Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ પર સળગતી ફટાકડાની લૂમ હાથમાં પકડી યુવકે રીલ બનાવી:બાપુનગરમાં વાહનચાલકોના જીવ જોખમમાં મૂક્યા, જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ

    6 घंटे पहले

    અમદાવાદના ​બાપુનગરમાં એક જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક યુવક જાહેર રોડ પર સળગતી ફટાકડાની લૂમ હાથમાં પકડીને ચાલતો જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાના હેતુથી આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર થયેલા વાઇરલ વીડિયોના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. રસ્તા પર લોકોના જીવ જોખમમાં મુક્યાં ​હરદાસનગરમાં ડકેટ વેસ્ટર્ન દુકાન સામે એક યુવકે જાહેર રોડ પર પોતાના હાથમાં ફટાકડાની સળગતી લાંબી લૂમ પકડી રાખી છે. ફટાકડા ફૂટવાના કારણે રસ્તા પર સતત આગના તણખા અને ધુમાડો નીકળી રહ્યો હોવા છતાં યુવક પોતાનો તેમજ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓનો જીવ જોખમમાં મૂકીને રોડ પર ચાલતો નજરે પડે છે. વીડિયોની ઉપર અંગ્રેજીમાં Dakait on fire will burn everyone's જેવું લખાણ પણ લખવામાં આવ્યું છે. આ વીડિયો બાપુનગર પોલીસના ધ્યાને આવતા પોલીસે તપાસ કરતા ડકેત વેસ્ટર્ન દુકાનના માલિક ચિરાગ કારેલીયાએ જ આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું. તેમજ ગત 9 નવેમ્બરે આ વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    PMના રાત્રિ રોકાણ વચ્ચે લોકભવનમાં VVIP મૂવમેન્ટ:મિટિંગ દરમિયાન દિવ દમણ પાસિંગની ડિફેન્ડરે એન્ટ્રી મારી, આજે સંસ્કારધામના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા
    Next Article
    On Lahore Event Invite To Bhagwant Mann, Centre's Pahalgam Attack Reminder

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment