Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીએ કહ્યું- મારી તો જિંદગી ખરાબ થઈ ગઈ:મુંબઈ લોકલ ટ્રેનમાં યુવતીની છેડતી, વિરોધ કરતાં ધક્કો માર્યો, ટ્રેનના પૈડાં નીચે આવી જતાં હાથ કપાઈ ગયો; આરોપીની ધરપકડ

    15 hours ago

    મુંબઈની લોકલ ટ્રેનમાં છેડતીનો વિરોધ કરવા બદલ આરોપીએ 20 વર્ષની યુવતીને નાયગાંવ સ્ટેશન નજીક ધક્કો મારી દીધો. આ અકસ્માતમાં યુવતીનો ડાબો હાથ કોણીથી કપાઈ ગયો, જ્યારે માથામાં 16 ટાંકા આવ્યા છે. પોલીસે આરોપી જિતેન્દ્ર હિરમુખેની ધરપકડ કરી છે. આ ઘટના 4 નવેમ્બરની છે. યુવતી ગોરેગાંવથી નાયગાંવ જઈ રહી હતી. આરોપ છે કે મુસાફરી દરમિયાન જિતેન્દ્રએ તેની સાથે અશ્લીલ હરકત કરી હતી. વિરોધ કરવા પર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. યુવતીએ કહ્યું- મારી જિંદગી ખરાબ થઈ ગઈ, મને ન્યાય જોઈએ યુવતીએ કહ્યું- મેં ગોરેગાંવથી ટ્રેન પકડી હતી. મારે નાયગાંવ જવાનું હતું. નાયગાંવ સ્ટેશન આવવાનું હતું. તે મને બેડ ટચ કરી રહ્યો હતો. મારો તે લોકો સાથે ઝઘડો થયો. તેઓ લોકો મને બેડ ટચ કરતા જ રહ્યા. મેં તેમને કહ્યું કે તમારા ઘરમાં મા-બહેન નથી શું? તેમ છતાં તેઓ લોકો મને બેડ ટચ કરતા જ રહ્યા. તેમણે પણ મને ગાળો આપી, ચપ્પલ મારી, પછી તેમણે મને ધક્કો મારી દીધો. મારી તો આખી જિંદગી બરબાદ થઈ ગઈ. મારા ઘરમાં બધું હું જ સંભાળતી હતી. મને બસ ન્યાય જોઈએ. યુવતી બોલી- હું પરિવારની એકમાત્ર કમાણી કરનારી છું યુવતીએ જણાવ્યું કે તે પરિવારની એકમાત્ર કમાણી કરનારી સભ્ય છે. અકસ્માત બાદ તેની સામે પરિવાર ચલાવવાનું સંકટ ઊભું થયું છે. તેણે આરોપીને કડક સજા આપવા અને ન્યાયની માગણી કરી છે. પરિવારે પોલીસ તપાસ પર ઉઠાવ્યા સવાલો પરિવારે સવાલ ઉઠાવ્યો છે કે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સાથે જોડાયેલી કલમ 109 શા માટે લગાવવામાં આવી નથી. ત્યારબાદ MNSના પદાધિકારીઓએ રેલવે પોલીસના વરિષ્ઠ નિરીક્ષક સાથે મુલાકાત કરી. પોલીસે તપાસના આધારે જરૂરી કલમો ઉમેરવાનું આશ્વાસન આપ્યું છે. હાલમાં આરોપી વિરુદ્ધ BNSની કલમ 74, 117 અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. લોકલ ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષા અંગે ફરી ઉઠ્યા સવાલો આ ઘટના બાદ મુંબઈની લોકલ ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. મનસેના પદાધિકારીએ મહિલાઓને સતર્ક રહેવા અને આવી ઘટના બને ત્યારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરી છે. પીડિતા અને તેના પરિવારની માંગ છે કે આ મામલે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આરોપીને કડક સજા મળે.
    Click here to Read More
    Previous Article
    How Court's Delimitation Stay Buys Suvendu Adhikari Time Ahead of Civic Polls
    Next Article
    PM યોજનાના નામે 8000 બોનસનો મેસેજ આવે તો ચેતજો:દિવાળ પર લોકોને વોટ્સએપ પર મેસેજ મોકલ છેતરપિંડનો નવો ખેલ, લિંક પર ક્લિક કરતા જ ખાતું ખાલી થઈ જશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment