Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા પોલીસ સ્ટેશનો શરૂ પણ ઓનલાઇનમાંથી ગાયબ:મોટેરા અને હંસપુરા પોલીસ સ્ટેશનનો ગુજરાત પોલીસની એપ્લિકેશનમાં સમાવેશ કરાયો નહિ

    7 hours ago

    રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા 5 નવેમ્બરના રોજ અમદાવાદના મોટેરા, હંસપુરા અને વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કરી અને નવા પોલીસ સ્ટેશનને કાર્યરત કરવામાં આવ્યા છે. નવા પોલીસ સ્ટેશનની ડાયરીના એન્ટ્રીથી શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ નવા બંને પોલીસ સ્ટેશનનો ગૃહ વિભાગની ગુજરાત પોલીસની ઓનલાઇન ગુજરાત પોલીસ પોર્ટલ પર સમાવેશ હજી સુધી કરવામાં આવ્યો નથી. મોટેરા અને હંસપુરા બંને પોલીસ સ્ટેશનને ઓનલાઈન એફઆઈઆરમાં પોલીસ સ્ટેશનો જોવા મળી રહ્યા નથી. માત્ર વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક તરફ નાયબ મુખ્યમંત્રી દ્વારા પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવે છે, પરંતુ ગુજરાત પોલીસ દ્વારા એપ્લિકેશનમાં ઓનલાઈન એફઆઈઆરની કેટેગરીમાં પોલીસ સ્ટેશનનો સમાવેશ ન કરવામાં આવતા સવાલો ઉભા થયા છે. મોટેરા અને હંસપુરાનો E-FIRમાં સમાવેશ નહિ ગૃહ વિભાગના ઓનલાઈન પોર્ટલ એવા ગુજરાત પોલીસની એપ્લિકેશનમાં જો કોઈપણ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆરની વિગતો મેળવવી હોય તો તેના માટે એપ્લિકેશન અથવા પોર્ટલ પર સર્ચ ડિટેલ્સમાં કોપી ઓફ એફઆઈઆર પર જઈ અને રાજ્યના કોઈ પણ શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનની ફરિયાદ મેળવી શકે છે. અમદાવાદમાં નવા ત્રણ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે, જેમાં વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનો ઉદ્ઘાટનના 15 દિવસ પહેલા જ ઓનલાઇન પોર્ટલ પર સમાવેશ કરી દેવામાં આવ્યો હતો. જોકે મોટેરા અને હંસપુરા બંને પોલીસ સ્ટેશનનો હજી સુધી ઓનલાઈન એફઆઈઆરની વિગતમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. વહેલીતકે બન્ને પોલીસે સ્ટેશનનો સમાવેશ કરવા માગ વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે અને ઓનલાઇન પોર્ટલ પર પોલીસ સ્ટેશન તરફથી એફઆઇઆર પણ ઓનલાઇન મૂકવામાં આવી રહી છે. પરંતુ એક અઠવાડિયું વીતી ગયા છતાં પણ હજી સુધી મોટેરા અને હંસપુરા પોલીસ સ્ટેશનનો ઓનલાઇન ગુજરાત પોલીસની એપ્લિકેશન અને પોર્ટલ પર સમાવેશ કરાયો નથી. શહેર પોલીસ દ્વારા 5 નવેમ્બરના રોજ નવા પોલીસ સ્ટેશન રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયા, જેમાં રાજ્યના પોલીસ વડા પણ હાજર હતાં. આ તમામ બાબતો પહેલેથી નક્કી હોવા છતાં પણ ગુજરાત પોલીસના સંલગ્ન વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનનો સમાવેશ કરાયો નથી. ત્યારે હવે આ પોલીસ સ્ટેશનમાં નોંધાતી ફરિયાદો અંગેની કોપી નાગરિકોને પોલીસ સ્ટેશનમાંથી રૂબરૂ મેળવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરમાં લાપતા થયેલા સ્પેશલ પોલીસ ઓફિસરના મૃતદેહ મળ્યા:શરીર ગોળીઓથી છિન્ન-ભિન્ન, હથિયારો પણ ગુમ; આર્મી સાથે જંગલમાં સર્ચિંગ માટે ગયા હતા
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Jumps 350 Points, Nvidia Shares Crash Amid China Spy Scandal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment