Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરતનગર શાકમાર્કેટમાં વેપારી પિતા-પુત્ર પર હુમલો:ત્રણ શખસે ધોકા, ઢીકા-પાટુથી માર માર્યો, 'અહીં લારી ઉભી રાખશો તો બંનેને મારી નાખીશું' કહી ફરાર

    9 hours ago

    ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા શાકમાર્કેટ ખાતે શાકભાજીનો વેપાર કરતા પિતા-પુત્ર પર ત્રણ શખસે લાકડાના ધોકા અને ઢીકા-પાટુ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા શખ્સોએ હુમલો કરી બંનેને મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે ભરતનગર પોલીસ મથકમાં ત્રણ શખસો વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અપશબ્દો બોલવાની ના પાડતાં શખસેે ફોન કરીને બે મિત્રને બોલાવ્યા ભરતનગરના હરીઓમનગર સીંગલીયા ખાતે રહેતા 32 વર્ષીય સુરેશભાઈ ગોવિંદભાઈ બારૈયા અને તેમના પિતા ગોવિંદભાઈ ભવાનભાઈ બારૈયા જૂના પોલીસ સ્ટેશન પાસે શાકભાજીની લારી રાખી વેપાર કરે છે. સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ લારી પર હતા ત્યારે સંતુભા નામના શખસેે આવીને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. સુરેશભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા સંતુભાએ ફોન કરીને તેના મિત્રો મોહિતભાઈ બારોટ અને હરેશ ઉર્ફે નાનો રાજેશભાઈ પરમારને સ્થળ પર બોલાવ્યા હતા. ધોકા વડે હુમલો કરી ફરી લારી ઊભી ન રાખવાની ધમકી આપી ફરાર સ્થળ પર પહોંચેલા મોહિત બારોટ, સંતુભા અને હરેશ ઉર્ફે નાનો એમ ત્રણેય શખસએ પિતા-પુત્રને બેફામ ગાળો આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો, જ્યારે મોહિતે લાકડાના ધોકા વડે હુમલો કરી બંનેને મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરોએ "હવે જો અહીં શાકભાજીની લારી ઊભી રાખશો તો બંનેને જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. ભોગ બનનાર સુરેશભાઈની ફરિયાદના આધારે ભરતનગર પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામજોધપુરમાં બિરસા મુંડા જયંતિની તૈયારીની સમીક્ષા:જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે બેઠક યોજાઈ, અધિકારીઓએ સ્થળની વ્યવસ્થા તપાસી
    Next Article
    2-Year-Old Dies As 'Pop-Pop' Crackers Burst In His Mouth In Chhattisgarh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment