Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિરોણામાં આંબેડકરની પ્રતિમાનું અનાવરણ થયું:લાભ પાંચમે પૂર્વ સરપંચોનું સન્માન કરાયું; ગામના વિકાસમાં તેમના યોગદાનને બિરદાવ્યું

    1 day ago

    કચ્છના નિરોણા ગામમાં લાભ પાંચમના દિવસે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું. આ સાથે સ્નેહમિલન સમારોહ યોજાયો, જેમાં ગામના અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. પ્રતિમાનું અનાવરણ જિલ્લા પંચાયત કચ્છની ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન એમ. ચાવડા અને જિલ્લા પંચાયત કચ્છના વિપક્ષી નેતા રાજેશભાઈ એમ. આહીરના હસ્તે થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ બાબાસાહેબના વિચારો, સંઘર્ષ અને સમાજ પરિવર્તન માટેના યોગદાનને યાદ કર્યા. સમારોહમાં સમાનતા અને ન્યાય આધારિત સમાજ બનાવવા માટે બાબાસાહેબના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ અપાયો હતો. નિરોણા ગામના વિકાસમાં અલગ અલગ સમયે ભૂમિકા ભજવનારા તમામ પૂર્વ સરપંચોનું સન્માન કરાયું. ગામ માટેની તેમની સેવાઓ અને યોગદાનને યાદ કરીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નરેશભાઈ મહેશ્વરી, માવજીભાઈ મહેશ્વરી અને મોહનભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગામના સરપંચ નરોત્તમભાઈ આહીરે જણાવ્યું કે બાબાસાહેબના શિક્ષણ, સમાનતા અને સામાજિક ન્યાયના વિચારો નવી પેઢી સુધી પહોંચાડવા આ આયોજન કરાયું. ગામમાં ભાઈચારો અને એકતાની ભાવના મજબૂત કરવાનો પણ આ આયોજનનો હેતુ હતો. શ્રી એકતા સહારા સેવા ગ્રુપ અને નિરોણા જૂથ ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો.
    Click here to Read More
    Previous Article
    લોકસભાની બેઠકોમાં 50% વધારો કરવાના પ્રસ્તાવ પર NCP-SP સહમત:સુપ્રિયા સુલેએ કહ્યું- દરેક રાજ્યમાં સમાન સંખ્યામાં બેઠકો વધારવામાં આવશે તો સમર્થન આપીશું, મહિલા અનામત પણ લાગુ કરો
    Next Article
    Junagadh News | જૂનાગઢમાં ટ્રેનની અડફેટે સિંહણનું મોત | Train Accident | Gujarat | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment