Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાસણ ગીર જંગલ સફારીની જીપ્સી વાહન વ્યવસ્થા મામલે રજૂઆત:કાત્રાસા-દેવગામ અને અમરાપુર ગામનો સમાવેશ જીપ્સી ટોકન ફાળવણીમાં કરવા માગ, સરપંચોએ નાયબ વન સંરક્ષકને લખ્યો પત્ર

    10 hours ago

    જૂનાગઢના સાસણ સફારી પાર્ક અને કુદરતી વાતાવરણની મોજ માણવા દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સાસણ આવવાનું પસંદ કરી રહ્યા છે, જેના કારણે આસપાસના અનેક ગામોના લોકોને વેપાર-ધંધા અને રોજગારી મળી રહી છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને અમરાપુર ગીર, કાત્રાસા અને દેવગામ એમ ચારથી પાંચ ગામના સરપંચો દ્વારા તેમના ગામના સ્થાનિક યુવાનોને પણ ધંધા-રોજગારી મળી રહે તે હેતુસર વન વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ​નાયબ વન સંરક્ષકને સરપંચે લખ્યો પત્ર ગ્રામ પંચાયત અમરાપુર ગીરના સરપંચ સોલંકી હેતલબેન જેન્તીભાઈ તરફથી નાયબ વન સંરક્ષક, વન્ય પ્રાણી વિભાગ, સાસણ ગીર, જૂનાગઢને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ગીર જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે જીપ્સી વાહનોની વ્યવસ્થા કરાઈ છે, જેનાથી આસપાસના લોકોને રોજગારી મળે છે. વર્ષ 2023માં અમરાપુર ગીર ગામનો દેવળીયા જીપ્સી સફારીની વ્યવસ્થામાં સમાવેશ કરાયો હતો, પરંતુ હાલની વાહન વ્યવસ્થામાં આ ગામનો સમાવેશ કરાયો નથી. જીપ્સી ટોકન ફાળવણીમાં અમરાપુર ગામના સમાવેશની માગ અમરાપુર ગીર ગામ સાસણ ગીર વિસ્તારની નજીક હોવા છતાં જીપ્સી ટોકન ફાળવણીમાં સમાવેશ ન થવાથી ગામના યુવાનો રોજગારીથી વંચિત રહે છે. ગામના ઘણા યુવાનો ખેતી અને મજૂરી પર નિર્ભર હોવાથી જો સફારી વ્યવસ્થામાં ગામનો સમાવેશ થાય તો યુવાનોને સ્વરોજગારી મળી શકે અને પરિવારની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે. ​ગામના યુવકોને રોજગારી મળે તે માટે રજૂઆત આ અંગે અમરાપુર ગામના સરપંચના પ્રતિનિધિ ભઈલુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, કાત્રાસા તથા દેવગામના સરપંચો સાસણ ખાતેના નાયબ વન સંરક્ષણ વન વિભાગની ઓફિસે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગીર જંગલ સફારીની અંદર વાહનોની વ્યવસ્થા માટે 21થી 22 ગામો લેવામાં આવ્યા છે, જેમાં તેમના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ગામના લોકોને રોજી-રોટી મળી રહે તે માટે ડીસીઓ સાહેબની ઓફિસે લેખિત પત્ર આપીને તેમના ગામોનો પણ સમાવેશ કરવા રજૂઆત કરાઈ છે. જો આ બાબતે વહેલી તકે કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવશે, જેથી અધિકારીઓના માધ્યમથી આ વાત સરકાર સુધી પહોંચે અને ગામોનો સમાવેશ થાય.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ-વડોદરામાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટેના દ્વાર ખુલ્યા:કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફોરેન ઇમિગ્રેશન માટે મંજૂરી આપી, આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સારી હવાઈ કનેક્ટિવિટી મળે તેવી આશા
    Next Article
    PM Modi Gujarat Visit | PM મોદી 13-14 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે | November | Ahmedabad | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment