Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-નાસિકની ઈન્ડિગોની ફ્લાઈટ ટેક ઓફના એક કલાક પહેલા રદ:એરલાઈન્સના સ્ટાફ સાથે મુસાફરોની ઉગ્ર બોલાચાલી, મુંબઈથી નાસિક બાય રોડનો વિકલ્પ અપાતા રોષ

    3 days ago

    અમદાવાદ એરપોર્ટ પર અવારનવાર ફ્લાઇટ કેન્સલ અથવા ડીલે થવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે 12 નવેમ્બરે ઈન્ડિગો એરલાઈન્સની ગંભીર બેદરકારી સામે આવતા મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અમદાવાદથી નાસિક જવા માટેના મુસાફરોએ કન્ફર્મ ટિકિટ મેળવી, બોર્ડિંગ પ્રોસેસ પૂર્ણ કરી દીધી હતી અને તેમનો સામાન પણ જમા થઈ ગયો હતો. પરંતુ, ટેકઓફના માત્ર એક કલાક પહેલાં એરલાઇન્સ દ્વારા અચાનક ફ્લાઈટ કેન્સલ કરવામાં આવ્યાની જાહેરાત કરવામાં આવી હતી. મુંબઈ થઈને નાસિક બાય રોડ જવાનો વિકલ્પ અપાતા રોષ ફ્લાઇટ રદ થયા બાદ નાસિક જવા સીધી વૈકલ્પિક વ્યવસ્થા કરવાના બદલે એરલાઇન્સે મુસાફરોને અમદાવાદથી મુંબઈ અને ત્યાંથી રોડ માર્ગે નાસિક જવાનો વિકલ્પ આપ્યો હતો. મુસાફરોનો આક્ષેપ છે કે, સામાન્ય રીતે અમદાવાદથી નાસિક પહોંચવામાં ઓછો સમય લાગે છે, પરંતુ એરલાઇન્સની મનમાનીના કારણે તેમને મુંબઈ થઈને કલાકો સુધી હેરાન થવું પડે તેવી સ્થિતિ મુકાયા હતા. એટલું જ નહીં, એરલાઈન્સના સ્ટાફ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ન આવતા મુસાફરો અને સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. અસરગ્રસ્તોને વળતર કે રિફંડ આપવા DGCAની માગ આ ઘટનાએ એરલાઇન્સની સેવાઓ અને મુસાફરોના અધિકારો સામે મોટા સવાલો ઊભા કર્યાં છે. મુસાફરોનો સમય, આર્થિક નુકસાન અને અટવાયેલા કાર્યક્રમોની જવાબદારી કોની તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે. રોષે ભરાયેલા મુસાફરોએ માંગ કરી છે કે, DGCA આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરે, ફ્લાઇટ રદ થવાનું ચોક્કસ કારણ જાહેર કરે અને અસરગ્રસ્તોને યોગ્ય વળતર તથા રિફંડ પૂરું પાડે.
    Click here to Read More
    Previous Article
    બરડા જંગલ સફારીમાં પ્રવાસીઓને સિંહોના ટોળાનાં દુર્લભ દર્શન:પ્રવાસીઓ સિંહોને નજીકથી જોઈ રોમાંચિત થયા; સ્થાનિક નેસ સંસ્કૃતિની માહિતી મેળવી
    Next Article
    Sagbara forest land cultivation issue | સાગબારા જંગલ જમીન ખેડાણનો મુદ્દો | AP Center | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment