Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોની ચિંતાઓ દૂર થશે, વૃશ્ચિક રાશિના લોકોને યોગ્ય રોકાણથી ફાયદો થશે

    11 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 12 નવેમ્બર 2026, ગુરુવારના રોજ કારતક સુદ ત્રીજ છે. આ દિવસની ચંદ્ર રાશિ ધન છે. રાહુકાળ બપોરે 01:45થી 03:08 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે. એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: આજે તમારો કોઈ પ્રયાસ સફળ થવાનો છે. પોતાના કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરી લેવાથી ખૂબ જ ખુશી અને સુકૂન પ્રાપ્ત થશે. તમારી મનપસંદ પ્રવૃત્તિઓ તથા જ્ઞાનવર્ધક પુસ્તક વાંચવામાં સુખદ દિવસ પસાર થશે. કોઈ વિશેષ હેતુને લઈને પણ યોજનાઓ બનશે. નેગેટિવ: નકામા વિવાદોમાં પડીને તમારી ઊર્જા વેડફશો નહીં. યોજનાઓ બનાવવાની સાથે-સાથે તેમને અમલમાં મૂકવી પણ જરૂરી છે. ધ્યાન રાખો કે ખૂબ વધારે વિચાર-વિમર્શ કરવાથી પણ પરિણામો હાથમાંથી નીકળી શકે છે. વધુ પડતો અહંકાર અથવા પોતાને સુપીરિયર સમજવું પણ યોગ્ય નથી. વ્યવસાય: વ્યવસાયમાં તમારા ભરપૂર પ્રયાસ અને પરિશ્રમ દ્વારા યોગ્ય સફળતા મળશે. પરંતુ જો કોઈ નવું કામ શરૂ કર્યું હોય, તો અત્યારે તેના મનપસંદ પરિણામો નહીં મળે. તેથી આ સમયે ધીરજ અને સંયમ જાળવી રાખો. ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. લવ: પરિવારજનો સાથે હાસ્ય-મજાક અને મનોરંજનમાં સુખદ સમય પસાર થશે. લવ પાર્ટનર સાથે લોન્ગ ડ્રાઈવ પર જવાની તક બની શકે છે. સ્વાસ્થ્ય: અપચો અને ગેસની સમસ્યા પરેશાન કરશે. સાત્વિક ખોરાક લો અને આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. લકી કલર: લીલો લકી નંબર: 2 પોઝિટિવ: પારિવારિક નિર્ણયોમાં તમારું વિશેષ યોગદાન રહેશે. વ્યસ્તતા છતાં તમે પોતાના માટે તથા પરિવાર માટે સમય કાઢી લેશો. યુવાનોને પોતાના કરિયર સંબંધી કરેલા પ્રયાસોથી જોડાયેલા કોઈ શુભ સમાચાર મળશે. લાંબા સમયથી ચાલી આવતી કોઈ ચિંતાનું નિરાકરણ પણ થશે. નેગેટિવ: કોઈ નજીકની વ્યક્તિ દ્વારા તમારી ટીકા થવાથી તમારું મન દુભાશે. કોઈના પર પણ વધુ ભરોસો ન કરો કે ન તો તમારી યોજનાઓ શેર કરો. વધતા ખર્ચાઓ પર રોક લગાવવી જરૂરી છે, નહિતર સમસ્યા વધી જશે. વિદ્યાર્થીઓનું ધ્યાન પોતાના અભ્યાસથી ભટકી શકે છે. વ્યવસાય: કારોબારમાં યથાવત સ્થિતિ રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શકતા જાળવી રાખવી જરૂરી છે. જરાક ગેરસમજ સંબંધોમાં તિરાડ પાડી શકે છે. નોકરીયાત લોકો ફાયનાન્સ સંબંધી કાર્યો ખૂબ જ સાવચેતીથી કરે તથા પોતાના દસ્તાવેજો પણ સાચવીને રાખે. લવ: વ્યાવસાયિક અને દાંપત્ય જીવન વચ્ચે તાલમેલ બનેલો રહેશે. ઘરનું વાતાવરણ સુખદ અને સૌહાર્દપૂર્ણ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: અતિશય કાર્યભાર અને ચિંતાના લીધે થાક અને નબળાઈ અનુભવાશે. થોડો સમય પોતાના આરામ માટે પણ કાઢવો જરૂરી છે. લકી કલર: સફેદ લકી નંબર: 5 પોઝિટિવ: કલાત્મક તથા રુચિપૂર્ણ કાર્યોમાં વિશેષ સમય પસાર થશે અને તમે પોતાને ખૂબ જ ઊર્જાવાન અનુભવશો. કોઈ પારિવારિક સભ્યના લગ્ન સંબંધી પ્રસ્તાવ આવી શકે છે. વિદેશી સંપર્ક સૂત્રોથી સારી ઈનકમ થવાની સંભાવના છે. નેગેટિવ: તમારા બજેટને પણ ધ્યાનમાં રાખીને ચાલવું આવશ્યક છે. આવકની સરખામણીએ ખર્ચ વધવાની આશંકા છે. ભાઈઓ સાથે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ શકે છે. વિવાદિત મામલાઓને ગુસ્સાને બદલે શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો. વ્યવસાય: વ્યવસાય સંબંધી કોઈ પણ નવા કામમાં આજે રસ ન લો, કારણ કે યોગ્ય સમય ન આપવાના લીધે મુશ્કેલીઓ આવશે. મીડિયા, આર્ટ, કમ્પ્યુટર વગેરે સાથે સંકળાયેલા વ્યવસાયમાં લાભદાયી સ્થિતિ રહેશે. આ સમયે લેવડ-દેવડને લઈને કેટલીક ભૂલો થઈ શકે છે. લવ: પ્રેમ સંબંધોમાં તમારા અસંતુલિત વ્યવહારના લીધે ભાવનાત્મક અંતર આવી શકે છે. પોતાના વ્યવહારમાં નમ્રતા જાળવી રાખો. જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે. સ્વાસ્થ્ય: થાકના લીધે પગમાં દુખાવો અને અપચા જેવી ફરિયાદ અનુભવાઈ શકે છે. બેદરકારી ન કરીને તરત દવા લો. લકી કલર: પીળો લકી નંબર: 1 પોઝિટિવ: આજે તમારું કોઈ વિશેષ કામ સંપન્ન થવાનું છે, જેમાં લાભ પ્રાપ્તિની સાથે-સાથે માનસિક સુકૂન પણ મળશે. વ્યસ્તતા છતાં પોતાના સંબંધીઓ અને મિત્રો સાથે સંપર્કમાં રહેવું પરસ્પર સંબંધોમાં નિકટતા લાવશે. નેગેટિવ: રોકાણ સંબંધી કોઈ પણ કામ કરવું તણાવપૂર્ણ રહી શકે છે. બહેતર રહેશે કે તમારો આ ફેંસલો આજે મુલતવી રાખો. તમારા કોઈ સગા-સંબંધો જ તમારા માટે અડચણો અને અવરોધો ઊભા કરી શકે છે. ધીરજ અને શાંતિથી સમસ્યાનો ઉકેલ કાઢો. વ્યવસાય: ફાયનાન્સ સંબંધી કોઈ પણ નિર્ણય લેતી વખતે ખૂબ જ સાવચેતીની જરૂર છે. જરાક ભૂલ કે ચૂકથી નુકસાન થઈ શકે છે. જોકે તમે તમારી કાર્યક્ષમતા દ્વારા પરિસ્થિતિઓને પોતાના અનુકૂળ બનાવી લેશો. સરકારી મામલાઓને સાવચેતીથી ઉકેલો. લવ: પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા તણાવની અસર ઘરની વ્યવસ્થા પર પડી શકે છે. અવિવાહિત લોકો માટે કોઈ સારો પ્રસ્તાવ આવવાની સંભાવના છે. સ્વાસ્થ્ય: વર્તમાન હવામાનના લીધે એલર્જી જેવી તકલીફ રહેશે. પ્રદૂષણ અને ભીડભાડ વાળી જગ્યાઓએ જવાથી બચો. લકી કલર: ગુલાબી લકી નંબર: 2 પોઝિટિવ: સિંહ રાશિ માટે સુખદ ગ્રહ સ્થિતિ બનેલી છે. કોઈ નજીકના મિત્રની સલાહ તમને ચાલી રહેલી પરેશાનીઓમાંથી રાહત અપાવશે. જો વારસાગત મિલકત સંબંધી કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હોય, તો તેને ઉકેલવાનો યોગ્ય સમય છે. વિદ્યાર્થીઓને પણ શિક્ષણ અને કરિયર સંબંધી અડચણોનો ઉકેલ મળશે. નેગેટિવ: વિચાર્યા-સમજ્યા વગર ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લો, નહિતર તમે કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. બાળકોની સમસ્યાઓને સમજો તથા ઉકેલવાનો પ્રયાસ કરો, આનાથી તેમનું મનોબળ વધશે. આ સમયે ક્યાંય પણ યાત્રા કરવી સમય અને પૈસાનો બગાડ જ હશે. વ્યવસાય: વ્યવસાયમાં આજે કોઈ નવી યોજના કે નવું કામ કામયાબ નહીં રહે. તેથી જેવું ચાલી રહ્યું છે તેમાં જ ધીરજ રાખો. ક્લાયન્ટ સાથે નમ્રતાથી પેશ આવો, ગુસ્સામાં તમે તમારું નુકસાન કરી શકો છો. કોઈ સહયોગી સાથે કંઈક મનદુઃખ થવાની સ્થિતિ બની રહી છે. લવ: પરિવારજનોનો સહયોગ તમારા મનોબળ અને કાર્યક્ષમતાને વધારશે. પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારની નકારાત્મક વાતથી અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય: માઈગ્રેન અને માથાના દુખાવાના લીધે દિનચર્યા અસ્તવ્યસ્ત થઈ જશે. ભારે તથા તળેલું ખાવાથી દૂર રાખો. લકી કલર: કેસરી લકી નંબર: 9 પોઝિટિવ: અનુભવી લોકોનું સાનિધ્ય મેળવવાની તક મળશે અને છેલ્લા સમયથી ચાલી આવતી કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી સુકૂન રહેશે તથા પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવશો. પારિવારિક તથા અંગત કાર્યો નિયત સમય પર પૂરા કરવામાં સક્ષમ રહેશો. નેગેટિવ: અનુભવી લોકોનું માર્ગદર્શન મળે, તો તેના પર ચોક્કસ અમલ કરો. રૂપિયા-પૈસા અથવા લેવડ-દેવડના મામલાઓમાં કોઈના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે. થોડો સમય એકાંત અથવા પ્રકૃતિના સાનિધ્યમાં પસાર કરવાથી તમને માનસિક સુકૂન મળશે. વ્યવસાય: વ્યવસાયમાં મશીનરી અને સ્ટાફ વગેરેથી જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ સામે આવશે. પરંતુ તમે પૂરી ગંભીરતાથી તેમનો ઉકેલ પણ કાઢી લેશો. સરકારી નોકરીયાત લોકોને પોતાનો ટાર્ગેટ પૂરો કરવામાં ઉચ્ચ અધિકારીઓનો ભરપૂર સહયોગ મળશે. લવ: દાંપત્ય સંબંધો સુખદ અને ખુશહાલ રહેશે. પ્રેમ સંબંધો જાહેર થવાથી કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. સ્વાસ્થ્ય: પોતાનું ખાનપાન અને દિનચર્યા વ્યવસ્થિત રાખો. આના કારણે તમારું ઈમ્યુન સિસ્ટમ નબળું પડી શકે છે. લકી કલર: વાદળી લકી નંબર: 6 પોઝિટિવ: બીજાને તમારા અંગત મામલાઓથી દૂર જ રાખો. આનાથી તમે ભરપૂર આત્મવિશ્વાસ સાથે બહેતર નિર્ણય લઈ શકશો. તમારા માટે લાભદાયી અને ખુશીભરી પરિસ્થિતિઓ બની રહી છે. આર્થિક સ્થિતિ પણ બહેતર રહેશે. નજીકના સંબંધીઓ સાથે પણ મેળઝોળ રહેશે. નેગેટિવ: યુવા વર્ગ કરિયર સંબંધી પસંદગી ખૂબ જ સાવચેતીથી કરે. જલ્દી સફળતા મેળવવાના ચક્કરમાં અનૈતિક કાર્યો પ્રત્યે ઝુકાવ બની શકે છે, જેના લીધે તેઓ મુસીબતમાં પણ ફસાઈ જશે. તેથી નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહો. વ્યવસાય: કારોબારમાં હરીફો તમારા માટે કેટલીક મુશ્કેલીઓ ઊભી કરશે, તેથી તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી છે. જોકે આવકની સ્થિતિ બહેતર થશે. નોકરીયાત લોકોને પણ પોતાના કામ પ્રત્યે ખૂબ વધારે સાવચેતી રાખવાની આવશ્યકતા છે. લવ: દાંપત્ય જીવનમાં કોઈ કારણોસર મનદુઃખ રહેશે. બહારની વ્યક્તિઓની દખલગીરી ઘરમાં ન થવા દો. સ્વાસ્થ્ય: કામની સાથે-સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. થાકના લીધે માથાનો દુખાવો અને માઈગ્રેન જેવી સમસ્યા સામે ઝૂઝવું પડી શકે છે. લકી કલર: વાદળી લકી નંબર: 4 પોઝિટિવ: જો ક્યાંય રોકાણ સંબંધી યોજના હોય, તો તે તમારા હિતમાં જ રહેશે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પણ બનેલો રહેશે. વિદ્યાર્થીઓને પોતાની મહેનત અને વિશ્વાસથી કોઈ સ્પર્ધામાં યોગ્ય સફળતા મળવાની સંભાવના છે. નેગેટિવ: કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં ગુસ્સા અને આવેગમાં ન આવો તથા શાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધો. આવક અને ખર્ચમાં સમાનતા બનાવી રાખવા માટે તમારા ખર્ચાઓ પર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે. બાળકોના ભવિષ્યને લઈને કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો. વ્યવસાય: વ્યાવસાયિક સ્થળ પર કાર્યપ્રણાલીમાં થોડા ફેરફાર થશે અને જલ્દી જ તેના શુભ પરિણામો પણ પ્રાપ્ત થશે. કોઈ નવા કામની શરૂઆત કરવાની યોજનાને અમલમાં મૂકવાનો અનુકૂળ સમય છે. ઓનલાઈન કાર્યો સાથે જોડાયેલા વ્યવસાયો સફળ રહેશે. લવ: પતિ-પત્નીના સામંજસ્યથી પારિવારિક વાતાવરણ ખુશહાલ રહેશે. નકામા પ્રેમ સંબંધોમાં પડીને તમે તમારા કરિયર સાથે રમત ન કરો. સ્વાસ્થ્ય: અસંતુલિત દિનચર્યાના લીધે કોઈ જૂનો રોગ ફરી ઊપડી શકે છે. લાપરવાહી ન દાખવો અને યોગ્ય સારવાર લેતા રહો. લકી કલર: વાદળી લકી નંબર: 5 પોઝિટિવ: આ સમયે યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ સચેત રહેશે. તમારા ઉત્તમ વ્યક્તિત્વ તથા વ્યવહાર કુશળતાના કારણે સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી પ્રતિભા ખુલ્લીને સામે આવશે. જો સ્થાન પરિવર્તન સંબંધી કોઈ યોજના બની રહી હોય, તો તરત જ તેને અમલમાં મૂકી દો. નેગેટિવ: ઘરના કોઈ સભ્યનું જિદ્દી વલણ તમારા માટે મુસીબતનું કારણ બનશે, તેથી યોગ્ય શિસ્ત બનાવી રાખો. અજાણ્યા લોકો પર બિલકુલ પણ ભરોસો ન કરો, નહિતર તમારા માટે નુકસાનદાયી સ્થિતિ બની શકે છે. વ્યવસાય: વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પર તમારું પૂર્ણ નિયંત્રણ રહેશે, પરંતુ આ સમયે તમારી યોજનાઓ કોઈની સાથે પણ શેર ન કરો. દૈનિક આવકમાં સુધારો આવશે. નોકરીયાત લોકોની પોતાની ઓફિસમાં માન-સન્માન અને શાખ જળવાઈ રહેશે. લવ: જીવનસાથીની અસ્વસ્થતાના લીધે ઘર તથા વ્યવસાય તમામની જવાબદારી તમારા પર રહેશે અને તમે તેને ખૂબ સારી રીતે નિભાવશો પણ ખરા. ઘરમાં યોગ્ય વ્યવસ્થા બનેલી રહેશે. સ્વાસ્થ્ય: કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થવાની સ્થિતિ બની રહી છે. પોતાનું ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવી રાખો. લકી કલર: ઘાટો પીળો લકી નંબર: 9 પોઝિટિવ: આજે ખર્ચાઓની અતિશયતા રહેશે. પરંતુ આ ખર્ચાઓ કેટલાક ઉત્તમ કાર્યો માટે થશે, તેથી ચિંતા ન કરો. તમારી કાર્યકુશળતા દ્વારા અપેક્ષા કરતાં વધુ લાભ થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી અસ્તવ્યસ્ત દિનચર્યામાં સકારાત્મક બદલાવ આવશે. નેગેટિવ: એ વાતનું ધ્યાન રાખો કે ભાવનાઓમાં વહીને કોઈ પણ નિર્ણય ન લો. કોઈને પણ પૈસા ઉધાર ન આપો કારણ કે પાછા મળવાની સંભાવના નથી. સાથે જ કડવી વાણી પર કાબૂ રાખો. યુવાનોએ પોતાના માર્ગમાં આવનારા પડકારોનું આકલન કરીને કામ કરવું પડશે. વ્યવસાય: વેપારમાં કેટલીક નવી સિદ્ધિઓ મળવાની સંભાવનાઓ બનેલી છે. લોકો તમારા કાર્યોની સરાહના કરશે. આ સમયે પ્રગતિના પણ યોગ્ય યોગ બનેલા છે. પ્રોપર્ટી સંબંધી કામને લઈને કોઈ પાર્ટી સાથે ચાલી રહેલી ડીલમાં કેટલીક અડચણો આવી શકે છે, પરંતુ નકામી બહસાબહસીથી બચો. લવ: પારિવારિક સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને નારાજગી રહી શકે છે. તમે કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરો. સમય આવવા પર બધું વ્યવસ્થિત થઈ જશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સુધારો આવશે. પરંતુ અત્યારે લાપરવાહી ન કરીને વ્યવસ્થિત દિનચર્યા અને ખાનપાન જાળવી રાખો. લકી કલર: સફેદ લકી નંબર: 2 પોઝિટિવ: પારિવારિક સમસ્યાઓને લઈને પરસ્પર સંબંધોમાં જે અંતર આવ્યું હતું, તે કોઈ અનુભવી સભ્યની સહાયતાથી ઉકેલાઈ જશે અને સંબંધોમાં ફરીથી મધુરતા આવશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મેળઝોળ વધશે અને તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે. નેગેટિવ: સમય અનુસાર પોતાને પણ ઢાળવાની કોશિશ કરો, આનાથી પરેશાનીઓ જલ્દી ઉકેલાશે. કોઈ પણ યોજના પર કામ કરતા પહેલાં તેના પર સારી રીતે વિચાર કરી લો. ઘરમાં સુધારા સંબંધી કેટલાક કામ થશે. સોશિયલ પ્રવૃત્તિઓમાં તમારું યોગદાન બનેલું રહેશે. વ્યવસાય: વ્યવસાયના વિસ્તરણ સંબંધી કેટલીક યોજનાઓ બની છે, તો આજે તે કામને ગંભીરતાથી અંજામ આપો. માર્કેટિંગ જેવા કાર્યોમાં કંઈક નુકસાન થવાની પણ સ્થિતિ બની રહી છે. નોકરીમાં પણ નવી સંભાવનાઓ મળવાની આશા છે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ મળશે. લવ: ઘર-પરિવારમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે. પ્રેમ સંબંધ લગ્નમાં પરિણમવાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય: ત્વચા સંબંધી ઈન્ફેક્શન થવા જેવી સમસ્યાથી પરેશાન થવું પડી શકે છે. આયુર્વેદિક સારવાર યોગ્ય રહેશે. લકી કલર: લીલો લકી નંબર: 3 પોઝિટિવ: અંગત અથવા પરિવાર સંબંધી કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે અને તમે તમારા અંગત કાર્યો પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. સોસાયટી અથવા સામાજિક પ્રવૃત્તિઓમાં આજે મનોરંજનપૂર્ણ સમય પસાર થશે. નેગેટિવ: આ સમયે યોગ્ય બજેટ બનાવીને ચાલવું જરૂરી છે. કોઈ લોન લેવાની યોજના બનાવી હોય તો તેનાથી સંકળાયેલી અત્યારે વધુ માહિતી લેવાની જરૂર છે. નકામી મોજ-મસ્તી અને પ્રવૃત્તિઓમાં સમય ન બગાડીને પોતાના કાર્યોમાં જ વ્યસ્ત રહો. વ્યવસાય: વર્તમાન વ્યવસાયમાં જે કામ ચાલી રહ્યા છે, તેમાં કેટલીક નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. આના પર ખૂબ વધારે મહેનતની આવશ્યકતા છે, કારણ કે નજીકના ભવિષ્યમાં ખૂબ જ લાભદાયી સ્થિતિઓ પ્રાપ્ત થશે. સરકારી કર્મચારીઓ પર વધારાનો કાર્યભાર રહેશે. લવ: દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. પ્રેમ પ્રસંગોના મામલામાં લાપરવાહી કરવી અંતર લાવી શકે છે. સ્વાસ્થ્ય: મેડિટેશન, કસરત વગેરે માટે પણ થોડો સમય ચોક્કસ કાઢો. વધુ થાકના લીધે માથાનો દુખાવો અને નબળાઈ અનુભવાઈ શકે છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 8
    Click here to Read More
    Previous Article
    Why Is Kerala Renaming Mental Health Centres As 'Regional Institute For Happiness And Health'?
    Next Article
    India Simplifies Visa Rules For Tourism, Business, Medical Treatment: Categories Cut To 9, Forms 70% Shorter

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment