Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારનું રાશિફળ:સિંહ-મીન રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, મેષ રાશિના પ્રોપર્ટી સંબંધિત મામલા ઉકેલાશે

    18 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 15 નવેમ્બર 2026, રવિવારના રોજ કારતક સુદ છઠ છે. આ દિવસની ચંદ્ર રાશિ મકર છે. રાહુકાળ બપોરે 04:29થી 05:51 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે. એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: પારિવારિક જવાબદારીઓનું નિર્વહન ખૂબ સારી રીતે થશે તથા તમારી યોગ્યતાની સરાહના પણ રહેશે. આજે કોઈ અંગત અથવા પ્રોપર્ટી સંબંધિત અટકેલો મામલો પરસ્પર સહમતિથી ઉકેલાઈ શકે છે, જેના લીધે તમને ઘણી હદ સુધી રાહત અનુભવાશે. નેગેટિવ: રૂપિયા-પૈસા સંબંધી લેવડ-દેવડ કરતી વખતે સાવચેતી રાખો, આના લીધે સંબંધો બગડી પણ શકે છે. સમય મુજબ પોતાને ઢાળવા પણ જરૂરી છે. આજે અજાણ્યા લોકો સાથે બિલકુલ સંપર્ક ન રાખો. વ્યવસાય: વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં મન મુજબ કામ બની જવાથી ખુશી અને સુકૂન રહેશે. સ્ટાફ તથા કર્મચારીઓનો ભરપૂર સહયોગ મળશે. નોકરીયાત વ્યક્તિઓ સાવધાન રહે, કારણ કે કોઈ પ્રકારની ઈન્ક્વાયરી થવાના યોગ બની રહ્યા છે. લવ: વૈવાહિક સંબંધો સુખદ રહેશે. નકામા પ્રેમ સંબંધોમાં તમારો સમય બિલકુલ બરબાદ ન કરો. સ્વાસ્થ્ય: વધુ કાર્યભારના લીધે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. તમારી ક્ષમતા મુજબ જ કામ કરો. લકી કલર: ગુલાબી લકી નંબર: 4 પોઝિટિવ: આજે કોઈ પણ નવી યોજનાને કાર્યરૂપ આપવાનો અનુકૂળ સમય છે. સાથે જ યથાસંભવ સહયોગ પણ મળતો જશે. લોકો સાથેનો તમારો મધુર અને સહયોગાત્મક વ્યવહાર તમારી છબીને વધુ નિખારશે. ઘરમાં કોઈ સંબંધીનું આગમન પણ થશે. નેગેટિવ: પોતાના ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. ક્યારેક-ક્યારેક તમારા આ સ્વભાવના લીધે ઘરના સભ્યો પરેશાન પણ થઈ શકે છે. યુવાનોએ શિસ્તબદ્ધ થવું જરૂરી છે. અનાવશ્યક ખર્ચાઓ પર કાબૂ મેળવો, નહિતર બજેટ ખોરવાઈ જશે. વ્યવસાય: ઉચ્ચ અધિકારી તથા સન્માનિત લોકો સાથે સંબંધ બનાવી રાખવો તમારા વ્યવસાય માટે લાભદાયી સાબિત થશે. તેમના સહયોગથી મોટા ઓર્ડરના કરાર મળી શકે છે. નોકરીયાત લોકોએ ફાયનાન્સ સંબંધી કાર્યોમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. લવ: વૈવાહિક સંબંધોમાં મધુરતા જાળવી રાખો. બહારના લોકોને ઘરના મામલામાં દખલગીરી ન કરવા દો. સ્વાસ્થ્ય: તમારી પોતાની જ બેદરકારીના લીધે હવામાનના બદલાવની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે. તરત સારવાર લો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 3 પોઝિટિવ: આજે તમારું કોઈ સપનું સાકાર થવાનું છે, તેથી તમારા કાર્યો પર પૂરી રીતે ધ્યાન કેન્દ્રિત રાખો. પરિવાર સાથે જોડાયેલા કાર્યોને પણ પૂરા કરવામાં તમારું વિશેષ યોગદાન જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધામાં યોગ્ય પરિણામો મળશે. નેગેટિવ: ક્યારેક-ક્યારેક કામની અતિશયતાના લીધે સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. કોઈ નજીકની વ્યક્તિની આર્થિક મદદ કરવાના લીધે તમારો હાથ થોડો તંગ થઈ જશે. બહેતર રહેશે કે દિલને બદલે દિમાગથી કામ લો. વ્યવસાય: વ્યાવસાયિક સ્થળ પર યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેશે તથા તમારું પ્રભુત્વ પણ રહેશે. કર્મચારીઓના સહયોગથી તમે કોઈ મહત્વપૂર્ણ ડીલ પણ ફાઈનલ કરશો, જે લાભદાયી રહેશે. નોકરીયાત લોકોને વધારાના કાર્યભારના લીધે મુશ્કેલી આવી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક મધુર રાખો. લવ: ઘરના વાતાવરણને શિસ્તબદ્ધ બનાવી રાખવામાં પતિ-પત્ની બંનેનો પૂર્ણ સહયોગ રહેશે. બાળકો સાથે થોડો સમય વિતાવવો તેમનો આત્મવિશ્વાસ વધારશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઠીક રહેશે. થોડો સમય કસરત અને યોગમાં લગાવો. આ સમયે માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. લકી કલર: પીળો લકી નંબર: 3 પોઝિટિવ: પરિવારના વડીલોની સલાહ અને માર્ગદર્શન પર જરૂર અમલ કરો. મીડિયા તથા સંપર્ક સૂત્રો સંબંધિત પ્રવૃત્તિઓમાં તમારું ધ્યાન વિશેષ રૂપે કેન્દ્રિત રાખો, ચોક્કસપણે તમને વિશેષ સિદ્ધિ મળવાની છે. બપોર પછી કેટલીક ધનદાયક સ્થિતિઓ પણ બનશે. નેગેટિવ: સાંભળેલી વાતો પર ધ્યાન ન આપીને વાસ્તવિકતા પર વિશ્વાસ રાખો. કેટલાક લોકો તમારી સફળતા જોઈને ટીકા કરશે, જોકે તમારા પર આની કોઈ પણ નકારાત્મક અસર નહીં પડે. પારિવારિક પ્રવૃત્તિઓ પર પણ તમારું યોગદાન આપવું જરૂરી છે. વ્યવસાય: વ્યવસાયમાં પાર્ટનરશિપ કરવાનો વિચાર હોય તો તરત નિર્ણય લેવો યોગ્ય રહેશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ ડીલ ફાઈનલ કરતી વખતે તેના તમામ પાસાઓ પર યોગ્ય વિચાર-વિમર્શ કરી લો તથા હિસાબ-કિતાબમાં પારદર્શકતા રાખો. આ સમયે તમારી લોન, ટેક્સ વગેરે સંબંધિત પેપર્સ કમ્પ્લીટ રાખો. લવ: કોઈ બહારની વ્યક્તિની દખલગીરી તમારી પારિવારિક વ્યવસ્થા પર ન પડવા દો. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેવાથી મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય: મહિલા વર્ગ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ રૂપે સચેત રહે. કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થવાની આશંકા છે. લકી કલર: લીલો લકી નંબર: 8 પોઝિટિવ: ગ્રહ સ્થિતિ સંપૂર્ણપણે અનુકૂળ છે. રાજકીય અથવા સામાજિક પ્રવૃત્તિઓમાં પણ રુચિ વધશે. તમારી કાર્યકુશળતા દ્વારા અપેક્ષા કરતાં વધુ લાભ થવાની સંભાવના છે. થોડા સમયથી ચાલી રહેલી અસ્તવ્યસ્ત દિનચર્યામાં પણ સ્થિરતા આવશે. નેગેટિવ: કોઈ પણ પરેશાની આવવા પર ધીરજ અને સંયમથી જ કામ લો. ગુસ્સાથી કામ વધુ બગડી શકે છે. કારણ વગર કોઈ બદનામી કે ખોટો આરોપ લાગવા જેવી સ્થિતિ બની રહી છે. બહેતર રહેશે કે ખોટી પ્રવૃત્તિના લોકોથી દૂરી બનાવી રાખો. વ્યવસાય: વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ઉત્તમ રહેશે. ફોન અને સંપર્કોના માધ્યમથી જ મોટાભાગના કામ બની જશે. મીડિયા સંબંધી પ્રવૃત્તિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો. આવકના સ્ત્રોત તો બનશે, પરંતુ ધીમી ગતિએ. નોકરીયાત વ્યક્તિઓએ કોઈ વ્યાવસાયિક યાત્રા પર જવું પડી શકે છે. લવ: જીવનસાથી તથા પરિવાર સાથે ઓનલાઈન શોપિંગ કરવામાં મનોરંજનપૂર્ણ સમય પસાર થશે. યુવાનોની દોસ્તીમાં નિકટતા વધી શકે છે. સ્વાસ્થ્ય: ઈન્ફેક્શન અથવા એલર્જી જેવી સમસ્યા રહી શકે છે. વિશેષ રૂપે મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી ન દાખવે. લકી કલર: વાદળી લકી નંબર: 4 પોઝિટિવ: આજે ઘરમાં સંબંધીઓની અવરજવર રહેશે. બધા લોકોનું પરસ્પર હળવું-મળવું ઉત્સાહભર્યો માહોલ બનાવશે. કોઈ ધાર્મિક આયોજનનો પણ પ્રોગ્રામ બની શકે છે તથા અટકેલું પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિ પણ બહેતર થઈ જશે. નેગેટિવ: કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવવા પર ધીરજ ન ગુમાવો અને પ્રયત્નશીલ બનેલા રહો. બપોર પછી ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. આ સમયે તમારા અંગત કાર્યમાં વ્યસ્ત રહો. નકામી પ્રવૃત્તિઓમાં ધ્યાન આપવાથી તણાવ જ રહેશે. વ્યવસાય: કંઈક ને કંઈક અડચણો બનેલી રહેશે, પરંતુ સમય મુજબ વસ્તુઓ બહેતર પણ થતી જશે તેથી નિરાશ ન થાઓ. ભાગીદારીના વ્યવસાયમાં કામ પહેલાંની જેમ જ ચાલતું રહેશે. યુવા વર્ગ જલ્દી સફળતા મેળવવાની લાલચમાં ખોટી પ્રવૃત્તિઓ પ્રત્યે આકર્ષિત ન થાય. લવ: પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગાત્મક વ્યવહાર પરસ્પર નિકટતા વધારશે. વિજાતીય વ્યક્તિઓ સાથે મુલાકાત કરતી વખતે મર્યાદાનું ધ્યાન જરૂર રાખો. સ્વાસ્થ્ય: ગેસ અને પેટ સંબંધી કોઈ પ્રકારની તકલીફ રહેશે. અસંતુલિત ખાનપાનથી પરહેજ રાખો. લકી કલર: બદામી લકી નંબર: 7 પોઝિટિવ: બાળકો સંબંધિત કોઈ ખુશખબર મળશે તથા ઘરનો માહોલ ખૂબ જ ખુશહાલ અને મસ્ત રહેશે. તમારા મગજમાં નવી-નવી યોજનાઓ બનશે, જે ઘર તથા વ્યવસાય બંને માટે બહેતર સાબિત થશે, તેથી તેના પર તરત અમલ કરવાનું પણ શરૂ કરો. નેગેટિવ: ક્યારેક-ક્યારેક બાળકો પાસેથી ખૂબ વધારે અપેક્ષાઓ અને તેમના પર રોક-ટોક તમારા સંબંધો વચ્ચે અંતર પણ લાવી દે છે. તમારા સ્વભાવમાં લચીલાપણું બનાવી રાખો. યુવા વર્ગ પોતાનો ટાર્ગેટ હાંસલ કરવા માટે વધુ ધ્યાન આપે. વ્યવસાય: રિયલ એસ્ટેટનો બિઝનેસ કરનારા લોકોને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. સોશિયલ મીડિયા અને સંપર્ક સૂત્રોના માધ્યમથી તમને વ્યવસાય સંબંધી નવી સિદ્ધિઓ હાંસલ થશે. ઓફિસમાં કાર્યભારની અતિશયતાના લીધે તમારા અંગત કાર્યો અટકી શકે છે. લવ: દાંપત્ય જીવન સુખમય રહેશે. ઘર-પરિવારમાં પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય સામંજસ્ય અને તાલમેલ જળવાઈ રહેશે. દોસ્તીમાં નિકટતા આવશે. સ્વાસ્થ્ય: શારીરિક અને માનસિક થાક અનુભવાઈ શકે છે. વધુ તણાવ લેવાથી બચો. લકી કલર: કેસરી લકી નંબર: 9 પોઝિટિવ: આજે કેટલાક જૂના મિત્રો સાથે મુલાકાત થશે. નવી આશાઓ પણ જાગૃત થશે. ઘરની જાળવણી તથા રચનાત્મક કાર્યોની યોજનાઓ પણ બનશે. શારીરિક અને માનસિક રૂપે તમે તમારી જાતને સ્વસ્થ અનુભવશો. યુવા વર્ગ પોતાના અભ્યાસ અથવા કરિયરને લઈને સચેત રહેશે. નેગેટિવ: તણાવજનક પરિસ્થિતિઓથી પોતાને દૂર રાખો, કારણ કે આના લીધે તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. ઘરના વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. વિદ્યાર્થી વર્ગ લાપરવાહીના લીધે પોતાના અભ્યાસ પર ધ્યાન નહીં આપે, જે તેમના માટે ખોટું રહેશે. વ્યવસાય: પ્રોપર્ટી સંબંધી કોઈ પણ ડીલ કરતી વખતે કાગળિયા વગેરે સારી રીતે તપાસી લો. આજે તમારી કોઈ મહત્વાકાંક્ષા પૂરી થશે તથા આવકના સ્ત્રોત પણ વધશે. પાર્ટનર તથા વેપારી વર્ગ સાથે સારો તાલમેલ જળવાઈ રહેશે. નોકરીમાં મન મુજબ કાર્યભાર મેળવવા માટે હજુ ધીરજ રાખવી પડશે. લવ: ઘરમાં તમે શાંતિ અને સુકૂન અનુભવશો. મહેમાનોની અવરજવર થશે તથા ભેટ-સોગાદોની આપ-લે પણ રહેશે. સ્વાસ્થ્ય: બેદરકારીના લીધે ગળું ખરાબ રહેશે, જેના કારણે તાવ રહી શકે છે. તમારી યોગ્ય સારવાર લો. લકી કલર: લાલ લકી નંબર: 6 પોઝિટિવ: પરિવારજનો સાથે અંગત પ્રવૃત્તિઓને લઈને કેટલાક મહત્વપૂર્ણ વિચાર-વિમર્શ થશે. ઘર, દુકાન, ઓફિસ વગેરેના સમારકામ અને સુધારણા સંબંધી યોજનાઓ પણ બનશે. દિવસનો થોડો સમય કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ અથવા ધાર્મિક સ્થળે વિતાવવાથી સુકૂન મળશે. નેગેટિવ: ક્યારેક-ક્યારેક એવું પ્રતીત થશે કે જાણે ભાગ્ય સાથ નથી આપી રહ્યું, પરંતુ નકારાત્મકતા લાવવાને બદલે તમારા કામ કરવાની પ્રણાલીમાં બદલાવ લાવો. ઘરના વડીલોની સલાહ અને સહયોગનું પણ ચોક્કસ અનુસરણ કરો. વ્યવસાય: વર્તમાન પ્રવૃત્તિઓ પર જ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો તથા કોઈ પણ નિર્ણય લેતા પહેલાં યોગ્ય વિચાર-વિમર્શ ચોક્કસ કરો. પૈસાની લેવડ-દેવડ સંબંધી કામ કરતી વખતે સાવચેતી રાખવી અત્યંત આવશ્યક છે, કારણ કે તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ શકે છે. લવ: તમારા કાર્યોમાં જીવનસાથીની સલાહ ચોક્કસ લો, તમારું મનોબળ વધશે તથા પરસ્પર સંબંધોમાં પણ મધુરતા આવશે. સ્વાસ્થ્ય: હવામાનથી તમારો બચાવ રાખો તથા તમારી જીવનશૈલીને પણ સુવ્યવસ્થિત રાખો. ગેસ અને અપચાની ફરિયાદ રહેશે. લકી કલર: સફેદ લકી નંબર: 2 પોઝિટિવ: જો બીજાની સલાહને બદલે તમારા નિર્ણયને પ્રાથમિકતા પર રાખશો, તો તમે સારું પરિણામ હાંસલ કરી શકશો. વર્તમાન સમયમાં પરિવર્તનના લીધે જીવન પર આવી રહેલી અસરને સ્વીકારો, આનાથી તમે તમારી સમસ્યાઓનું નિવારણ કરવામાં સક્ષમ રહેશો. કોઈ માંગલિક સમારોહમાં સામેલ થવાની તક પણ મળશે. નેગેટિવ: પારિવારિક સભ્યો સાથે કોઈ મુદ્દા પર વાતચીત કરતી વખતે તમારા વ્યવહારમાં ઈગો ન આવવા દો. બાળકો સાથે ઠપકો આપવાને બદલે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખો. તમારી સિદ્ધિઓનો વધુ દેખાડો ન કરો. બીજાના મામલામાં દખલગીરી કરવી માનહાનિ અપાવશે. વ્યવસાય: કારોબારી પ્રવૃત્તિઓ સમય મુજબ પૂરી થતી જશે. કાર્યક્ષેત્રમાં તમારા કામ કરવાનો જોશ અને જુસ્સો ગજબનો રહેશે, પરંતુ કોઈ પણ ગેરકાયદેસર કામ કરવાથી બચો નહિતર ખરાબ રીતે ફસાઈ શકો છો. ઓફિસમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે. લવ: પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. લગ્નેતર પ્રેમ સંબંધો બદનામીનું કારણ બની શકે છે, મર્યાદિત રહો. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરેની નિયમિત તપાસ કરાવતા રહો. યોગ અને મેડિટેશનને તમારી દિનચર્યાનો હિસ્સો બનાવવો જરૂરી છે. લકી કલર: વાદળી લકી નંબર: 5 પોઝિટિવ: આજે કોઈ સુખદ સમાચાર મળવાથી આત્મવિશ્વાસ વધશે અને તમારા કાર્યોને પણ નિયત સમયે પતાવી લેશો. સંબંધીઓ તથા મિત્રો સાથે પણ મુલાકાત થશે. તમે તમામ ચિંતાઓને છોડીને હળવા મૂડમાં રહેશો. યુવા વર્ગ પોતાના કરિયરને લઈને ખૂબ વધુ ગંભીર રહેશે. નેગેટિવ: પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેના સારા-ખરાબ પાસાઓ પર વિચાર ચોક્કસ કરી લો. બાળકોની ભૂલો પર તેમને ઠપકો આપવાથી તેમની અંદર લઘુતાગ્રંથિની ભાવના આવી શકે છે. બહેતર રહેશે કે તેમની સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલો. વ્યવસાય: વ્યવસાયમાં સુધારો લાવવા માટે નવી ટેકનિકલ માહિતીઓ શીખવી જરૂરી છે. માર્કેટિંગ અને ફાયનાન્સ સંબંધી કાર્યોમાં મહેનત મુજબ યોગ્ય સફળતા મળશે. આ સમયે કોઈ નવી સિદ્ધિ પણ હાંસલ થઈ શકે છે. નોકરીના સિલસિલામાં કોઈ યાત્રા કરવી પડી શકે છે. લવ: વિવાહિત જીવનમાં યોગ્ય સામંજસ્ય જાળવી રાખો. તમારા લવ પાર્ટનર સાથે મૂવી અથવા લોંગ ડ્રાઈવ પર જવાનો પ્રોગ્રામ બનાવો. સ્વાસ્થ્ય: કામકાજની અતિશયતાના લીધે માનસિક તણાવ રહી શકે છે. બ્લડ પ્રેશર સંબંધી તપાસ પણ નિયમિત રૂપે કરાવો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 3 પોઝિટિવ: આજે કોઈ અંગત સંપર્ક દ્વારા કોઈ ખાસ સમાચાર મળી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કેટલીક વિપરીત પરિસ્થિતિઓ સામે આવશે, પરંતુ તમારું યોજનાબદ્ધ રીતે તમારી દિનચર્યા અને કાર્યોને વ્યવસ્થિત રાખવું તમને ચોક્કસપણે સફળતા અપાવશે. નેગેટિવ: આ સમયે કોઈ પણ પ્રકારનું વધારાનું કામ તમારા હાથમાં ન લો, નહિતર અતિશય થાકના લીધે તમારી કાર્યક્ષમતા અને સ્વાસ્થ્ય પ્રભાવિત થશે અને આના લીધે તમારા અંગત કાર્યોમાં પણ અડચણો આવશે. વાહન સાથે જોડાયેલો કોઈ મોટો ખર્ચ પણ સામે આવી શકે છે. વ્યવસાય: વેપારમાં પબ્લિક રિલેશન તથા સંપર્ક સૂત્રોને વધુ મજબૂત કરો. આ સમયે મીડિયા તથા એડવર્ટાઈઝમેન્ટ સંબંધી કાર્યોમાં પણ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે સમય મુજબ કાર્યપ્રણાલીમાં પણ પરિવર્તન લાવવું પડશે. ઓફિશિયલ પ્રવૃત્તિઓ પણ વ્યવસ્થિત રહેશે. લવ: અવિવાહિત લોકો માટે સારો પ્રસ્તાવ આવવાની સંભાવના છે. પરિવારમાં પરસ્પર સંબંધોમાં વધુ મધુરતા આવશે. પ્રેમ સંબંધોમાં પણ ગાઢતા આવશે. સ્વાસ્થ્ય: છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીમાં સુધારો આવશે. સકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે થોડો સમય જરૂર વિતાવો. લકી કલર: વાદળી લકી નંબર: 9
    Click here to Read More
    Previous Article
    ડાયાબિટીસમાં હાર્ટ ડિસીઝનું જોખમ વધારે:ખતરાના 6 સંકેતો દેખાય તો તરત જ હોસ્પિટલ જાઓ; દરેક દર્દીઓ માટે 9 સાવચેતી જરૂરી
    Next Article
    Taylor Swift Talks Parenting In Rare Remarks After Marrying Travis Kelce

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment