Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથે યુદ્ધ લગભગ સમાપ્ત; સોનિયાના પુસ્તકમાં બાળકના મૃત્યુનો ઉલ્લેખ; બાંગ્લાદેશે કહ્યું- હસીનાને ફાંસી થશે

    6 hours ago

    નમસ્તે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ લગભગ ખતમ થવાની વાત કહી. સોનિયા ગાંધીનું પુસ્તક ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’ બજારમાં આવી ગયું છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના દેશ પાછા ફરવા અંગે બાંગ્લાદેશે શું કહ્યું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 'સ્વચ્છ સર્વેક્ષણ 2025-26'ની 10મી આવૃત્તિના પુરસ્કારો પ્રદાન કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું મોટું એલાન- ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત:કતારના PM સાથે મુલાકાત બાદ જાહેરાત, ઈરાને કહ્યું- બે દિવસમાં હોર્મુઝ ખોલી દઈશું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથેનું યુદ્ધ લગભગ સમાપ્ત થઈ ગયું છે. તેમણે સોમવારે કહ્યું કે હાલ અમેરિકા વર્તમાન સ્થિતિ જાળવી રાખશે. કોઈપણ ફેરફારની સ્થિતિમાં અમેરિકી સેના તૈયાર છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું, “લશ્કરી રીતે ઈરાનનો મામલો લગભગ સમાપ્ત થઈ ગયો છે. ઈરાનનું નેતૃત્વ ખતમ કરી દેવામાં આવ્યું છે.” જોકે, અમેરિકા હજુ પણ એ સુનિશ્ચિત કરવા માગે છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ લાંબા સમય માટે અટકાવી દેવામાં આવે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. સોનિયા ગાંધીનું પુસ્તક લોન્ચ, કોઈપણ ઈવેન્ટ વગર દુકાનોમાં વેચાણ શરૂ:કવર પર રાજીવે ક્લિક કરેલો ફોટો; 7 ચેપ્ટરમાં પ્રેમ-લગ્ન અને PM પદ ઠુકરાવવાની કહાની સોનિયા ગાંધીનું પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ આજે લૉન્ચ થઈ ગયું છે. કોઈ લૉન્ચ ઇવેન્ટ વિના જ તે સીધું બજારમાં મળવા લાગ્યું છે. સોનિયાએ આ સંસ્મરણને અંગત પુસ્તક ગણાવ્યું છે અને કહ્યું છે કે આ કોઈ રાજકીય પુસ્તક નથી. સોનિયાએ આ પુસ્તક રાહુલ-પ્રિયંકા અને આવનારા પૌત્ર-પૌત્રીઓને સમર્પિત કર્યું છે. તેના શરૂઆતના પાનાં પર લખ્યું છે- મારા પુત્ર રાહુલ, મારી પુત્રી પ્રિયંકા અને મારા પૌત્ર-પૌત્રી રૈહાન અને મિરાયાના નામે. પુસ્તકમાં એક પાનાં પર ઋગ્વેદની ઋચાઓ લેવામાં આવી છે. પુસ્તકના કવર પર સોનિયા ગાંધીનો જે ફોટો છે, તે 1966માં રાજીવ ગાંધીએ ક્લિક કર્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 3. બાંગ્લાદેશના પ્રોસિક્યુટરે કહ્યું- હસીના પરત ફરશે તો ફાંસી થશે:તેમની પાસે કોઈ વિકલ્પ નથી; ગઈકાલે બાંગ્લાદેશ સરકારે પાસપોર્ટ આપવાનો ઇનકાર કર્યો હતો બાંગ્લાદેશની પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પોતાના દેશમાં પરત ફરવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશના મુખ્ય સરકારી વકીલ મોહમ્મદ અમીનુલ ઇસ્લામે મંગળવારે કહ્યું કે જો હસીના દેશમાં પરત ફરશે, તો તેમને ફાંસીની સજા આપવામાં આવશે. હવે તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. હસીનાના વકીલોએ ગઈકાલે એટલે કે 9 નવેમ્બરે બાંગ્લાદેશના દિલ્હીસ્થિત હાઈ કમિશનને ઈમેલ મોકલીને તેમના માટે નવો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર જારી કરવાની માંગ કરી હતી. બાંગ્લાદેશ સરકારે આ માંગને ફગાવી દીધી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. વિશ્વના 50 સૌથી પ્રદૂષિત શહેરોમાં 49 ભારતનાં:દિલ્હી-ભોપાલમાં AQI 400ને પાર; તમિલનાડુમાં વરસાદ, યુપીના 4 શહેરોની હવા ખરાબ વિશ્વના 50 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 49 ભારતના છે. AQI.inના આંકડા અનુસાર, આજે સવારે 9:54 વાગ્યે રાજસ્થાનનું શ્રીગંગાનગર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું. અહીં AQI 821 નોંધાયો. આ યાદીમાં ભારત ઉપરાંત માત્ર પાકિસ્તાનનું લાહોર સામેલ હતું. લાહોર 430 AQI સાથે 14મા સ્થાને રહ્યું. બીજી તરફ, દિવાળી પછી દિલ્હીથી લઈને મધ્ય પ્રદેશ સુધી પ્રદૂષણ ગંભીર સ્થિતિમાં યથાવત્ છે. દિલ્હીમાં મંગળવારે સવારે 6 વાગ્યે ચાંદની ચોકનો AQI 400ને પાર રહ્યો, જ્યારે ઘણા વિસ્તારોમાં તે 300થી વધુ નોંધાયો. સંપૂર્ણ સમાચાર વાંચો 5. આંધ્રના ડેપ્યુટી CM પવન કલ્યાણના ત્રીજી વખત છૂટાછેડા:રશિયન મોડલ અન્ના કોનીડેલા સાથે 2013માં લગ્ન કર્યા હતા આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને અભિનેતા પવન કલ્યાણે પત્ની અન્ના કોનીડેલા સાથે પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા છે. બંનેએ લગ્નના 13 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો. નાયબ મુખ્યમંત્રી કાર્યાલયના નિવેદન અનુસાર, આ નિર્ણય પરસ્પર સમજણ અને સન્માન સાથે લેવામાં આવ્યો છે. બંનેએ કહ્યું કે તેઓ સારા મિત્રો બની રહેશે અને પોતાના બાળકો માટે સમર્પિત માતા-પિતાની ભૂમિકા નિભાવતા રહેશે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી:મુખ્યમંત્રી અને રાજ્યપાલે શાહ પરિવારને શુભેચ્છા પાઠવી, સુરતમાં પાટીલનો સ્નેહમિલન સમારોહ વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની ગુજરાતભરમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદમાં થલતેજના નિવાસસ્થાને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. અમિત શાહના ઘરે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો નવા વર્ષની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા છે. વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેક્ટર-22માં આવેલા પંચદેવ મંદિરે પહોંચીને ભગવાનનાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતની જનતાને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે… વધુ વાંચવા માટે ક્લિક કરો 7. દીકરીના પ્રેમસંબંધથી નારાજ પિતાએ દુપટ્ટાથી ગળેટૂંપો આપી હત્યા કરી:દિવાળીની રાત્રે ફટાકડાના અવાજ વચ્ચે વ્હાલસોયીને કાયમ માટે શાંત કરી દીધી, ખંભાતમાં ઓનરકિલિંગથી ચકચાર આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મેતપુર ગામમાં પ્રેમસંબંધના વિરોધમાં પિતાએ જ પોતાની 21 વર્ષીય પુત્રીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્રીના પ્રેમસંબંધથી નારાજ પિતા કૌશલકુમાર પટેલે દિવાળીની રાત્રે દુપટ્ટા વડે એકની એક દીકરીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. શરૂઆતમાં આ ઘટનાને આત્મહત્યા અથવા અકુદરતી મોતનો બનાવ દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની તપાસમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ CM ચંદ્રબાબુ બોલ્યા- 500 અને 2000ની નોટો બંધ થવી જોઈએ:માત્ર 100-200 રૂપિયાની નોટો જ ચાલે, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાથી ભ્રષ્ટાચાર પર રોક લાગશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. બિઝનેસઃ UPI પેમેન્ટ પર આવતીકાલથી ચાર્જ લાગી શકે છે:ફેસ્ટિવ સીઝન માટે ટ્રાન્ઝેક્શનના નવા નિયમો પર રોક લગાવવામાં આવી હતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. ઈન્ટરનેશનઃ ફ્રાન્સનો આરોપ- ઈરાને સુપરમાર્કેટના ફ્રિજ-ફ્રીઝર હેક કર્યા:પ્રતિબંધો લગાવવાની ચેતવણી આપી; 700 સુપરમાર્કેટ પર હુમલો થયો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. નેશનલઃ વિક્રમ સંવંત 2083:નરેન્દ્ર મોદી વિરુદ્ધ આંતરિક વિરોધનો શંખનાદ ફૂંકાશે, રાહુલ ગાંધી માટે ટર્નિંગ પોઈન્ટ સાબીત થશે; જાણો મહાનુભાવોનાં ભાવિ કેવાં રહેશે? (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટ્સઃ હવે ગુજરાતની વધુ એક ટીમ IPLમાં રમશે?:₹8,900 કરોડથી વધુની કિંમત સાથે વડોદરાની એન્ટ્રીની ચર્ચા; 2028થી બે નવી ટીમ ઉમેરાઈ શકે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ધર્મઃ ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી શરૂ થઈ ગોવર્ધન પૂજા:ઘરે આ રીતે બનાવો ગિરિરાજજી, જાણો પૂજા વિધિની રીત; ગુજરાતી નવા વર્ષનો મંગલમય પ્રારંભ (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. બિઝનેસઃ IRCTC પરથી ટિકિટ બુક કરવામાં મુશ્કેલી:ટ્રેન પસંદ કર્યા પછી પ્રક્રિયા આગળ વધી રહી નથી; હાઈ લોડની એરર આવી રહી છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 'ચંકી પાંડે' નામનો ગધેડો ₹72 હજારમાં વેચાયો ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં ચંકી પાંડે નામનો ગધેડો 72 હજાર રૂપિયામાં વેચાયો. મેળામાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને મિથુન ચક્રવર્તી નામના ગધેડાઓને પણ લાવવામાં આવ્યા હતા. હકીકતમાં, મંદાકિની નદીના કિનારે દર વર્ષે ગધેડાઓ અને ખચ્ચરોનો મેળો ભરાય છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. મગજને હેક કરી નાખે મોબાઇલ:રીલનાં વળગણથી 24 કલાક જાસૂસી સુધી, ટેક કંપનીઓનું ખતરનાક અલ્ગોરિધમ સમજો 2. બેસતાં વર્ષે એકબીજાના ઘરે બેસવા કેમ નથી જતા:5 કારણોએ બદલી નાખી પરંપરા; બે ટ્રેન્ડ દિવાળીના તહેવાર માટે ઘાતક સાબિત થયા 3. વાર્ષિક રાશિફળ:વિક્રમ સંવત 2083નું વર્ષ બારેય રાશિના જાતકો માટે કેવું રહેશે? વીડિયો દ્વારા જાણો આવનારા વર્ષનું ભવિષ્યફળ 4. 'ઘરે પહોંચી ગયો મા'- એ ફોન જે ક્યારેય ન આવ્યો:નવા બુલેટની ખુશી માતમમાં બદલાઇ, માતા-પિતાની નજર સામે પડી હતી પુત્રની લાશ 5. આગ લાગી ને મંત્રી દોડ્યા:ગોપાલ ઈટાલિયાએ ધડાકો કર્યો; પોલીસ સ્ટેશનમાં ઈંગોરિયા યુદ્ધ, જુઓ VIDEO 6. આજનું એક્સપ્લેનર:એ ‘ચીની જાસૂસ’ કોણ છે, જેની સાથે અફેર કરીને ફસાયા Nvidiaના CEO; ચીનને દુનિયાની સૌથી અમીર કંપની પાસેથી શું જોઈએ છે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: ભાઈબીજે મેષ, મિથુન અને ધન રાશિના જાતકોને મળશે ધન લાભ, કુંભ રાશિના લોકો માટે દિવસ શુભ (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Man Arrested For Raping Woman, Filming Incident In UP: Cops
    Next Article
    "Hope He Gets A Game": Ex-India Star Bats For Veteran Pacer Ahead Of 4th ODI

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment