Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનિરુદ્ધ-કાવ્યાએ કર્યા 'સેલ્ફ રિસ્પેક્ટ મેરેજ':પંડિત-મંત્રોચ્ચાર વગર કેવી રીતે થયા લગ્ન? સામંથાએ પણ કર્યા ભૂત શુદ્ધિ વિવાહ, જાણો સેલેબ્સનો નવો વેડિંગ ટ્રેન્ડ

    6 घंटे पहले

    મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઇઝર્સ હૈદરાબાદની માલકણ કાવ્યા મારને 11 નવેમ્બરે ગ્રીસમાં લગ્ન કર્યા. બંનેએ પરંપરાગત હિંદુ લગ્નને બદલે 'સેલ્ફ રિસ્પેક્ટ મેરેજ' પસંદ કર્યા. આ લગ્નમાં ન તો પંડિત હતા, ન તો મંત્રોચ્ચાર અને ન તો ફેરા. વર-વધૂએ એકબીજાને માળા અને ચેન પહેરાવીને લગ્ન કર્યા. આ પહેલાં સામંથા રૂથ પ્રભુએ ભૂત શુદ્ધિ વિવાહ કર્યા હતા, જ્યારે દિયા મિર્ઝા અને આમિર ખાનની પુત્રી આયરા ખાનનાં લગ્ન પણ રીતરિવાજોથી અલગ કંઈક કરવા બદલ ચર્ચામાં રહ્યાં હતાં. ચાલો જાણીએ, આવા જ સેલેબ્સનાં લગ્નોમાં સર્જાયેલા નવા ટ્રેન્ડની કહાની- અનિરુદ્ધ-કાવ્યાએ સેલ્ફ રિસ્પેક્ટ મેરેજ કર્યા, જાણો આ શું છે? સેલ્ફ રિસ્પેક્ટ મેરેજને તમિલ ભાષામાં 'સુયમરિયાથાઈ થિરુમનમ' કહેવામાં આવે છે. તેની શરૂઆત તામિળનાડુમાં સમાજ સુધારક ઈ.વી. રામાસામી પેરિયારે 1925માં સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટ દ્વારા કરી હતી. આ આંદોલનનો હેતુ જાતિગત ભેદભાવ, સામાજિક અસમાનતા અને મહિલાઓ સાથે થતા ભેદભાવને પડકારવાનો હતો. આ લગ્ન પદ્ધતિમાં લગ્નને ધાર્મિક વિધિઓને બદલે બે લોકોની પરસ્પર સંમતિ અને સમાનતાના સંબંધ તરીકે માનવામાં આવે છે. તેમાં વર-કન્યા પોતે એકબીજાને પતિ-પત્ની તરીકે સ્વીકારે છે. તેઓ એકબીજાને હાર પહેરાવી શકે છે, વીંટીઓની આપ-લે કરી શકે છે અથવા મંગળસૂત્ર બાંધી શકે છે. તેના કાયદાકીય નિયમો શું છે? ભારતમાં આ લગ્ન પદ્ધતિને તામિળનાડુમાં 1967માં કાનૂની માન્યતા મળી હતી. તેના માટે હિંદુ મેરેજ એક્ટ, 1955માં કલમ 7-A ઉમેરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ લગ્ન પદ્ધતિની માન્યતા જાળવી રાખી છે. જોકે, કલમ 7-A સમગ્ર ભારતમાં લાગુ પડતી નથી. આ તામિળનાડુની વિશેષ જોગવાઈ છે અને પુડુચેરીમાં પણ આવી જ જોગવાઈ છે. તે મુજબ- અનિરુદ્ધ અને કાવ્યાએ 11 નવેમ્બરે ગ્રીસમાં લગ્ન કર્યા. લગ્નની તસવીરોમાં બંને એકબીજાને હાર અને ચેન પહેરાવતા નજરે પડ્યા. આ લગ્નમાં સુપરસ્ટાર રજનીકાંતે કાવ્યાને ચેન આપી, જ્યારે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમકે સ્ટાલિને અનિરુદ્ધને ચેન સોંપી. ત્યારબાદ બંનેએ એકબીજાને ચેન પહેરાવી. લગ્નમાં રજનીકાંત, એમકે સ્ટાલિન અને ઉદયનિધિ સ્ટાલિન સહિત અનેક મહેમાનો સામેલ થયા. આ સેલેબ્સે પણ અલગ રીત-રિવાજોથી લગ્ન કર્યા- સામંથા રુથપ્રભુ અને રાજ નિદિમોરુએ ભૂત શુદ્ધિ વિવાહ કર્યા સામંથા રૂથ પ્રભુ અને ફિલ્મમેકર રાજ નિદિમોરુએ 1 ડિસેમ્બર 2025ના રોજ કોઈમ્બતૂર સ્થિત ઈશા યોગ કેન્દ્રના લિંગ ભૈરવી મંદિરમાં ભૂત શુદ્ધિ વિવાહ કર્યો હતો. આ લગ્નમાં આશરે 30 નજીકના સંબંધીઓ અને મિત્રો સામેલ થયા હતા. ભૂત શુદ્ધિ વિવાહ યોગિક પરંપરા પર આધારિત છે. તેમાં માનવ શરીર અને અસ્તિત્વ સાથે જોડાયેલા પાંચ તત્વો—પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશના શુદ્ધિકરણ અને સંતુલન પર ભાર મૂકવામાં આવે છે. આ વિધિમાં દેવીનું પેન્ડન્ટ પણ સામેલ હોય છે. આ પદ્ધતિમાં લગ્નને માત્ર સામાજિક કે પારિવારિક આયોજન નહીં, પરંતુ આધ્યાત્મિક જોડાણ તરીકે જોવામાં આવે છે. એક્ટ્રેસ જિયા માણેકે પણ ભૂત શુદ્ધિ વિવાહ કર્યા હતા 'સાથ નિભાના સાથિયા' ફેમ એક્ટ્રેસ જિયા માણેકે પણ એક્ટર વરુણ જૈન સાથે ભૂત શુદ્ધિ વિવાહ કર્યો હતો. બંનેએ ઑગસ્ટ 2025માં લગ્ન કર્યા હતા. દિયા મિર્ઝાએ મહિલા પુજારી પાસે કરાવ્યા લગ્ન, કન્યાદાન-વિદાયની વિધિ નહીં દિયા મિર્ઝાએ 15 ફેબ્રુઆરી 2021ના રોજ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની ખાસ વાત એ હતી કે વૈદિક વિધિઓ કોઈ પુરુષ પંડિતે નહીં, પરંતુ મહિલા પુજારી શીલા અત્તાએ સંપન્ન કરાવી હતી. દિયાએ લગ્નમાં કન્યાદાન અને વિદાયની વિધિઓ પણ કરી નહોતી. તેમનું માનવું હતું કે દીકરી કોઈ વસ્તુ નથી, જેને દાન કરવામાં આવે. લગ્નમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો અને સજાવટ માટે કુદરતી તથા બાયોડિગ્રેડેબલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિયાએ બાદમાં જણાવ્યું હતું કે તેમના માટે મહિલા પૂજારી પાસે લગ્નની વિધિઓ કરાવવી અત્યંત ખાસ અનુભવ હતો. આ રીતે તેમણે પરંપરાગત લગ્નની અંદર જ કેટલીક જૂની વિધિઓમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો. ઈરા ખાનના વરરાજાએ ઘોડી પર નહીં, દોડીને કાઢી જાન સામાન્ય રીતે ભારતીય લગ્નોમાં વરરાજા ઘોડી પર બેસીને જાન લઈને પહોંચે છે, પરંતુ આમિર ખાનની દીકરી ઈરા ખાનના પતિ નૂપુર શિખરેએ આ પરંપરાને પોતાની રીતે બદલી નાખી. જાન્યુઆરી 2024માં ઈરા અને નૂપુરના લગ્ન દરમિયાન નૂપુર જિમ વેસ્ટ, શોર્ટ્સ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરીને લગભગ 8 કિલોમીટર દોડતા-દોડતા લગ્નસ્થળે પહોંચ્યા હતા. નૂપુર વ્યવસાયે ફિટનેસ ટ્રેનર છે. તેમણે પોતાની ફિટનેસ અને પસંદગીને લગ્નની જાનનો ભાગ બનાવી હતી. તેમની આ શૈલી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. તેઓ પરસેવાથી તરબતર હાલતમાં લગ્નસ્થળે પહોંચ્યા હતા અને એ જ પોશાકમાં મંચ પર બેઠા હતા. આલિયા-રણબીરે ઘરની બાલ્કનીમાં કર્યા લગ્ન બોલિવૂડમાં મોટા અને ભવ્ય લગ્નો વચ્ચે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એપ્રિલ 2022માં મુંબઈ સ્થિત પોતાના ઘરની બાલ્કનીમાં લગ્ન કર્યા હતા. આ સમારોહમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો જ સામેલ થયા હતા. આલિયાએ લગ્નમાં લાલ લહેંગાને બદલે હાથથી તૈયાર કરેલી આઇવરી ઓર્ગેન્ઝા સાડી પહેરી હતી. તેમના લગ્ને ઇન્ટિમેટ વેડિંગ એટલે કે ઘર અથવા ખાનગી સ્થળે ઓછા મહેમાનોની હાજરીમાં લગ્ન કરવાનો ટ્રેન્ડ પણ ચર્ચામાં લાવ્યો. યામી ગૌતમે ઘરે કર્યા પરંપરાગત પહાડી લગ્ન જૂન 2021માં બંનેએ હિમાચલ પ્રદેશમાં યામીના ઘરે અત્યંત ખાનગી સમારંભમાં લગ્ન કર્યા. યામીએ તેની માતાની સાડી પહેરી અને પરંપરાગત પહાડી નથ સાથે દુલ્હન બની. આ લગ્ને મોંઘા ડેસ્ટિનેશન વેન્યૂને બદલે ઘરે પરંપરાગત અને ખાનગી સમારંભ યોજવાનું ઉદાહરણ પૂરું પાડ્યું.
    Click here to Read More
    Previous Article
    ફાઈનલમાં આર્યવીર સેહવાગની જબરદસ્ત ફિફ્ટી:રનચેઝમાં ટીમ ઈન્ડિયાની જોરદાર બેટિંગ, 338 રનના ટાર્ગેટ સામે INDનો સ્કોર 80/0
    Next Article
    રાહુલ મહિલા રાઇડર પાછળ બેઠા:ગિગ વર્કર્સની રેલીમાં કહ્યું- અમે તમને મજૂર નહીં, પાર્ટનર બનાવવા માંગીએ છીએ, ભાજપ અબજોપતિઓને ફાયદો પહોંચાડી રહી છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment