Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચામડીની નીચે મૂકતા જ ડાયાબિટીસના દર્દીનું સુગર કંટ્રોલ કરતું ડિવાઇસ:ઉંદરો પર સંશોધન થયું માનવ પરીક્ષણ બાકી, ડોક્ટરે કહ્યું-ઇન્સ્યુલિનની જરૂરિયાત ઘટાડી શકે

    10 घंटे पहले

    14 નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે તેની થીમ 'અર્લી એક્શન ઓન ડાયાબિટીસ' રાખવામાં આવી છે. આ થીમના માધ્યમથી ડાયાબિટીસનું વહેલું સ્ક્રીનિંગ, સમયસર નિદાન અને યોગ્ય સારવાર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. લોકોની લાઈફસ્ટાઈલમાં આવેલા પરિવર્તનના કારણે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ગુજરાત અને ભારતમાં ડાયાબિટીસના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.હાલના સમયમાં ડાયાબિટીસની સારવાર ઈન્સ્યુલીન અને અલગ અલગ દવાઓ આપીને કરવામાં આવે છે. જો કે, સ્વિટઝર્લેન્ડમાં હાલ ECHO (ઇલેક્ટ્રોકેટાલિટિક ક્લોઝ લૂપ હેલ્થ ઓપ્ટિમાઇઝેશન)ટેક્નોલોજી પર પણ કામ ચાલી રહ્યું છે. ચામડી નીચે ચીપ મૂકી સુગર કંટ્રોલ કરવાની આ ટેક્નોલોજી સફળ રહી તો આગામી દિવસોમાં ડાયાબિટીસની અલગ અલગ દવાઓ અને ઈન્સ્યુલીનનો વિકલ્પ બની શકે છે. આ ટેક્નોલોજી શું છે?, ડિવાઈસ પર ચાલી રહેલું સંશોધન હાલ કયા તબક્કામાં છે? તે જાણવા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન અને જિરિયાટ્રિક્સ વિભાગના ડિરેકટર ડો. યોગેશ ગુપ્તા સાથે વાતચીત કરી. નવી ટેક્નોલોજી દવા અને ઈન્સ્યુલીનનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે ડાયાબિટીસની સારવારમાં નવી ટેકનોલોજી તરીકે ECHO એટલે કે ઇલેક્ટ્રોકેટાલિટિક ક્લોઝ લૂપ હેલ્થ ઓપ્ટિમાઇઝેશન પર પણ સંશોધન ચાલી રહ્યું છે. સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ટરનલ મેડિસિન અને જિરિયાટ્રિક્સ વિભાગના ડિરેક્ટર ડૉ. યોગેશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચમાં સંશોધન હેઠળ રહેલી આ ટેકનોલોજીમાં ચામડીની નીચે નાની ચિપ જેવું ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે છે. આ ઇમ્પ્લાન્ટમાં સોના અને પ્લેટિનમ જેવી ધાતુઓની ઇલેક્ટ્રિકલી ચાર્જ્ડ સપાટીનો ઉપયોગ કરવામાં આવે છે. તેને સક્રિય કરવામાં આવે ત્યારે શરીરમાં રહેલા ગ્લુકોઝને ગ્લાયકોનેટમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા થાય છે. આ ગ્લાયકોનેટનો અમુક હિસ્સો શરીર ઊર્જા માટે ઉપયોગમાં લઈ શકે છે, જ્યારે બાકીનો હિસ્સો કિડની દ્વારા બહાર નીકળી શકે છે. ડૉ. યોગેશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, આ ટેકનોલોજીનું હાલ ઉંદરો પર સંશોધન કરવામાં આવ્યું છે. છ અઠવાડિયાના અભ્યાસ દરમિયાન બ્લડ શુગર વધે ત્યારે ઇમ્પ્લાન્ટને સક્રિય કરીને ગ્લુકોઝને ગ્લાયકોનેટમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. સંશોધનમાં જાણવા મળ્યું હતું કે ગ્લાયકોનેટનો આશરે પાંચમો ભાગ ઊર્જા તરીકે ઉપયોગમાં લેવાયો હતો, જ્યારે બાકીનો ભાગ કિડની મારફતે બહાર નીકળી ગયો હતો. જોકે, આ ટેકનોલોજીનું હજુ સુધી માનવીઓ પર પરીક્ષણ થયું નથી. આ નવી ટેકનોલોજી ભવિષ્યમાં ડાયાબિટીસની દવાઓ અને ઇન્સ્યુલિનની જરૂરિયાત ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે કે કેમ તે અંગે પણ સંશોધન ચાલી રહ્યું છે. પ્રાથમિક સંશોધનમાં ટ્રાયગ્લિસરાઇડ અને શરીરના વજનમાં ઘટાડા જેવા સંભવિત ફાયદાઓ પણ સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, હાલના તબક્કે તેને ડાયાબિટીસની દવાઓના વિકલ્પ તરીકે જોવું યોગ્ય નથી. નવી ટેકનોલોજી ભવિષ્યમાં સારવારની દિશા બદલી શકે છે ડો. ગુપ્તાના જણાવ્યા મુજબ, હાલ સંશોધન માત્ર ઉંદરો પર થયું હોવાથી માનવ શરીરમાં આ ટેકનોલોજી કેટલી અસરકારક અને સુરક્ષિત રહેશે તે અંગે કોઈ અત્યારે નિશ્ચિત તારણ કાઢી શકાય તેમ નથી. નિષ્ણાતોના મતે, ડાયાબિટીસ સામે લડવા માટે વહેલું નિદાન, નિયમિત તપાસ, યોગ્ય સારવાર અને જીવનશૈલીમાં સુધારો સૌથી વધુ જરૂરી છે. નવી ટેકનોલોજી ભવિષ્યમાં સારવારની દિશા બદલી શકે છે. ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબિટીસ વચ્ચેનો તફાવત સમજીને સારવાર કરવી જરુરીઃ ડો. વિપુલ ચાવડા અમદાવાદની રિલાયન્સ હોસ્પિટલના ડાયાબિટોલોજિસ્ટ ડૉ. વિપુલ ચાવડાએ જણાવ્યું કે,ટાઇપ-1 ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યુલિનની અછત હોવાથી ઇન્સ્યુલિન આપવું જરૂરી બને છે, જ્યારે ટાઇપ-2 ડાયાબિટીસ મોટાપા અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સાથે સંકળાયેલો છે. ટાઇપ-2 ડાયાબિટીસના કિસ્સામાં યોગ્ય સારવાર, વજન નિયંત્રણ અને જીવનશૈલીમાં ફેરફાર દ્વારા બ્લડ શુગરને કંટ્રોલમાં લાવી શકાય છે અને કેટલાક કિસ્સામાં ડાયાબિટીસ રિમિશન સુધી પહોંચી શકાય છે. ખાસ કરીને બાળકોમાં મોટાપાને વહેલીતકે ઓળખીને સારવાર શરૂ કરવી જરૂરી છે. 'ડાયાબિટીસની સારવારમાં દવાઓ જેટલું જ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન જરુરી' ડાયાબિટોલોજિસ્ટ ડૉ. ધ્રુવી હસનાનીએ જણાવ્યું હતું કે, પ્રી-ડાયાબિટીસ અને મોટાપો ધરાવતા લોકોમાં સમયસર હસ્તક્ષેપ કરવામાં આવે તો ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે. તેમના જણાવ્યા અનુસાર, મેટફોર્મિન અને GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ જેવી દવાઓનો ઉપયોગ યોગ્ય દર્દીઓમાં તબીબી માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો ડાયાબિટીસ તરફ વધતી સ્થિતિને અટકાવવામાં મદદ મળી શકે છે. જોકે, દવાઓની સાથે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે કે નિયમિત કસરત, યોગ્ય આહાર અને વજન નિયંત્રણ પણ એટલાં જ મહત્ત્વપૂર્ણ છે. ડૉ. ધ્રુવીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે ડાયાબિટીસની સારવારમાં પ્રિસિઝન મેડિસિન અને ડિજિટલ ટેકનોલોજીનું મહત્ત્વ વધી રહ્યું છે. દર્દીના શરીરની સ્થિતિ, ડાયાબિટીસના પ્રકાર અને જોખમી પરિબળોના આધારે વ્યક્તિગત સારવાર શક્ય બની રહી છે. પરિવારમાં માતા-પિતાને ટાઇપ-2 ડાયાબિટીસ હોવો, મોટાપો, બેઠાડુ જીવન અને કમરનો વધુ ઘેરાવો ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે. તેથી સમયાંતરે RBS અને HbA1c જેવી તપાસ કરાવી વહેલું નિદાન કરાવવું જરૂરી છે. ડાયાબિટીસના વધતા કેસ વચ્ચે તબીબી નિષ્ણાતોનું માનવું છે કે, હવે માત્ર પુખ્ત વયના લોકો જ નહીં, પરંતુ બાળકો અને ટીનએજર્સમાં પણ ડાયાબિટીસના જોખમને ગંભીરતાથી લેવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    શાકભાજીવાળા અને રિક્ષા ચાલકોના વોટ્સએપ ગ્રુપથી 260 બાળકો શોધ્યા:સુરતના 20 કિ.મી. વિસ્તારમાં બે દિવસે 1 બાળક ગુમ, પોલીસે આમ પાર પાડ્યું ઐતિહાસિક ઓપરેશન
    Next Article
    Rex Ryan Thought The New York Jets Would Fire Him After One Drill

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment