Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ વિસ્તારના કેટલાક ભાગમાં પાણી નહી આવે:સોમવારે સવારે લાઈન શિફ્ટિંગની કામગીરી કરવા શટડાઉન રહેશે, બોપલ- ઘુમા, સરખેજ- જુહાપુરા સહિતના વિસ્તારોમાં અસર થશે

    8 hours ago

    શહેરના પશ્ચિમ વિસ્તારમાં જુહાપુરા અંબર ટાવર રોડ પર લાઈન શિફ્ટિંગ અને લીલાપુર તળાવ પાસે નવા સ્પીડલ રોડની કામગીરીના કારણે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણીનો સપ્લાય 16 નવેમ્બરના રોજ સવારે 8:00 વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ બીજા દિવસે 17 નવેમ્બરે સવારે ઉપલબ્ધ પાણીના જથ્થા મુજબ પાણી આપવામાં આવશે. શહેરના બોપલ- ઘુમા, શીલજ, ભાડજ, રાજપથ ક્લબ રોડ, હેબતપુર વિસ્તારના અમુક ભાગોમાં અને સમગ્ર સરખેજ તેમજ જૂહાપુરામાં 16 નવેમ્બરની સવાર બાદ પાણી આવશે નહીં. ઈજનેર વોટર પ્રોજેકટના જણાવ્યા મુજબ જાસપુર 200 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારીત ટ્રક મેઈન લાઈન પૈકી લીલાપુર ગામ પાસે આવેલા લીલાપુર તળાવ પાસેના 1300 મીમી વ્યાસના સ્કાવર વાલ્વનો સ્પીડલ રોડ ખરાબ થયેલો હોઈ નવો સ્પીડલ રોડ નાખવાની કામગીરી તથા સરખેજ નેશનલ હાઇવે – કેડીલા સર્કલથી એ.પી.એમસી. તરફ જતી 750 મીમી વ્યાસની એમ.એસ.ટૂંકમેઈન લાઈન પર અંબર ટાવર - ક્લાસીક હોમ પાસે ડ્રેનેજ રી-હેબની કામગીરીમાં નડતરરૂપ લાઈન શિફટીંગની કામગીરી કરવાવાની હોવાથી 16 નવેમ્બરના રોજ પાણીના સપ્લાયનું શટડાઉન લેવામાં આવનાર છે. જાસપુર 200 એમએલડી પ્લાન્ટ આધારીત ટ્રંન્ક મેઈન્સ દ્વારા ફીડીંગ થતા ઉત્તર પશ્ચિમ ઝોન-ગોતા વોર્ડ ગોતા ટીપી-55, બોડકદેવ વોર્ડનાં રાજપથ ટીપી-50, થલતેજ વોર્ડના ભાડજ ટીપી-409, હેબતપુર ટીપી 53/એ, શિલજ ગામ, બોપલ-ધુમા તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનનાં સરખેજ-મકતમપુરા વોર્ડનાં તામામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં 16 નવેમ્બરનાં રોજ સવારના સપ્લાય પછીના તમામ સ્ટેગર્ડ સપ્લાય બંધ રહેશે. 17 નવેમ્બરનાં રોજ પાણી પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આગામી 3 વર્ષમાં AI મનુષ્યોનો જીવ લઈ શકે છે:AIના ‘ગોડફાધર’ની ભયાનક ચેતવણી, કહ્યું- 18 મહિનામાં એટલું સ્માર્ટ બની જશે કે આપણા કંટ્રોલ બહાર જઈ તે જાતે નિર્ણય લેશે
    Next Article
    જાયન્ટ્સ ગ્રુપે બોટાદના સ્લમ વિસ્તારોમાં મીઠાઈ વહેંચી:નવા વર્ષના પર્વે કેતનભાઈ રોજેસરા, રાજુભાઈ ડેરૈયા સહિતના સભ્યો કાર્યક્રમમાં જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment