Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોખડાજી સર્કલ વિસ્તારમાં ઝઘડતા શખસોને અટકાવતા આધેડ પર હુમલો:બ્લોકના ઘા મારી માથા અને કપાળના ભાગે લોહિયાળ ઈજાઓ પહોંચાડી, આધેડને સારવારમાં ખસેડાયા

    15 hours ago

    ભાવનગર શહેરના મોખડાજી સર્કલ પાસે રસ્તા પર ઝઘડો કરી રહેલા બે શખ્સોને અટકાવવા જતાં આધેડ પર બ્લોક વડે હુમલો કરી માથા અને કપાળના ભાગે લોહીયાણ ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. હાલ ઈજાગ્રસ્ત આધેડ ને ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા.જ્યારે બનાવ સંદર્ભે ઘોઘારોડ પોલીસે બંને શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સિમેન્ટના બ્લોકથી માથાના ભાગે હુમલો કરાતા લોહીલુહાણ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના સરદારનગર માલધારી સોસાયટીમાં રહેતા અને મકાન લે-વેચનું વ્યવસાય કરતા ભગવાનભાઈ બાબાભાઈ સાટીયા (ઉં.વ 54) એ ઘોઘારોડ પોલીસ મથકમાં કિશન શૈલેષભાઈ સોલંકી અને દશરથ (રહે. બન્ને, ભાવનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.11/11/2026ના રોજ રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ તેઓ બાઈક પર મોખડાજી સર્કલથી શિવાજી સર્કલ તરફ જઇ રહ્યા હતા ત્યારે સેલના પેટ્રોલપંપ પાસે તેઓએ રસ્તે ઝઘડો કરી રહેલા આ બંને શખ્સોને ત્યાંથી જતા રહેવાનું કહેતા શખસો ઉશ્કેરાઈને તેમને અપશબ્દો બોલી ઝઘડો કરી મુઢમાર માર્યો હતો. ત્યારબાદ બંને શખસોએ બ્લોક વડે હુમલો કરી તેઓને માથાના ભાગે તેમજ કપાળ પર લોહિયાળ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી બન્ને શખસ નાસી છૂટ્યા હતા. બાદ તેઓને પ્રથમ સર ટી. હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે બન્ને શખસ સામે BNS એક્ટ 115(2), 352, 351(3), 125(a), 54 તેમજ જી.પી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ:5 લોકોને ગોળી વાગી, પોલીસે લોકોને વિસ્તાર ખાલી કરવાની અપીલ કરી
    Next Article
    Woman Loses Job At Diwali Office Party As Boss Announces Company Is Closing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment