર, સોમવાર (કારતક સુદ 7) ના રોજ પેઢી ખોલવા અને પૂજન માટે ચોઘડિયા પ્રમાણેના શ્રેષ્ઠ શુભ મુહૂર્ત નીચે મુજબ છે: પેઢી-વ્યવસાય સ્થળે પૂજન કરવાની વિધિ
    Click here to Read More
    Previous Article
    LPG  सिलेंडर बुकिंग का झंझट हमेशा के लिए होगा खत्म, नोएडा-गाजियाबाद के 86,000 घरों की रसोई में सीधे पहुंचेगी सस्ती PNG गैस, जानें कौन से इलाके हैं शामिल
    Next Article
    કોંગ્રેસે કહ્યું- સેનાએ આતંકવાદી સમજીને પોલીસ પર ગોળીબાર કર્યો:કાશ્મીરમાં બંને સાદા કપડાંમાં સર્ચિંગ કરી રહ્યા હતા; ભાજપે કહ્યું- આતંકીઓને ક્લીનચિટ આપવાનું ષડયંત્ર

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment