Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનાક્ષી સિંહા મોર્ફ્ડ ફોટો કેસમાં આરોપી મુક્ત:એક્ટ્રેસની વાંધાજનક તસવીર વાઈરલ કરવાનો આરોપ હતો; કોર્ટે પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા

    10 घंटे पहले

    બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાની વાંધાજનક એડિટ કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના મામલે ધરપકડ કરાયેલા દિલ્હીના યુવકને મુંબઈની એક અદાલતે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સોનાક્ષીની ફરિયાદ બાદ મુંબઈની બાંદ્રા પોલીસે કેસ નોંધ્યો હતો અને દિલ્હીના શાહદરા વિસ્તારમાંથી આરોપી આર્યન દીપક જૈનની ધરપકડ કરી હતી. જોકે, ધરપકડ દરમિયાન કાયદેસરની પ્રક્રિયાનું પાલન ન કરવા બદલ કોર્ટે પોલીસની ત્રણ દિવસની કસ્ટડીની માગણી ફગાવી દીધી હતી. પોલીસ આરોપીને દિલ્હીથી સીધી ફ્લાઇટ દ્વારા મુંબઈ લાવી હતી ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, બાંદ્રા પોલીસે આરોપી આર્યન દીપક જૈનની ગઈકાલે સવારે લગભગ 10:11 વાગ્યે દિલ્હીના શાહદરા સ્થિત જગતપુરી પોલીસ સ્ટેશન વિસ્તારથી ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ તેને ફ્લાઇટ દ્વારા સીધો મુંબઈ લઈ આવી હતી. બાંદ્રા પોલીસે આરોપીને મુંબઈના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીની માગણી કરી હતી. પોલીસનો તર્ક હતો કે તે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરવા માગે છે, જેનો કથિત રીતે વાંધાજનક તસવીરો બનાવવા અને ફેલાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ ન કરવા બદલ કોર્ટે નારાજગી વ્યક્ત કરી સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટે બાંદ્રા પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા. કોર્ટે પૂછ્યું કે આરોપીની દિલ્હીમાં ધરપકડ કર્યા બાદ ત્યાંના નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા વિના તેને સીધો મુંબઈ કેમ લાવવામાં આવ્યો. અદાલતે કહ્યું કે પોલીસે નિર્ધારિત કાયદેસર પ્રક્રિયાનું પાલન કર્યું નથી અને આ ચૂક પાછળ કોઈ સંતોષકારક કારણ પણ આપી શકી નથી. આ આધારે કોર્ટે કસ્ટડી આપવાનો ઇનકાર કરતાં આરોપીની મુક્તિના આદેશ આપ્યા. વકીલોએ ધરપકડની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યા આરોપી આર્યન દીપક જૈનના વકીલોએ પણ કોર્ટમાં ધરપકડની કાયદેસરતાને પડકારી હતી. વકીલોએ દલીલ કરી હતી કે પોલીસે ધરપકડ પહેલાં ન તો આરોપીને જરૂરી નોટિસ આપી અને ન તો તેને કસ્ટડીમાં લેવાના કારણોની જાણકારી આપી. બચાવ પક્ષે પોલીસની ઉતાવળ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે આર્યને કોઈ ગુનો કર્યો નથી અને તેના પર લગાવવામાં આવેલી કાયદાકીય કલમો લાગુ પડતી નથી. એડિટ કરાયેલા ફોટા દેખાયા બાદ સોનાક્ષીએ ફરિયાદ કરી હતી આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની વાંધાજનક રીતે એડિટ કરાયેલી તસવીરો જોઈ. ત્યારબાદ તેમણે મુંબઈ પોલીસનો સંપર્ક કરી આ અંગે ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે બાંદ્રા પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી અને દિલ્હીમાં આરોપીની ધરપકડ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Best Air Purifiers Under Rs. 15,000 for Bedrooms in India
    Next Article
    દેશભરમાં છઠ પૂજા, સૂર્યને અર્ઘ્ય આપવામાં આવી રહ્યું છે:CM યોગીએ શ્રદ્ધાળુઓ પર ફૂલો વરસાવ્યાં, મનોજ તિવારીએ હોડીમાં ભજન ગાયાં

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment