Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સાથે સંબંધ કેમ રાખ્યો નથી કહી યુવકને માર માર્યો:રાજકોટમાં મિત્રની બહેન સાથે આરોપી સંબંધ રાખતો, જે વાત પસંદ ન આવતા બોલવાનું બંધ કર્યું'તું

    7 hours ago

    રાજકોટમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવાને તેના મિત્રને તેની સાથે સબંધ રાખવા મનાઈ કરતા ઢીકાપાટુનો માર મારી છોડાવવા વચ્ચે પડેલા યુવકના પિતરાઈ ભાઈને લોખંડના પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડવામાં આવતા માલવિયાનગર પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા ફરિયાદી યુવકના મિત્રની બહેન સાથે સબંધ રાખતો હોય જે વાત પસંદ ન હોય જેથી ફરિયાદીએ આરોપી સાથે બોલવાનું બંધ કરી દેતા રોષે ભરાયેલ આરોપીએ યુવકને માર માર્યો હતો. 'તું મારા મિત્રની બહેન સાથે સંબંધ રાખે છે તે મને ગમતું નથી' ફરિયાદી સંજયભાઈ દિનેશભાઈ માત્રાણીએ જણાવ્યું હતું કે, હું રિક્ષા ચલાવી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. ગઈકાલે 11 નવેમ્બર ભાઈબીજના દિવસે સાંજે 8 વાગ્યા આસપાસ હું મારા મામાના ઘરે હતો ત્યારે અજાણ્યા નંબર પરથી મને ફોન આવ્યો અને કહ્યું કે "હું ઘટલો બોલુ ” આમ કહી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો અને મને કહ્યું કે મારી સાથે વાત કેમ કરતો નથી જેથી મે કહ્યું કે તું મારા મિત્રની બહેન સાથે સંબંધ રાખે છે તે મને ગમતું નથી જેથી આ ઘટલાએ ફોન કટ કરી નાખ્યો હતો. ગાળો બોલી અને લોખંડના પાઈપથી માર માર્યો 'ત્યારબાદ હું મારા મામાના ઘરે જ હતો ત્યારે રાતના 8:45 વાગ્યા આસપાસ ઘટલો ઉર્ફે રાજ પંડયા તથા તેનો મિત્ર હાર્દિક ઉર્ફે કાળીયો બંને મારા મામાના ઘરે આવ્યા હતા. મને ઘરની બહાર બોલાવી મારી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા. જેથી હું દેકારો કરવા લાગતા મારા મામાનો દિકરો હિરેન તથા મારા ભાભી બહાર આવીને મને છોડાવવા માટે વચ્ચે પડતા આ ઘટલો ઉર્ફે રાજે તેની પાસે રહેલ લોખંડના પાઈપથી મારા મામાના દિકરા હિરેનના જમણા પગના સાથળના ભાગે મારી દીધો હતો અને મારા ભાભીને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો.' બે શખસ વિરુદ્ધ ગુનો નોંધાયો આસપાસ લોકો એકઠા થઇ જતા બન્ને જણા ત્યાંથી નાસી છૂટ્યા હતા જેથી અમે પોલીસ ફરિયાદ કરવા માલવિયાનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હાલ માલવિયાનગર પોલીસે બંને શખ્સો વિરુદ્ધ BNS કલમ 115(2), 352, અને 54 વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આડાસંબંધમાં અડચણરૂપ બનતા પતિનું કાસળ કાઢ્યું:સુરતમાં યુવકને પત્ની-સગા નાના ભાઈએ જ દોરીથી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો, દોઢ મહિનાથી પ્લાનિંગ કરતા હતા
    Next Article
    Woman Objects To "Bad Touch", Pushed Off Mumbai Local, Loses Arm

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment