Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રાજીવ ગાંધી જીવતા હોત તો અમે સામાન્ય જીવન જીવતાં હોત':સોનિયાએ કહ્યું- લોકોએ મારા વિશે વાતો અને કિસ્સાઓ ઘડ્યા, પણ મે માત્ર બાળકો અને કામ પર ધ્યાન આપ્યું

    12 hours ago

    રાજીવ જીવતા હોત તો અમે સામાન્ય જીવન જીવી રહ્યા હોત. લોકોએ મારા વિશે ઘણી બધી વાતો અને કિસ્સાઓ ઘડ્યા, પરંતુ મેં આ બધાને બદલે ફક્ત મારા બાળકો અને કામ પર ધ્યાન આપ્યું. આ વાતો કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાસ્કર સાથેની વિશેષ વાતચીતમાં કહી હતી. નેહરુ-ગાંધી પરિવારમાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી સોનિયા પ્રથમ સભ્ય છે, જેમણે આત્મકથા લખી છે. નેહરુએ 1936માં ‘એન ઓટોબાયોગ્રાફી’ લખી હતી અને હવે સોનિયાએ ‘બિલોન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ પુસ્તક લખ્યું છે. હવે વાંચો ભાસ્કરના સવાલો, સોનિયા ગાંધીના જવાબો... સવાલ: આત્મકથા લખવાનો વિચાર કેવી રીતે આવ્યો? જવાબ: 2015માં પહેલી વાર મને એવું લાગ્યું, જ્યારે રાહુલ અને પ્રિયંકાએ મને લખવા માટે કહ્યું. ત્યારબાદ મારા કેટલાક મિત્રોએ પણ મને આ જ સલાહ આપી. ત્યારથી લખવાનું શરૂ કર્યું, નોંધો એકઠી કરી અને પછી બધું જેમ જેમ યાદ આવતું ગયું તેમ લખતી ગઈ. લગભગ 10 વર્ષની મહેનત બાદ આ પુસ્તકના રૂપમાં સૌની સામે આવ્યું. સવાલ: જ્યારે તમારી રાજીવ સાથે પહેલી મુલાકાત થઈ ત્યારે શું લાગ્યું હતું કે તમે દેશના સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવાર સાથે જોડાશો? જવાબ: કેટલાક સામાન્ય મિત્રો દ્વારા અમારી મુલાકાત થઈ હતી. ત્યારે હું 19 વર્ષની હતી. હું રાજીવજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ હતી. તેમનું નામ અને તેમનો પરિવાર અમારા જીવનનો હિસ્સો બન્યા નહોતા. લગ્ન પછી પણ, જ્યારે તેઓ પાઇલટ હતા, ત્યારે અમારું જીવન એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર જેવું હતું. સવાલ: કટોકટી અંગે રાજીવનો શું અભિપ્રાય હતો? શું પરિવારમાં પણ આ નિર્ણયને લઈને મતભેદો હતા? જવાબ: બંને પુત્રો પોતાની માતાનો ખૂબ આદર કરતા હતા, તેથી મતભેદનો પ્રશ્ન જ નહોતો. ઇન્દિરાજી જાણતા હતા કે રાજીવજી કટોકટી લાદવાના નિર્ણય સાથે અસહમત હતા. તેમના માટે પણ આ સરળ નિર્ણય નહોતો. તેઓ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયેલા રહ્યા હતા અને લોકશાહીમાં આસ્થા ધરાવતા હતા. તે સમયે પક્ષના ઘણા વરિષ્ઠ અને પ્રભાવશાળી નેતાઓ માનતા હતા કે દેશમાં વધતી અરાજકતા અને હિંસા વચ્ચે કટોકટી જ એકમાત્ર માર્ગ હતો. કેટલાક વિપક્ષી નેતાઓએ સેનાના જવાનો અને સરકારી અધિકારીઓને આદેશોનું પાલન ન કરવા સુધીનું આહ્વાન કર્યું હતું. સવાલ: સંજયનું મૃત્યુ ન થયું હોત, તો શું ગાંધી પરિવાર અને દેશનું રાજકારણ અલગ હોત? જવાબ: હા, ચોક્કસ. કદાચ મારા પતિ પણ આજે એક ખાનગી જીવન જીવી રહ્યા હોત, કદાચ આજે પણ જીવિત હોત. સવાલ: સંજય ગાંધીના વિમાન દુર્ઘટનામાં મૃત્યુથી પરિવાર કેવી રીતે બદલાઈ ગયો? જવાબ: સંજયજીના મૃત્યુથી ઘણાં પહેલાં, તેમના મેનકા સાથે લગ્ન થયાના થોડા મહિનાઓ બાદ જ પરિવારનું વાતાવરણ બદલાવા લાગ્યું હતું. પહેલાં બંને ભાઈઓ ઘણો સમય સાથે વિતાવતા હતા. અમે જ્યાં પણ જતા, ત્રણેય સાથે જ જતા. પરંતુ લગ્ન બાદ સંજયજી પરિવારથી થોડા દૂર થઈ ગયા. તેમના મૃત્યુ બાદ ઘરનું વાતાવરણ વધુ બગડી ગયું. મેનકા તે સમયે 23 વર્ષની હતી અને આટલી નાની ઉંમરે પતિને ગુમાવવાનો આઘાત સહન કરવો મુશ્કેલ હતો. તેમની માતા ઇચ્છતી હતી કે તેઓ સીધી રાજનીતિમાં આવે, જ્યારે ઇન્દિરાજી માનતા હતા કે તેમણે થોડા મહિનાના પુત્ર વરુણ પર ધ્યાન આપવું જોઈએ. વિચારોનો આ જ ટકરાવ પરિવારની વચ્ચે તિરાડનું કારણ બન્યો, જેના પ્રભાવ કદાચ આજે પણ છે. સવાલ: તમે ક્યારેય રાજીવ ગાંધીના રાજકારણમાં આવવાનો વિરોધ કર્યો હતો? જવાબ: સંજયજીના અવસાન પછી મેં રાજીવને રાજકારણમાં આવવાથી રોકવાના તમામ સંભવ પ્રયાસો કર્યા. પરંતુ ધીમે ધીમે સ્પષ્ટ થઈ ગયું કે તેમના માટે તેનાથી દૂર રહેવું શક્ય નહોતું. હું તેમની મૂંઝવણ સમજી શકતી હતી. પ્રશ્ન: ⁠તમે ઇન્દિરા ગાંધીને માતા અને વડાપ્રધાન, બંને રૂપે જોયા. તેમનું એવું કયું પાસું હતું, જે સામાન્ય ભારતીયોથી અજાણ રહ્યું? જવાબ: ઘર અને પરિવાર વચ્ચે ઇન્દિરાજીનો સ્વભાવ અત્યંત સહજ અને સ્નેહપૂર્ણ હતો. નવી વહુ તરીકે મને પરિવારની રીતરિવાજો સમજવામાં સમય લાગ્યો. સમય મળતો ત્યારે તેઓ બાળકોની સંભાળ રાખતાં અને તેમને કહાની સંભળાવતાં. 1969માં અમારા પહેલાં પુત્રના અવસાન સમયે તેઓ પ્રવાસ અધવચ્ચે છોડીને હોસ્પિટલ પહોંચી ગયાં હતાં. તેમણે રાજીવજી અને મને ગળે લગાવીને હિંમત આપી હતી. સંજયજીને ગુમાવ્યા બાદ તેમણે દૃઢતા દર્શાવી, પરંતુ અંગત જીવનમાં તેમનું દુઃખ ઘણું ઊંડું હતું. તેઓ એકાંતમાં પોતાના રૂમમાં બેસીને આંસુ વહાવતાં હતાં. તે સમયગાળામાં મેં એક માતા તરીકે તેમના દુઃખ અને અસાધારણ હિંમત, બંનેને નજીકથી અનુભવ્યાં. સવાલ: રાજીવ ગાંધીની હત્યા બાદ તમે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. પછી રાજકારણ સાથે જોડાવા માટે તમે કેમ મજબૂર થયાં? જવાબ: રાજીવજીની હત્યા બાદ હું રાજકારણથી વધુ દૂર થઈ ગઈ. હું સામાન્ય જીવન જીવવા માગતી હતી અને બાળકોને જાહેર જીવનની મુશ્કેલીઓથી બચાવવું મારી પ્રાથમિકતા હતી. એ દુર્ઘટનામાંથી બહાર આવવામાં મને ઘણો સમય લાગ્યો. પરંતુ વર્ષો બાદ પક્ષની સ્થિતિ જોઈને મને અનુભવાયું કે જે વિચાર અને ઉદ્દેશ માટે મારા પરિવારે પોતાના પ્રાણો સુધીનું બલિદાન આપ્યું, તે નબળો પડતો જઈ રહ્યો હતો. આ દ્વિધામાંથી બહાર આવવા માટે મેં ભગવદ્ ગીતાનો સહારો લીધો. ગીતાએ મને શીખવ્યું કે મનુષ્યે પરિણામની ચિંતા કર્યા વિના પોતાનો ધર્મ અને કર્તવ્ય નિભાવવું જોઈએ. આ વિચારે મારો ભય ઓછો કર્યો, મનને સ્પષ્ટતા આપી અને રાજકારણમાં આવવાનું સાહસ આપ્યું. ⁠સવાલ: શરદ પવાર, પી.એ. સંગમા અને તારિક અનવરે તમારા વિદેશી મૂળના મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. તમને કોંગ્રેસની અંદરથી વધુ ઠેસ પહોંચી કે વિપક્ષના હુમલાઓથી? જવાબ: જ્યારે શરદજી, સંગમાજી અને તારિક અનવરજીએ મારા વિદેશી મૂળ પર સવાલ ઉઠાવ્યા, ત્યાં સુધીમાં રાજીવજી સાથેના મારા લગ્નને અનેક દાયકાઓ વીતી ચૂક્યા હતા. મેં આ જ દેશમાં મારું ઘર વસાવ્યું હતું અને તેને ઉજડતું પણ જોયું હતું. પરંતુ દેશની જનતાએ મને ખૂબ પ્રેમ અને હિંમત આપી. અમેઠીનાં ગામોમાં લોકો મારું મૂળ પૂછતા નહોતા, પરંતુ મને વહુ કહીને પોતાના ઘરે બોલાવતા અને પૂરા આત્મીયતાથી સ્વીકારતા હતા. સવાલ: ⁠યુપીએની જીત બાદ તમે વડાપ્રધાન પદ સ્વીકાર્યું નહોતું. આ નિર્ણય પર અફસોસ થયો? જવાબ: ચૂંટણીના ઘણા મહિના પહેલાં જ મારી રાહુલ અને પ્રિયંકા સાથે આ વિષય પર વાત થઈ ચૂકી હતી. બંનેએ પૂછ્યું હતું કે શું હું વડાપ્રધાનની જવાબદારી સંભાળીશ. મેં સ્પષ્ટ કહી દીધું હતું કે આવું નહીં થાય. વડાપ્રધાન બનવાનું મારા મનમાં ક્યારેય નહોતું. આ મારો અંગત નિર્ણય હતો, જે મેં ઘરની ચાર દીવાલોની અંદર મારા બાળકોને વચન આપીને લીધો હતો. આ નિર્ણય પાર્ટી અને રાજકારણનો મુદ્દો બને તેનાથી ઘણાં પહેલાં જ લેવાઈ ગયો હતો. ચૂંટણી જીત્યા પછી જ્યારે ગઠબંધનના નેતાઓએ પદ સ્વીકારવાનો આગ્રહ કર્યો, ત્યારે પરિવારમાં ફરી એકવાર ચર્ચા થઈ. પરંતુ મારો નિર્ણય બદલાયો નહીં. મેં એ જ કર્યું જે પહેલાં નક્કી કરી ચૂકી હતી અને મને આ નિર્ણય પર ક્યારેય પસ્તાવો થયો નથી. સવાલ: ડૉ. મનમોહન સિંહને વડાપ્રધાન બનાવ્યા પછી સરકાર અને પાર્ટીમાં તમારી ભૂમિકા પર સવાલો ઊઠ્યા. શું સત્તાના બે કેન્દ્રો હતાં? જવાબ: હું મનમોહન સિંહજીને હંમેશાં ઈમાનદાર અને નિષ્ઠાવાન વ્યક્તિ તરીકે જોતી હતી. સરકારની બારીકીઓ અને જવાબદારીઓની તેમને ઊંડી સમજ હતી. તેઓ પાર્ટીની આંતરિક જૂથબાજીથી પણ દૂર હતા. અમારી વચ્ચે જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન હતું- સરકાર ચલાવવાની જવાબદારી તેમની હતી અને પાર્ટીનું નેતૃત્વ હું સંભાળતી હતી. દર અઠવાડિયે યોજાતી કોર ગ્રુપની બેઠક દ્વારા અમે તાલમેળ જાળવી રાખતા હતા. યુપીએ સરકારના 10 વર્ષ દરમિયાન અમે હંમેશાં એકબીજા સાથે ખુલ્લેઆમ અને ઈમાનદારીથી સંવાદ કરતા રહ્યા, જેથી અમારા વિરોધીઓ અમારી વચ્ચે કોઈ પણ પ્રકારની તિરાડ પેદા ન કરી શકે. સવાલ: ⁠શું તમને લાગે છે કે છેલ્લાં એક દાયકામાં દેશની લોકશાહી સંસ્થાઓ અને સામાજિક માળખામાં મૂળભૂત ફેરફાર આવ્યો છે? જવાબ: મને લાગે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશની લોકશાહી સંસ્થાઓ અને સામાજિક માળખા સામે અનેક પડકારો ઊભા થયા છે. મીડિયા, સંસદ અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓની સ્વતંત્રતા અને ભૂમિકા અંગે સતત ચર્ચા થતી રહી છે. સત્તાના કેન્દ્રીકરણ અને સામાજિક ધ્રુવીકરણ અંગે પણ ચિંતાઓ સામે આવી છે. આ પરિસ્થિતિઓની અસર બંધારણનાં મૂલ્યો અને સામાજિક સૌહાર્દ પર પડે છે. અમારા માટે જરૂરી છે કે લોકશાહી સંસ્થાઓની મજબૂતી, પરસ્પર વિશ્વાસ અને વિવિધતાનું સન્માન જળવાઈ રહે. આ દિશામાં કોંગ્રેસ, અન્ય વિપક્ષી પક્ષો અને દેશના યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. સ્વસ્થ લોકશાહી માટે સંવાદ અને અસંમતિ પ્રત્યેનું સન્માન અત્યંત જરૂરી છે. --------------------------------- સોનિયા ગાંધી સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… 'જો સુરક્ષા નહીં વધારાય તો તેમના અંતિમ સંસ્કારમાં આવવું પડશે':સોનિયા ગાંધીએ લખ્યું- રાહુલને પિતાની હત્યાની આશંકા હતી; અગાઉ સુરક્ષામાં થયેલી ચૂકથી આશ્ચર્યચકિત થયા હતા સોનિયા ગાંધીએ પોતાની પુસ્તક ‘બિલોન્ગિંગ: અ જર્ની ઑફ લવ’માં લખ્યું છે કે રાહુલ ગાંધીને પિતા રાજીવ ગાંધીની હત્યાની આશંકા હતી. માર્ચ 1991માં અમેરિકા પરત ફરતા પહેલાં રાહુલે કહ્યું હતું કે જો પિતાની સુરક્ષા વધારવામાં નહીં આવે તો તેમને ટૂંક સમયમાં તેમના અંતિમ સંસ્કાર માટે ઘરે આવવું પડશે. સોનિયાના જણાવ્યા મુજબ, તે સમયે રાજીવ ગાંધીના જીવને ખતરો સતત વધી રહ્યો હતો, પરંતુ તેમની સુરક્ષાની વ્યવસ્થા નબળી કરી દેવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    IIT Madras Offers Free Online Skill Courses For Class 7 To 12 Students; Check Details
    Next Article
    ભુજની ખાનગી હોટલમાં ગેસ લીકેજથી આગ લાગી:ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, ગેસ બોટલને સુરક્ષિત જગ્યાએ ખસેડી; કોઈ જાનહાનિ નહીં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment