Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનિયા ગાંધીના પુસ્તક પરથી ફિલ્મ બનશે:તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી શૂટિંગની શરૂઆત કરશે; કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફંડ એકત્ર કરવાનું શરૂ કર્યું

    2 days ago

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીના ખાનગી જીવન અને રાજકીય સફર પર હવે તેલુગુ ફીચર ફિલ્મ બનાવવામાં આવશે. આ ફિલ્મ 10 નવેમ્બરે રિલીઝ થયેલી તેમની આત્મકથા 'બિલોંગિંગ: અ જર્ની ઑફ લવ' પર આધારિત હશે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જગ્ગા રેડ્ડીએ ગુરુવારે યોજાયેલી પાર્ટી કાર્યકરોની બેઠકમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેમણે ફિલ્મ નિર્માણ માટે કાર્યકરો પાસેથી આર્થિક સહયોગ માંગ્યો અને પ્રારંભિક કામગીરી સંભાળવા માટે 50 સભ્યોની સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. કોંગ્રેસ નેતાએ આપ્યા 2 કરોડ રૂપિયા, સીએમ રેવંત રેડ્ડી કરશે લોન્ચ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને ફંડ એકત્ર કરવાની અપીલ કરતાં જગ્ગા રેડ્ડીએ કહ્યું કે જેમ ચૂંટણીમાં ખર્ચ કરવામાં આવે છે, તેમ આને પણ ખર્ચ માનીને એક સારા ડિરેક્ટરની પસંદગી કરો અને બજેટ તૈયાર કરો. તેમની આ અપીલ પર વિસ્તારના કોંગ્રેસ સંયોજક જુલકાંતિ અંજનેયુલુએ ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી. પ્રારંભિક નિર્માણ કાર્યની દેખરેખ ગાંધી ભવનના જનસંપર્ક અધિકારી કરશે. રેડ્ડીએ જણાવ્યું કે તૈયારીઓ પૂર્ણ થયા બાદ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી શૂટિંગનો ઔપચારિક પ્રારંભ કરશે. ઇન્દિરા-રાજીવના નિધન બાદના સંઘર્ષ અને પારિવારિક જીવનની ઝલક જગ્ગા રેડ્ડીએ જણાવ્યું કે પ્રસ્તાવિત ફિલ્મમાં ગાંધી પરિવાર સાથે સોનિયા ગાંધીના જોડાણથી લઈને દેશના મુખ્ય રાજકીય નેતા બનવા સુધીના વિવિધ પડાવોને દર્શાવવામાં આવશે. આમાં ઇન્દિરા ગાંધીની વહુ, રાજીવ ગાંધીની પત્ની અને રાહુલ તથા પ્રિયંકા ગાંધીની માતા તરીકેના તેમના જીવનને દર્શાવવામાં આવશે. ફિલ્મમાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા પછીનો મુશ્કેલ સમય, બાળકોના ઉછેર અને રાજકીય જવાબદારીઓ સંભાળવાના પડકારોને પણ સામેલ કરવામાં આવશે. વડાપ્રધાન પદ ઠુકરાવવાના નિર્ણય અને મનરેગા યોજના પર રહેશે ધ્યાન ફિલ્મમાં સોનિયા ગાંધીના તે નિર્ણયને વિશેષ મહત્વ આપવામાં આવશે, જ્યારે તક હોવા છતાં તેમણે વડાપ્રધાન પદ સ્વીકાર્યું નહોતું. રેડ્ડીએ જણાવ્યું કે રાજીવ ગાંધીની હત્યા બાદ પી.વી. નરસિંહ રાવ વડાપ્રધાન બન્યા અને સોનિયાએ પદ માટે દાવો કર્યો નહોતો. પછી યુપીએ સરકારની રચના સમયે પણ પક્ષના નેતાઓના આગ્રહ છતાં તેમણે પદ ઠુકરાવીને ડૉ. મનમોહન સિંહને વડાપ્રધાન બનાવ્યા. આ ઉપરાંત ગ્રામીણ રોજગાર માટે મનરેગા (MGNREGA) યોજના લાવવામાં સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને રાહુલ ગાંધીની ભૂમિકા દર્શાવવામાં આવશે. 10 નવેમ્બરે સોનિયા ગાંધીની 544 પાનાની આત્મકથા પ્રકાશિત થઈ છે સોનિયા ગાંધીનું પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ કોઈપણ લોન્ચ ઇવેન્ટ વિના 10 નવેમ્બરથી સીધું જ બજારમાં મળવા લાગ્યું છે. હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં 544 પેજ અને 7 અધ્યાય છે. પ્રથમ આવૃત્તિમાં એક લાખ નકલો છાપવામાં આવી છે. પુસ્તકના કવર પર સોનિયાનો ફોટો છે, જે 1966માં રાજીવ ગાંધીએ લીધો હતો. શરૂઆતના પેજ પર લખ્યું છે—પુત્ર રાહુલ, પુત્રી પ્રિયંકા અને પૌત્ર-પૌત્રી રેહાન અને મિરાયાના નામે. સોનિયા ગાંધીએ તેને અંગત સંસ્મરણો ગણાવતાં કહ્યું છે કે આ રાજકીય પુસ્તક નથી. પુસ્તકમાં કટોકટી બાદની ચૂંટણીમાં હાર, સંજય ગાંધીનું નિધન, ઇન્દિરા ગાંધીની હત્યા, રાજીવ ગાંધીની હત્યા અને પોતાને કેન્સર હોવાનું જાણવા મળવા જેવા પ્રસંગો સામેલ છે, જે ગાંધી પરિવારમાં બનેલી કરુણ ઘટનાઓ દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    घर से ऑफिस आने-जाने में 78,000 रुपये महीना कमा रहा TCS कर्मचारी, पड़ोसी ने दावा करते हुए खोला राज
    Next Article
    ‘મોદી મારો ફોન ટેપ કરાવી રહ્યા છે’:રાહુલ ગાંધીએ આરોપ લગાવતાં કહ્યું- સામસામે ચર્ચા કરશે, તો મોદી PM નહીં રહે; 12 દિવસમાં 7મો પડકાર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment