Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢમાં કપડાની દુકાનમાં ભીષણ આગ, માલસામાન બળીને ખાખ:ફાયરબ્રિગેડના અભાવે સમયસર આગ પર કાબૂ ન મેળવી શકાયો, વેપારીને મોટું આર્થિક નુકસાન

    6 hours ago

    બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. અમીરગઢમાં આવેલી કપડાની એક દુકાનમાં અચાનક ભીષણ આગ લાગતાં દુકાનમાં રાખેલાં કપડાં સહિતનો સમગ્ર માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં દુકાનદારને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા પ્રાથમિક માહિતી મુજબ, દુકાનમાં આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા બહાર નીકળવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ દુકાનનું શટર અને તાળું તોડીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જોકે, આગ વિકરાળ હોવાથી તેના પર કાબૂ મેળવવામાં સફળતા મળી નહોતી અને દુકાનમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પાલનપુરથી ફાયરબ્રિગેડની ટીમ પહોંચી અમીરગઢમાં ફાયરબ્રિગેડની કાયમી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી આગ પર સમયસર કાબૂ મેળવી શકાયો નહોતો. દુકાનનો મોટાભાગનો સામાન બળીને ખાખ થયા બાદ પાલનપુરથી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયરબ્રિગેડની કાયમી સુવિધાની માંગ ફરી ઉઠી અમીરગઢમાં ફાયરબ્રિગેડની કાયમી વ્યવસ્થા ઊભી કરવાની વેપારીઓની વર્ષો જૂની માંગ હજુ સુધી સંતોષાઈ નથી. પંથકમાં વારંવાર આગની ઘટનાઓ બનતી હોવા છતાં ફાયરબ્રિગેડની સુવિધા ઉપલબ્ધ ન થતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગની આ ઘટનાએ ફરી એકવાર અમીરગઢમાં કાયમી ફાયરબ્રિગેડની સુવિધાની જરૂરિયાત સામે લાવી છે.
    Click here to Read More
    Previous Article
    शेयर बाजार में तूफानी तेजी: सेंसेक्स 1,200 अंक उछला, निफ्टी 25,300 के पार, निवेशकों की बल्ले-बल्ले
    Next Article
    Hardik Pandya Traded To PBKS Ahead Of IPL Auction, Arshdeep Singh Joins MI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment