Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં બાળકને બચાવવા જતાં ત્રીજા માળેથી પટકાતા માતાનું મોત:ચાર વર્ષનો દીકરો રમતા રમતા બાલ્કનીમાં પહોંચી જતા દોટ મૂકી, બેલેન્સ ગુમાવી દેતા ઊંધા માથે પટકાઈ

    7 hours ago

    વડોદરાના તરસાલી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે, જ્યાં એક ચાર વર્ષના માસૂમ બાળકને અકસ્માતથી બજાવવા માટે પોતાની જાનની બાજી લગાવી દેતી માતાનું મોત થયું છે. એક બિલ્ડિંગના ત્રીજા માળની બાલ્કનીમાં રમતો માસૂમ બાળક નીચે પડી જાય તેમ હતો તે જોતા જ તેની માતા તેને બચાવવા દોડી હતી. આ જોખમી સ્થિતિ જોઈને માતાએ તુરંત જ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ ભારે જહેમત અને દોડધામ દરમિયાન સંતુલન ગુમાવાને કારણે મહિલા ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે જમીન પર ઊંધા માથે પટકાય છે અને ફૂટબોલની જેમ ઊછળી પડે છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બાળકને બચાવવા જતાં માતા ત્રીજા માળેથી નીચે પટકાઈ તરસાલી વિસ્તારમાં નિશી ફ્લેટ નામના એપાર્ટમેન્ટમાં 34 વર્ષીય દક્ષાબહેન પોતાના પરિવાર સાથે ત્રીજા માળે રહેતા હતા. તેમનું ચાર વર્ષનું બાળક આજે સવારે રમતા-રમતા બાલ્કની પાસે પહોંચ્યું હતું. તે બાલ્કનીમાંથી નીચે પડવાની સ્થિતિમાં હતું તેવામાં દક્ષાબહેને તેને જોઈ લેતા બચાવવા દોડ્યા હતા, પરંતુ અચાનક તેઓનું જ સંતુલન બગડી જતાં તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. ગંભીર ઈજાઓને કારણે મહિલાનું સારવાર દરમિયાન મોત ઘટના બાદ તરત જ આસપાસના રહીશો અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક લોહીથી લથપથ મહિલાને નજીકની હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તબીબોએ તેમને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તાર અને સોસાયટીમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે તથા પરિવારમાં કાળો કહેર વરતાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસે તાત્કાલિક ગુના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તેમજ આસપાસના લોકોના નિવેદન નોંધી આ દુર્ઘટના કયા ચોક્કસ સંજોગોમાં ઘટી તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. વ્હાલસોયા દીકરાનો જીવ બચાવવા જતાં માતાએ જીવ ગુમાવ્યો દક્ષાબહેને પોતાના વ્હાલસોયા દીકરાનો જીવ તો બચાવી લીધો પરંતુ ત્રીજા માળેથી નીચે પટકાતા તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ કાળજું કંપાવી દેતા છે. ઘટનામાં મહિલા નીચે પટકાયા બાદ રોડ ઉપરથી પસાર થતી રિક્ષામાં સવાર તમામ લોકો દોડી આવ્યા હતા અને એપાર્ટમેન્ટની નીચેથી મદદ માટે લોકોને બૂમો પાડી હતી. મહિલાના પરિવારજનો તરત જ નીચે દોડી આવ્યા હતા અને મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    Kulgam Terrorist Attack पर भड़के Farooq Abdullah ने PAK को दी ये नसीहत, किश्तवाड़ में SPO के शव बरामद
    Next Article
    નવસારી નજીક પિકઅપ ટેમ્પો પલટી જતાં અકસ્માત:સુરતના કાપોદ્રાના એક જ પરિવારના 8 સભ્યોને ઇજા; ઇજાગ્રસ્તોને નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment